For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને કેટલુ ચૂકવવુ પડશે ફ્લાઈટનુ ભાડુ, જુઓ આખુ લિસ્ટ

આવો જાણીએ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલ ફ્લાઈટનુ કેટલુ ભાડુ આપવુ પડશે?

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ ફેલાયા બાદ દુનિયાભરમાં કરવામાં આવેલ લૉકડાઉનના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો વિદેશમાં ફસાયેલા છે. ભારતની મોદી સરકાર તેમને પાછા લાવવા માટે યોજના બનાવી ચૂકી છે. ઘણા તબક્ક્માં આ વિદેશોમાં ફસાયેલા ભારતીય ભારત લાવવામાં આવશે પરંતુ તેમને પોતાની મુસાફરી ખર્ચ જાતે ઉઠાવવો પડશે. તો આવો જાણીએ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલ ફ્લાઈટનુ કેટલુ ભાડુ આપવુ પડશે?

64 ફ્લાઈટોથી ભારત લાવવામાં આવશે ભારતીય

64 ફ્લાઈટોથી ભારત લાવવામાં આવશે ભારતીય

તમને જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળારે કહ્યુ કે એરઈન્ડિયા કોવિડ-19ના કારણે લાગેલા લૉકડાઉના કારણે વિદેશમાં ફસાયેલા લગભગ 15000 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવા માટે સાતથી 13 મે સુધી 64 ફ્લાઈટો મોકલાશે. મંત્રીએ ઑનલાઈન પત્રકાર સંમેલનમાં કહ્યુ કે ખાનગી ભારતીય એરલાઈન્સ પણ 13 મે બાદ આ અભિયાનમાં શામેલ થઈ શકે છે.

આટલુ આપવુ પડેશે ભાડુ

આટલુ આપવુ પડેશે ભાડુ

તેમણે કહ્યુ કે આ ફ્લાઈટોનો લાભ લેનાર લોકોને ખર્ચ જાતે ઉઠાવવો પડશે. યુકે અને યુએસથી દિલ્લી ફ્લાઈટના મુસાફર પાસેથી 50,000થી 1 લાખ રૂપિયા ભાડુ લેવાાં આવશે જ્યારે ઢાકા-દિલ્લી ફ્લાઈટ પર 12,000 રુપિયા આપવા પડશે. વળી, સિંગાપુરથી દિલ્લી અને મુંબઈ મુસાફરી કરનારને 20 હજાર રૂપિયા આપવા પડશે. વળી, સિંગાપુરથી બેંગલુરુ આવતા યાત્રીઓને 18 હજાર રૂપિયા આપવા પડશે.

જુઓ આખુ લિસ્ટ

જુઓ આખુ લિસ્ટ

આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે બીજા દેશોમાંથી આવનારા મુસાફરોને કેટલુ ભાડુ ચૂકવવુ પડશે. પુરી અનુસાર વિદેશથી પાછા આવ્યા બાદ કોવિડ-19 સાવચેતી હેઠળ બધા યાત્રીઓની સ્ક્રીનિંગ કરવી પડશે અને તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. એર ઈન્ડિયા અને તેમની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા, કતાર, સઉદી અરબ, સિંગાપુર, મલેશિયા, ફિલીપીન, બાંગ્લાદેશ, બહેરીન, કુવૈત અને ઓમાન સહિત 12 દેશોથી ભારતીયોને પાછા લાવવા માટે 64 ફ્લાઈટોને સંચાલિત કરશે.

જુઓ ભાડાની બીજી યાદી

જુઓ ભાડાની બીજી યાદી

આ ભાડાની બીજી યાદી છે. તમને જણાવી દઈએ કે ભારત વિદેશથી ભારતીયોને પાછા લાવવા માટે સાત મેથી 13 મે સુધી સંયુક્ત આરબ અમીરાત માટે 10, અમેરિકા અને બ્રિટન માટે સાત-સાત, સઉદી અરબ માટે પાંચ, સિંગાપુર માટે પાંચ અને કતાર માટે બે ફ્લાઈટો મોકલશે. તેમણે જણાવ્યુ કે આ રીતે મલેશિયા અને બાંગ્લાદેશ માટે સાત-સાત, કુવૈત અને ફિલીપીન માટે પાંચ પાચ તથા ઓમાન તેમજ બહેરીન માટે બે-બે ફ્લાઈટો મોકલવામાં આવશે. દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 5 માર્ચથી લૉકડાઉન છે તથા આ દરમિયાન બધા બિઝનેસ ફ્લાઈટ બંધ રહેશે.

આ પણ વાંચોઃ ભારતમાં સંક્રમિત દર્દીઓઓની સંખ્યા 49391, અત્યાર સુધી 1694 લોકોના મોતઆ પણ વાંચોઃ ભારતમાં સંક્રમિત દર્દીઓઓની સંખ્યા 49391, અત્યાર સુધી 1694 લોકોના મોત

English summary
Know how much flight fares will be paid to Indians stranded abroad in lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X