For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 વર્ષની બાળકીના ગળામાંથી 9 સોઈ નીકળી, તંત્રમંત્રની શંકા

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મેડિકલ કોલેજમાં ડોક્ટરોએ સર્જરી કરીને 14 વર્ષની બાળકીના ગળામાંથી 9 સોઈ બહાર કાઢી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મેડિકલ કોલેજમાં ડોક્ટરોએ સર્જરી કરીને 14 વર્ષની બાળકીના ગળામાંથી 9 સોઈ બહાર કાઢી છે. 7 ડોક્ટરોની ટીમને આ જટિલ સર્જરીને અંઝામ આપ્યો છે. આ ટીમને ડોક્ટર મનોજ મુખરજીના નેતૃત્વમાં આ સર્જરી કરી.

west bengal

ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીના ગળાની માંશપેશીઓમાં સોઈ ફસાયેલી હતી. તેના ગળામાંથી દોઢ ઇંચની એક સોઈ અને બે ઇંચની આઠ સોઈ કાઢવામાં આવી. આ સર્જરી પછી ડોકટરો ઘ્વારા જતાવવામાં આવેલી આશંકા ખુબ જ ગંભીર છે અને ચિંતાજનક પણ છે. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીના ગળામાં જે રીતે સોઈ ટાંકવામાં આવી છે તેને જોઈને લાગી રહ્યું છે કે આખો મામલો તંત્રમંત્ર સાથે જોડાયેલો છે. પરંતુ બાળકીના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ખબર નથી કે તેમની દીકરીના ગળામાં સોઈ કેવી રીતે આવી અને તેઓ તંત્રમંત્ર પર વિશ્વાસ પણ નથી કરતા.

સર્જરી પછી બાળકીની હાલત સુધરી છે. બાળકીની ઓળખ અપરુમાં બિશ્વાસ તરીકે થયી છે, જે અક્ષય વિદ્યાપીઠના ધોરણ 8 માં અભ્યાસ કરે છે. તેના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા જ તેની દીકરીએ ગળામાં દર્દ થવાની ફરિયાદ કરી હતી અને એક દિવસ તે અચાનક ખાવાનું ખાતા ખાતા બેભાન થઇ ગયી. અમે તેને તરત હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના ગળામાં સોઈ છે, તેની સર્જરી કરવી પડશે. ત્યારપછી તેના ગળામાંથી 9 સોઈ કાઢવામાં આવી. હાલમાં ડોક્ટરો ઘ્વારા બાળકીના ગળામાંથી કાઢવામાં આવી સોઈ ઈંટાલી ચોકી મોકલી આપવામાં આવી છે. પોલીસે આ બાબતે તપાસ કરી રહી છે.

English summary
Nine hand sewing needles were removed from the throat of a 14-year-old girl in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X