For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે આ દેશભરમાં આજથી શરૂ થયેલ કોરોના વેક્સીનની ડ્રાઈ રન, શું છે તેનો ઉદ્દેશ

દેશના દરેક રાજ્યમાં આજથી કોરોના વેક્સીનની ડ્રાઈ રન શરૂ કરવામાં આવી. આવો જાણીએ આ ડ્રાઈ રનનો અર્થ અને તે કરવા પાછળનો ઉદ્દેશ.

|
Google Oneindia Gujarati News

Coronavirus Vaccine Dry Run In India Update: દેશભરમાં આજથી એટલે કે 2 જાન્યુઆરીથી કોરોના વેક્સીનની ડ્રાઈ રન થઈ રહી છે. દેશના દરેક રાજ્યમાં આજથી કોરોના વેક્સીનની ડ્રાઈ રન શરૂ કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધે શનિવારે દિલ્લીના ગુરુ તેગ બહાદૂર હોસ્પિટલમાં ડ્રાઈ રનનુ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે દેશવાસીઓને મારી અપીલ છે કે તે કોઈ પણ ખોટી વાત કે અફવામાં ન પડે. ભારત સરકાર દેશના લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માંગે છે, વેક્સીનનો વિકાસ એ જ પ્રક્રિયાનો એક ભાગ છે.

corona vaccine

ડ્રાઈ રન એટલે શું?

ડ્રાઈ રન એટલે સમગ્ર રસીકરણ પ્રક્રિયાની મૉક ડ્રીલ થશે. એટલે કે બધુ એ જ રીતે થશે જેવુ રસીકરણ અભિયાનમાં થવાનુ છે. માત્ર વેક્સીન એડમિનિસ્ટ્રેશન નહિ થાય. ડમી વેક્સીન કોલ્ડ સ્ટોરેજથી લઈને વેક્સીનેશન સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે. સાઈટ્સ પર ભીડ મેનેજમેન્ટને પણ ટેસ્ટ કરવામાં આવશે. વેક્સીનની રિયલ ટાઈમ મૉનિટરીંગને પણ પરખવામાં આવશે. એટલે કે અસલી વેક્સીન આપવા સિવાયની બાકીની બધી પ્રક્રિયા કરવામાં આવશે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

ડ્રાઈ રન કેમ કરવામાં આવી રહી છે?

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ માટે વધુને વધુ કેન્દ્રો બનાવવામાં આવશે. ડ્રાઈ રન માટે પણ ઘણી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. જિલ્લા હોસ્પિટલોથી લઈને કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ, ખાનગી ક્લિનિક્સથી લઈને ગ્રામીણ સેન્ટર્સ પણ ડ્રાઈ રનમાં ભાગ લેશે. આ આખી પ્રક્રિયા એટલા માટે કરવામાં આવી રહી છે કારણકે રિયલ અભિયાન લૉન્ચ કરતા પહેલા તેમાં રહેલી ખામીઓને દૂર કરી શકાય. આ ઉપરાંત અભિયાનમાં શામેલ પ્રોગ્રામ મેનેજર્સને રિયલ એક્સપીરિયન્સ થઈ શકે.

દેશમાં આજથી શરૂ થઈ રહી છે કોરોના વેક્સીનની ડ્રાઈ રનદેશમાં આજથી શરૂ થઈ રહી છે કોરોના વેક્સીનની ડ્રાઈ રન

ડ્રાઈ રન પછી શુ?

ડ્રાઈ રન બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સ્ટેટ લેવલે બનેલી ટાસ્ક ફોર્સ તેનો રિવ્યુ કરશે. ત્યારબાદ રિપોર્ટ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવશે. કેન્દ્રીય સ્તરે ડ્રાઈ રનની ફાઈન્ડિંગ્ઝનો રિવ્યુ થશે. જો પ્લાનમાં ફેરફારની જરૂર લાગી તો તે પણ કરવામાં આવશે. જો બધુ બરાબર રહ્યુ તો જાન્યુઆરીમાં રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવશે.

English summary
Know what is Corona Vaccine dry run which starts in India from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X