For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે PM In Waiting ની યાદી માં? શું કહે છે પ્રશાંત કિશોર?

કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન તરીકે માની રહી છે, પરંતુ હવે મમતા બેનર્જી, શરદ પવાર અને નીતિશ કુમારને ભાવિ PM તરીકે રજૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે

|
Google Oneindia Gujarati News

શું રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર અને નીતીશ કુમાર PM In Waiting છે? કોંગ્રેસ લાંબા સમયથી રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન તરીકે માની રહી છે, પરંતુ હવે મમતા બેનર્જી, શરદ પવાર અને નીતિશ કુમારને ભાવિ PM તરીકે રજૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું આ નેતાઓ પાસે નરેન્દ્ર મોદીને સત્તામાંથી હાંકી કાવાની ક્ષમતા છે? જો કે, આ નેતાઓએ ક્યારેય પોતાને આ રેસમાં શામેલ થવા અંગે કંઇ કહ્યું નથી, પરંતુ તેમની પાર્ટીમાં કેટલાક મોટા નેતાઓ આ ચર્ચામાં ઘી હોમતા રહે છે.

 PM In Waiting

શું રાહુલ, પવાર અને નીતિશ મમતાને પોતાના નેતા સ્વીકારશે

સતત ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતીને મમતા બેનર્જી વિપક્ષના સૌથી શક્તિશાળી નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. મમતાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, હવે તેમને દર બે મહિને દિલ્હી આવવાનું ચાલુ રાખશે. સ્વાભાવિક છે કે તેમને મોદી વિરોધી અભિયાનનો આધારસ્તંભ બનવા માંગે છે. શરદ પવાર દિલ્હીમાં હતા, પરંતુ તેમને મમતા બેનર્જીને મળી શક્યા નહીં. પ્રશાંત કિશોર જેમને મમતા બેનર્જીના ચૂંટણી રણનીતિકાર હતા, તેમણે શરદ પવાર સાથે મળીને મોદી વિરોધી મોરચો રચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ ફળ્યો નહીં. દરેકની પોતાની મહત્વકાંક્ષા હોય છે.

મોદી વિરોધી મોરચાના નેતા કોણ હશે?

મમતા બેનર્જી લોકપ્રિયતાના મામલે અન્ય વિપક્ષી નેતાઓ કરતા ઘણા આગળ છે, પરંતુ શું શરદ પવાર, રાહુલ ગાંધી અને નીતીશ કુમાર મમતા બેનર્જીને પોતાના નેતા તરીકે સ્વીકારશે? રાહુલ ગાંધી અને નીતીશ કુમારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ચૂંટણી લડી છે. રાજકીય તજજ્ઞો માને છે કે, વિપક્ષમાંથી એક પણ પક્ષ ભાજપને એકલા હાથે પડકારવા સક્ષમ નથી.

 PM In Waiting

નીતિશ અને પવારની ચર્ચા શા માટે?

નીતિશ કુમાર વારંવાર કહેતા આવ્યા છે કે, તેમને બિહારની સેવા કરીને જ ખુશ છે. તેઓ આનાથી વધુ કંઇ વિચારતા નથી. જે બાદ પણ તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓ નીતિશને વડાપ્રધાન માટે એક વિકલ્પ તરિકે શા માટે રજૂ કરતા રહે છે. JDU સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ આ અંગે નિવેદન આપ્યું હતું. પાર્ટીમાં કુશવાહાનું સ્થાન ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે ભાજપ આ નિવેદનથી અસહજ બન્યું ત્યારે કુશવાહાને ખુલાસો કરવાની ફરજ પડી હતી. નીતીશ કુમારે પણ આવી કોઈ ઈચ્છાનો ઈન્કાર કર્યો હતો.

ઘણી વખત એવું બન્યું છે કે, JDUના એક નેતા નીતિશ કુમારને પીએમના વિકલ્પ તરીકે વર્ણવે છે અને પછીથી આ નિવેદનને છૂપાવવાનું શરૂ થાય છે. આવું કેમ થઇ રહ્યું છે? રાજકારણ હાથીના દાંત જેવું છે, ખાવાના જુદા અને બતાવવાના જુદા. શરદ પવાર ભારતીય રાજનીતિના સૌથી અનુભવી નેતાઓમાંથી એક છે. તેમની રાજકીય કુશળતા પણ પ્રશંસનીય છે, પરંતુ તેમની પાસે રાષ્ટ્રીય રાજકારણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે પુરતા સાંસદો નથી. તેમની એકમાત્ર આશા છે કે, જો વિપક્ષના જાણીતા નેતાનો આગામી ચૂંટણીમાં એક થઇ જાય તો તેમને પોતાની જાતને તેમની સમક્ષ વડાપ્રધાન પદના દાવેદાવ તરીકે રજૂ કરી શકે છે. નીતીશ કુમારનું પણ એવું જ છે.

