For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તા, ચેન્નાઇ, મુંબઇના એરપોર્ટ્સ વિશ્વના સૌથી ખરાબ એરપોર્ટ્સ

|
Google Oneindia Gujarati News

airport
કરાંચી, 21 ઓક્ટોબર : વિશ્વના સૌથી ખરાબ એરપોર્ટ્સની યાદીમાં ભારતના ત્રણ શહેરોના એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં કોલકત્તા એરપોર્ટનો, ચેન્નાઇ એરપોર્ટનો અને મુંબઇ એરપોર્ટનો સમાવેશ થાય છે. જ્યારે સતત બીજા વર્ષે પણ ફિલીપીન્સનું મનિલા એરપોર્ટ સૌથી ખરાબ એરપોર્ટની યાદીમાં ટોચ પર છે. હાલમાં થયેલા એક ઓનલાઇન સર્વેમાં મનિલા એરપોર્ટને સૌથી ખરાબ એરપોર્ટ ગણાવાયું છે.

આ સર્વે પ્રમાણે ભારતના કલકાત્તાના એરપોર્ટને ત્રીજા નંબરનું સૌથી ખરાબ એરપોર્ટ ગણાવાયું છે. ગત વર્ષો કરતા ફિલીપીન્સના આ એરોપોર્ટની સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે, છતાં તે વિશ્વના જાણીતા એરપોર્ટની સરખામણીએ ઘણું પછાત છે. સુવિધા, સહુલિયત, સ્વચ્છતા અને ગ્રાહક સેવા જેવા પાયાની બાબતોના અભાવે 'ધી ગાઇડ ટુ સ્લીપીંગ ઇન એરપોર્ટ્સ'માં વેસબાઇટ દ્વારા થયેલા સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે.

જ્યારે વિશ્વના સૌથી બેસ્ટ એરપોર્ટમાં સિંગાપોર ચાંગી, સિઓલ ઈનકોનસ, એમ્સટરડમ શિકોફોલ, હોંગકોંગ અને હેલિન્સિકી વાન્તાનો સમાવેશ થાય છે.

મનિલા એરપોર્ટ અંગે પ્રતિભાવો આપતા કહેવાયું છે કે અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત અહીંના અધિકારીઓ ખાસ કરીને ટેક્સી ડ્રાઇવર્સ અપ્રમાણિક છે. આ સાથે લાંબી કતારો ઉપરાંત ખૂબ જ ઉદ્દત સ્ટાફને કારણે તેને વિશ્વના સૌથી ખરાબ એરપોર્ટ તરીકે લેખાવાયું છે.

ફિલીપિન્સના આ મુખ્ય ગણાતા એરપોર્ટની વાર્ષિક 6.5 મિલિયન પ્રવાસીઓની ક્ષમતા છે, જ્યારે ગત વર્ષે અહીં 8.1 મિલિયન પ્રવાસીઓનો ધસારો રહ્યો હતો. ઇટાલનું બેરગામો બીજું વિશ્વનું સૌથી ખરાબ એરપોર્ટ છે. અહીં તમને લઘરવઘર સ્થિતિમાં પ્રવાસીઓ જોવા મળી શકે છે.

English summary
Kolkata, Chennai, Mumbai airports named among world's worst airports in 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X