For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા અને કેવી રીતે મળે છે ઉમેદવારોને જીત

દેશમાં 8 રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર ચૂંટણી ચાલી રહી છે. એવામાં તમારે એ સમજવાની જરૂર છે કે છેવટે કેવી રીતે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં 8 રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર ચૂંટણી ચાલી રહી છે. એવામાં તમારે એ સમજવાની જરૂર છે કે છેવટે કેવી રીતે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે. લોકોસભા ચૂંટણીની જેમ રાજ્યસભા ચૂંટણીમાં જનતા સીધી રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ નથી લેતી. પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ આ ચૂંટણીમાં ભાગ લે છે. રાજ્યસભા ચૂંટણીમાં અલગ અલગ રાજ્યોની વિધાનસભામાં જનતા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય ભાગ લે છે અને તેમના મતના આધારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે.

rajyasabha election

વસ્તી પર નિર્ભર રાજ્યસભાના સભ્યોની સંખ્યા

દરેક રાજ્યમાંથી કેટલા રાજ્યસભાના સભ્ય ચૂંટવામાં આવશે તે મુખ્ય રીતે રાજ્યની વસ્તી પર નિર્ભર કરે છે. સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશ છે જ્યાં રાજ્યસભાની કુલ 31 સીટો છે માટે અહીં સર્વાધિક રાજ્યસભાના સભ્ય છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગોવા, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા જેવા રાજ્યોમાં માત્ર એક જ રાજ્યસભાની સીટ છે. માટે કોઈ પણ રાજ્યમાં કેટલી સીટો હશે એ સંપૂર્ણપણે અહીંની વસ્તી પર નિર્ભર કરે છે. રાજ્યોની વસ્તીના આધારે જ તેમની રાજ્યસભાની સંખ્યાનુ નિર્ધારણ કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે ચૂંટણી

રાજ્યસભાની ચૂંટણી માટે લઘુત્તમ મત હોવા જરૂરી છે. આ મતોની ગણતરી વિધાસભાની સીટોની સંખ્યા પર નિર્ભર કરે છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના કુલ 403 સભ્યો છે. રાજ્યોમાં મતનુ નિર્ધારણ અહીંની કુલ રાજ્યસભાની સીટોના યોગમાં એક ઉમેરીને તેને વિધાનસભાની કુલ સીટોના યોગથી વિભાજિત કરવામાં આવે છે અને ફરીથી તેમાં એક ઉમેરવામાં આવે છે.

ઉદાહરણથી સમજીએ

માની લો કે યુપીની 10 સીટો માટે ચૂંટણી થઈ રહી છે તો તેમાં એક ઉમેર્યા બાદ 11ને અહીંની કુલ વિધાનસભા સીટો એટલે કે 403થી વિભાજિત કરવામાં આવે છે જેનુ પરિણામ 36.66 આવ્યુ છે. આ સંખ્યામાં ફરીથી એક ઉમેરવામાં આવશે ત્યારબાદ આ સંખ્યા 37.66 થઈ જશે. માટે એક રાજ્યસભાના ઉમેદવારની પસંદગી માટે 37 ધારાસભ્યોના મતની જરૂર રહેશે. સાથે જ ધારાસભ્ય એ વાતની પણ માહિતી આપે છે કે તેમની પહેલી પ્રાથમિકતા શું છે, એવામાં જો કોઈ ઉમેદવારને પહેલી પ્રાથમિકતાનો મત મળી જાય તો તે વિજયી ઘોષિત કરી દેવામાં આવે છે.

બાંદ્રા પોલિસે માંગી યશરાજ ફિલ્મ્સ અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના કૉન્ટ્રાક્ટની કૉપીબાંદ્રા પોલિસે માંગી યશરાજ ફિલ્મ્સ અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના કૉન્ટ્રાક્ટની કૉપી

English summary
Know everything about Rajya Sabha elections and how candidates win the poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X