For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ NIA કોર્ટે ISIS આતંકી સુબ્હાની હાજાને સંભળાવી આજીવન કેદ

આઈએસઆઈએસ સાથે જોડાયેલ આતંકી સુબ્હાની હાજા મોઈદીનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોચ્ચિઃ કેન્દ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલત દ્વારા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલ આતંકી સુબ્હાની હાજા મોઈદીનને ભારત અને ઈરાની સરકારના વિરોધ યુદ્ધ છેડવા અને આતંકી ગતિવિધિઓમાં શામેલ થવાનો આરોપી માનીને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તેના પર 2,10,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. એનઆઈએ 2016માં તમિલનાડુમાં આતંકી સુબ્હાનીની ધરપકડ કરવામાં આવી હતી.

isis

કેન્દ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે શુક્રવારે ભારતીય દંડ સંહિતાની કલમ 120બી તથા 125 અને ગેરકાયદે ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમની કલમ 20, 38 તથા 39 હેઠળ દોષી ગણાવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ઈડુક્કી જિલ્લાનો નિવાસી મોઈદીન એપ્રિલ 2015માં બધુ જાણતો હોવા છતાં પણ આઈએસઆઈએસનો સભ્ય બની ગયો હતો.

આઈએસઆઈએસના મનસૂબાને આગળ વધારવા માટે તે એપ્રિલ-સપ્ટેમ્બર 2015 દરમિયાન ઈરાક ગયો અને આતંકવાદી સંગઠનમાં શામેલ થઈ ગયો. ત્યારબાદ તે ઈરાક અને ભારત સરકાર વિરોધી ગતિવિધિઓમાં શામેલ થઈ ગયો. કસ્ટડીમાં કરવામાં પૂછપરછ દરમિયાન મોઈદીને જણાવ્યુ હતુ કે તેણે બધુ જાણતા હોવા છતાં પણ ઈરાક અને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઑનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારતની અંદર અને બહાર આઈએસઆઈએસના સહ ષડયંત્રકર્તાઓ સાથે સંપર્ક કર્યો.

એજન્સીને એ પણ શંકા હતી કે પેરિસમાં 2015ના આતંકવાદી હુમલા વિશે વિસ્તૃત માહિતી થઈ શકે છે જેમાં 130 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થઈ ગયા. આ પહેલા બુધવારે એક ફ્રાંસીસી તપાસ ટીમ કેરળ પહોંચી હતી અને પેરિસમાં 2015ના આતંકી હુમલા વિશે મોઈદીનની પૂછપરછ કરવા માટે ત્રિશૂર શહેરની વિયૂર જેલની મુલાકાત લીધી હતી.

સંસદની અંદર અને બહાર દબાવવામાં આવ્યો ખેડૂતોનો અવાજઃ રાહુલ ગાંધીસંસદની અંદર અને બહાર દબાવવામાં આવ્યો ખેડૂતોનો અવાજઃ રાહુલ ગાંધી

English summary
Kochi: NIA court sentenced isis terrorist Subahani Haja Moideen on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X