શું પ્રશાંત કિશોર કોંગ્રેસને આપશે નવજીવન?

રાહુલ ગાંધી કોંગ્રેસની આશા છે. 2004થી 2014 સુધી કોંગ્રેસ સત્તામાં હતી, પરંતુ છેલ્લા 7 વર્ષમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે, તેનું અસ્તિત્વ ટકાવવું છે. શું રાહુલ ગાંધી સતત સાત વર્ષ સુધી વડાપ્રધાન પદ પર રહેલા નરેન્દ્ર મોદીને આ સ્થિતિમાં પડકાર આપી શકશે? હવે પ્રશાંત કિશોર રાહુલ ગાંધીના નસીબને ચમકાવવા માટે કોંગ્રેસમાં આવવાના છે. એક ચર્ચા મુજબ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં મોટું પદ લઈને કોંગ્રેસને ઉભી કરશે. શું રાહુલ ગાંધી આ રામબાણ સાથે નરેન્દ્ર મોદી સામે જીતી શકશે?

 PM In Waiting

થોડા સમય પહેલા પ્રશાંત કિશોરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તેમને રાહુલ ગાંધી વિશે શું વિચારે છે? તમે નરેન્દ્ર મોદી સાથે તેની સરખામણી કેવી રીતે કરશો? ત્યારે પ્રશાંત કિશોરે આ સવાલનો જવાબ નિર્દોષતાથી આપ્યો હતો.

રાહુલ ગાંધી કેટલા મજબૂત છે?

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, મને બે મુદ્દા પર રાહુલ ગાંધી સાથે મતભેદ છે. પ્રથમ રાહુલ ગાંધી વિચારે છે કે, પરંપરાગત માધ્યમથી જ કોંગ્રેસનું પુનરુત્થાન શક્ય છે. જ્યારે હું માનું છું કે, કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે આધુનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. બીજું રાહુલ ગાંધી માને છે કે, માત્ર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાથી ભાજપ નબળું પડશે, ત્યારે કોંગ્રેસ પોતે જ મજબૂત બનશે. જ્યારે હું માનું છું કે, કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે લાંબા ગાળાની યોજના બનાવવાની જરૂર છે. આ માટે ગ્રાસરૂટ રાજકારણ જરૂરી છે. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આમ કરવું મારા મતે યોગ્ય રહેશે.

 PM In Waiting

પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી અને નરેન્દ્ર વચ્ચે સરખામણી કરી અને કહ્યું, નરેન્દ્ર મોદી ખૂબ જ હિંમતવાન છે અને ખચકાટ વિના જોખમ લે છે. તેમને જોખમી નિર્ણયો ઝડપથી લેવાની ક્ષમતા ધરાવે છે. તેઓ તેમના સલાહકારોને ખૂબ ધ્યાનથી સાંભળે છે. વિવિધ માધ્યમોમાંથી પ્રાપ્ત માહિતીનું વિગતવાર વિશ્લેષણ કરીને પોતાનો અભિપ્રાય બનાવે છે. જ્યારે રાહુલ ગાંધી યથાસ્થિતવાદી છે. તેમને મોટા ફેરફારો કરવા માટે અચકાય છે. વર્ષો જૂની પાર્ટીમાં આ કરવું સહેલું ન હોઈ શકે, પરંતુ રાજકારણમાં બોલ્ડ નિર્ણયો લેવા પડે છે. એટલે કે PM In Waitingના ભવિષ્ય વિશે રાજકીય ચિત્ર સ્પષ્ટ નથી.

English summary
Are Rahul Gandhi, Mamata Banerjee, Sharad Pawar and Nitish Kumar PM In Waiting? The Congress has long considered Rahul Gandhi as the future Prime Minister, but now efforts are being made to field Mamata Banerjee, Sharad Pawar and Nitish Kumar as future PMs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X