
કોરોના વાયરસઃ શું છે હોમ ક્વારંટાઈન? જેના વિશે સરકારે જારી કર્યા દિશા-નિર્દેશ
કોરોના વાયરસ(કોવિડ-19)થી બચાવ માટે એ લોકોએ ખુદને 'હોમ ક્વોરંટાઈન' કરવા માટે કહેવામાં આવે છે જેમને વાયરસનુ જોખમ હોય છે. આને 'હોમ ક્વોરંટાઈન' કહેવામાં આવે છે એટલે કે ખુદને ઘરમાં સૌથી અલગ કરીને રાખવા. આરોગ્ય મંત્રાલયએ આ વિશે અમુક દિશા-નિર્દેશ પણ જારી કર્યા છે. મંત્રાલયનુ કહેવુ છે કે ઘરે અલગ રહેવાના હેતુ સંબંધિત વ્યક્તિ અને અન્ય લોકોની રક્ષા કરવાનો છે.

ખુદને રૂમમાં અલગ કરી લેવુ
જો તમને કે તમારા પરિવારને ખતરનાક વાયરસથી સંક્રમિત થવાની શંકા હોય તો આ દિશા-નિર્દેશોનુ પાલન કરીને તમે ખુદને આઈસોલેટ એટલે કે ‘હોમ ક્વોરંટાઈન'(અલગ) કરી શકો છો. ખુદને અલગ કરવાનો અર્થ છે કે જો તમે કોરોનાથી સંક્રમિત હોવાની શંકા હોય કે પછી શરદી-ખાંસી હોય તો ખુદને એક રૂમમાં અલગ કરી લો. આનાથી તમારા પરિવારમાં કોઈને વાયરસ નહિ ફેલાય.

કોણે ખુદને અલગ કરી લેવા જોઈએ?
- દરેક એ વ્યક્તિ જે દર્દીના સંપર્કમમાં આવ્યો છે.
- જેમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે અને લાગી રહ્યુ છે કે તે સંક્રમિત થઈ શકે છે.
- વિદેશથી યાત્રા કરીને પાછા આવ્યા હોય, ખાસ કરીને એવા દેશોમાંથી જે કોરોના પ્રભાવિત છે.
- પોતાના દેશમાં પણ એ વિસ્તારમાંથી પાછા આવવુ જ્યાંથી વાયરસના સંક્રમિત કેસ સામે આવ્યા છે.

કોન્ટેક્ટ પર્સનનો અર્થ શું છે?
કોન્ટેક્ટ પર્સનને એક સ્વસ્થ વ્યક્તિ જ માનવામાં આવશે. પરંતુ એવા વ્યક્તિને પણ ખુદને ક્વોરંટાઈન કરવાની સલાહ આપવામાં આવે છે - જ્યારે તે દર્દીના સંપર્કમાં આવ્યો હોય અને કોરોનાથી પ્રભાવિત વિસ્તારમાં ગયો હોય. કારણકે એવા વ્યક્તિમાં પણ કોરોના વાયરસ થવાની શંકા રહે છે.
કોરોના વાયરસ અંગે કોન્ટેક્ટ પર્સન
- એ વ્યક્તિ જે એ જ ઘરમાં રહે છે, જ્યાં કોઈને કોરોના વાયરસ થયો છે.
- કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવવુ, તે પણ કોઈ પીપીઈ(વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ) વિના.
- કોરોના વાયરસના દર્દીથી હવામાં એક મીટરથી પણ ઓછુ અંતર રહ્યુ ય કે પછી સામસામે આવ્યા હોય.
અત્યાર સુધી જોવામાં આવ્યુ છે કે વાયરસના લક્ષણ સામે આવવામાં 14 દિવસનો સમય લાગી જાય છે. એવામાં એક વ્યક્તિની બેદરકારી સેંકડોને નુકશાન કરી શકે છે.

‘હોમ ક્વોરંટાઈન' વ્યક્તિના પરિવારજનો માટે દિશા-નિર્દેશ
ઘરના કોઈ એક સભ્યએ જ તેની દેખરેખ રાખવી.
ઘરમાં કોઈ બહારની વ્યક્તિને આવવા ન દેવી.
ટૉયલેટને રોજ સારી રીતે બ્લીચથી સફાઈ કરવી.
‘હોમ ક્વોરંટાઈન' વ્યક્તિના રૂમમાં લાદી અને અન્ય સામાનને એક ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશનથી સાફ કરવી.
ઘરની સફાઈ માટે ગ્લોવ્ઝ પહેરવા અને તેને કાઢ્યા બા હાથને સારી રીતે સાફ કરવા.ૉ
જો ‘હોમ ક્વોરંટાઈન' વ્યક્તિમાં કોઈ પ્રકારના લક્ષણ દેખાય તો બધા નજીકના સંપર્ક બંધ કરી દો.
આવુ ત્યાં સુધી કરો જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવી જાય.
‘હોમ ક્વોરંટાઈન' વ્યક્તિની સ્કીનને અડવુ નહિ.

ખુદને ‘હોમ ક્વોરંટાઈન' કરનાર વ્યક્તિએ આ વાતોનુ ધ્યાન રાખવુ
ખુદને સાફ સુથરા અલગ રૂમમાં રાખો જેમાં બાથરૂમ પણ હોય.
જો કોઈ અન્ય વ્યક્તિ પણ એ રૂમમાં રહેતુ હોય તો એક મીટરનુ અંતર જાળવવુ.
ઘરમાં વૃદ્ધ, ગર્ભવતી મહિલા, બાળકો અને બિમાર વ્યક્તિથી દૂર રહેવુ.
ઘરમાં આમથી તેમ ફરવુ નહિ. કોઈ પણ સામાજિક-ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ન લેવો.

આ સ્વાસ્થ્ય ઉપાયોનુ પાલન પણ જરૂર કરો
સાબુ અને પાણી કે પછી આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી પોતાના હાથ સાફ કરો.
ઘરના સામાનને કોઈની સાથે શેર ન કરો, જેવા કે વાસણ, પાણી પીવાનો ગ્લાસ, કપ, ટુવાલ, પલંગ વગેરે.
દરેક સમયે સર્જિકલ માસ્ક પહેરીને રાખો, માસ્કને દર 6-8 કલાકમાં બદલી દો.
કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ કરાયેલ માસ્ક ન પહેરો. જો કોને માસ્ક ફેંકવાનુ હોય તો તેને બાળી નાખો અથવા માટીમાં દબાવી દેવુ.
ઘરમાં દર્દી, તેની દેખરેખ કરનાર અને તેના સંપર્કમાં આવનાર લોકોએ માસ્ક પહેરવાનુ છે. માસ્ક સંપૂર્ણપણે સાફ હોવુ જોઈએ.
આમાં સામાન્ય બ્લીચ સોલ્યુશન (5 ટકા) અને સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન(1 ટકા) થી સાફ કરવુ.
ઉપયોગમાં લેવાયેલુ માસ્ક પણ સંક્રમિત માનવામાં આવે છે. જો લક્ષણ દેખાય જેવા કે- ખાંસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ તો તરત ડૉક્ટરને બતાવો.
આ ઉપરાંત 011-23978046 નંબર પર ફોન કરો.
‘હોમ ક્વોરંટાઈન' કેટલા દિવસનુ હોય છે?
‘હોમ ક્વોરંટાઈન'ની સમયસીમા 14 દિવસની હોય છે.
આ પણ વાંચોઃ Coronavirus: પ્રાઈવેટ હોસ્પિટલ, ડૉક્ટર્સ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