For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સીન ન લગાવવાને કારણે ઘણા ભારતીયોની નોકરીઓ પર મંડરાયો ખતરો

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા અમુક મહિનાઓમાં થયેલા તીવ્ર વધારાએ ઘણા ભારતીય નાવિકોની નોકરીઓને જોખમમાં મૂકી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા અમુક મહિનાઓમાં થયેલા તીવ્ર વધારાએ ઘણા ભારતીય નાવિકોની નોકરીઓને જોખમમાં મૂકી દીધી છે. ઘણા દેશ ભારતીય નાવિકોને પોતાને ત્યાં નોકરીએ રાખવાનુ ટાળી રહ્યા છે. વળી, ઘણા દેશોએ કોરોના વાયરસના ડરથી તેમને એક્સટેંશનને વધારવાનો ઈનકાર કરી દીધો છે. 44 વર્ષીય એક નાવિક કે હોંગકોંગની એક શિપિંગ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે તે કહે છે કે તે એપ્રિલ સુધી 4 મહિનાની રજા લઈને પોતાના ગૃહ રાજ્ય ગોવા આવ્યા હતા પરંતુ તેઓ હજુ પણ અહીં ફસાયેલા છે કારણકે અમુક શિપિંગ કંપનીઓએ ભારતમાં ઝડપથી વધતા કોરોના કેસોના કારણે અહીંના સ્ટાફને રાખવાની મનાઈ કરી દીધી હતી.

job

તેમણે કહ્યુ કે શિપિંગ કંપનીઓનો આ નિર્ણય બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સહિત 24થી વધુ દેશો દ્વારા ભારતથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવા અને કંપનીઓને માલવાહક જહાજો પર વર્તમાન શ્રમિકો હટાવવાથી રોક્યા બાદ સામે આવ્યો છે. ચીન, સિંગાપુર અને સંયુક્ત આરબ અમીરાતના ઘણા પ્રમુખ બંગરોએ પણ ભારતથી આવતા જહાજો માટે ચાલક દળના પરિવર્તન પર રોક લગાવી દીધી છે.

નાવિકે આગળ કહ્યુ કે તેમની કંપનીએ તેને કહ્યુ છે કે જો તમારે નોકરી પર આવવુ હોય તો પહેલા વેક્સીન લગાવવી પડશે. તેમણે કહ્યુ કે એપ્રિલમાં મે વેક્સીનનો પહેલો ડોઝ લગાવવા માટે સરકારી એપ પર બુકિંગ કર્યુ પરંતુ મને આ(મે) મહિનાનો સ્લૉટ મળ્યો. તેમણે કહ્યુ કે ભારતમાં માત્ર 3.5 ટકા લોકોનુ જ રસીકરણ થયુ છે અને તેને બીજો ડોઝ લેવા માટે હજુ ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. તેણે આગળ કહ્યુ કે, 'ભારત સરકારે ગયા વર્ષે કહ્યુ હતુ કે નાવિક પ્રમુખ કાર્યકર્તા છે પરંતુ તો પછી અમને વેક્સીન માટે પ્રાથમિકતામાં કેમ રાખવામાં નથી આવ્યા. મને હવે મારી નોકરી જવાનો ડર લાગી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત ચીન, ફિલિપાઈન્સ, રશિયા અને યુક્રેન બાદ નાવિકોનુ દુનિયાનુ પાંચમુ સૌથી મોટુ આપૂર્તિકર્તા છે. લગભગ 50 હજાર જહાજો પર સવાર 17 લાખ નાવિકોમાંથી 240,000 ભારતીય છે. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 14 ટકા ભારતીય નાવિકોને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે માત્ર 1 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ લાગ્યા છે. શિપિંગ કંપનીઓએ એ નાવિકોને ભરતી કરવાથી બેન કરી દીધા છે જેમને કોરોનાની વેક્સીન નથી લાગી.

English summary
Lack of vaccine threatens jobs of many Indian sailors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X