For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુડનકુલુમ પરમાણુ પ્લાન્ટને સુપ્રીમ કોર્ટની મંજૂરી

|
Google Oneindia Gujarati News

kudankulum-n-plant
નવી દિલ્હી, 6 મે : સુપ્રીમ કોર્ટે કુડનકુલુમ ન્યુક્લિયર પ્લાન્ટ શરૂ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સોમવારે નકારી કાઢી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કુડનકુલુમ ન્યુક્લિયર પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ વ્યાપક જનહિતમાં અને દેશના આર્થિક વિકાસ માટે જરૂરી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે કુડનકુલુમ પરમાણુ પ્લાન્ટ શરૂ કરવાની વિરુદ્ધમાં અને આ પરિયોજનાને બંઘ કરવા માટે નોંધવામાં આવેલી અરજી અંગે સોમવારે નિર્ણય સંભળાવવાનો દિવસ નક્કી કર્યો હતો. ન્યાયમૂર્તિ કે એસ રાધાકૃષ્ણને અને ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની ખંડપીઠે આ યોજનાની વિરુદ્ધ નોંધવામાં આવેલી અરજીઓ પર પાછલા વર્ષે ડિસેમ્બરમાં સુનવણી પૂરી કરી હતી.

પરમાણુ વિરોધી કાર્યકર્તાઓએ કુડનકુલુમ પરમાણુ પ્લાન્ટને સુરક્ષા માપદંડોનું પાલન નહીં કરવાને આધારે પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્લાન્ટમાં સુરક્ષા અંગે વિશેષજ્ઞોની સમિતિની ભલામણો પર અમલમાં મૂકવામાં આવી નથી.

અરજીઓમાં પરમાણુ કચરાના નિકાલ અને પ્લાન્ટનો પર્યાવરણ પર અભાવ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્લાન્ટની આસપાસ રહેતા લોકોની સુરક્ષા સામે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર, તમિલનાડુ સરકાર અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના પ્લાન્ટમાં સુરક્ષા સંબંધિત તમામ આરોપોને ખોટા ઠેરવતા દાવો કર્યો હતો કે આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હવે તે કોઇ પણ પ્રકારની આફત અને કુદરતી સમસ્યાઓનો હુમલો ઝેલવા માટે સક્ષમ છે.

અદાલતે આ મુદ્દે સુનવણીના પ્રથમ દિવસે જ 13 સપ્ટેમ્બરે પ્લાન્ટમાં ઇંધણ ભરવાની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવા સામે ઇનકાર કરી દીધો હતો. જો કે આ સાથે કોર્ટ પ્લાન્ટ સાથે સંકળાયેલા જોખમો પર વિચાર કરવા માટે તૈયાર થઇ હતી. કોર્ટે જણાવ્યું હતું કે પ્લાન્ટની આસપાસ રહેનારા લોકોની સુરક્ષા સૌથી મોખરે છે.

English summary
Kudankulam n-power plant gets SC nod.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X