For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાડલી મીડિયા ઍવૉર્ડ્સ - બીબીસીનાં બે મહિલા પત્રકારોને મળ્યા ત્રણ પુરસ્કાર

લૈંગિક સમાનતાના ક્ષેત્રમાં કાર્ય કરનારી પ્રતિષ્ઠિત સંસ્થા પૉપ્યુલેશન ફર્સ્ટ દ્વારા 19 નવેમ્બરના રોજ લાડલી મીડિયા ઍવૉર્ડ્સની ઘોષણા કરી હતી, જેમાં બીબીસીનાં બે મહિલા પત્રકારોને ત્રણ પુરસ્કાર મળ્યા છે.બીબીસીનાં બે મહિલા પ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

લૈંગિક સમાનતાના ક્ષેત્રમાં કાર્ય કરનારી પ્રતિષ્ઠિત સંસ્થા પૉપ્યુલેશન ફર્સ્ટ દ્વારા 19 નવેમ્બરના રોજ લાડલી મીડિયા ઍવૉર્ડ્સની ઘોષણા કરી હતી, જેમાં બીબીસીનાં બે મહિલા પત્રકારોને ત્રણ પુરસ્કાર મળ્યા છે.

બીબીસીનાં બે મહિલા પત્રકારોને તેમની સ્ટોરી માટે લાડલી મીડિયા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.


વંદના

અનઘા પાઠક અને વંદના

બીબીસીમાં ભારતીય ભાષાઓનાં ટીવી ઍડિટર વંદનાને ઇલેક્ટ્રૉનિક-ફીચર (હિન્દી) શ્રેણીમાં વિનેશ ફોગાટ પર તેમની સ્ટોરી માટે સન્માનિત કરવામાં આવ્યાં છે.

રેસલિંગમાં ભારતનું નામ રોશન કરનારાં વિનેશ ફોગાટની આ કહાણી તેમના સંઘર્ષને રજૂ કરે છે.

પિતૃસત્તાક સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં આવતી અડચણો અને ભોગવવી પડતી મુશ્કેલીઓને વંદનાએ વિનેશ ફોગાટની કહાણીના માધ્યમથી રજૂ કરવાની કોશિશ કરી છે.

બીબીસીમાં ભારતીય ભાષાઓનાં ટીવી ઍડિટર વંદના

બીબીસીનાં શૂટ-ઍડિટ નેહા શર્માએ આ કહાણીને પોતાના કૅમેરામાં કેદ કરી હતી અને ખૂબ જ સુંદર ઍડિટિંગ દ્વારા તેને એક ઍવૉર્ડ વીનિંગ સ્ટોરી બનાવી હતી.

વંદનાને અન્ય પુરસ્કાર તેમની 'પીરિયડ્સ અને તેને લઈને અસહજ સમાજ' અંગેની એક સ્ટોરી માટે આપવામાં આવ્યો છે કે કઈ રીતે આધુનિક સભ્ય સમાજ પણ ખુલ્લા મને આ મુદ્દા પર વાત કરતા ખચકાય છે.

https://twitter.com/Laadli_PF/status/1461675002256781313

તેમની આ કહાણી ખાસ કરીને મહિલા ખેલાડીઓને પડતી મુશ્કેલીઓને કેન્દ્રસ્થાને રાખીને તૈયાર કરવામાં આવી છે. વંદનાની આ કહાણીને શૂટ કરી હતી પ્રેમ ભૂમિનાથને અને તેમણે જ તેને ઍડિટ કરી છે.


અનઘા પાઠક

બીબીસી મરાઠી સેવાનાં સંવાદદાતા અનઘા પાઠક

બીબીસી મરાઠી સેવાનાં સંવાદદાતા અનઘા પાઠકને મરાઠી ભાષામાં વેબ ફીચર શ્રેણીમાં તેમની સ્ટોરી માટે લાડલી મીડિયા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અનઘાની કહાણી મહારાષ્ટ્રનાં એક એવાં મહિલાની કહાણી છે, જેણે ક્યારેય કોઈની સામે ઝૂકવાનું પસંદ નથી કર્યું.

https://twitter.com/Laadli_PF/status/1461695808701566979

આ કહાણી સુનંદા મંડલેની છે, જેમણે કોઈ પણ મદદ કે પછી શાળાકીય શિક્ષણ વગર પોતાની જમીન માટે ખુદ લડાઈ લડી.

અનઘાની આ કહાણીને કૅમેરા અને ઍડિટિંગથી મઠારી હતી નીતિન નગરકર અને નીલેશ ભોસલેએ.

આ વર્ષે 10 ભાષાઓના 98 વિજેતાઓને લાડલી મીડિયા ઍવૉર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઍવૉર્ડ જેન્ડર સેન્સિટિવિટીના ક્ષેત્રમાં કામ કરનારા પત્રકારોને દર વર્ષે આપવામાં આવે છે. આ વર્ષે તેના માટે 900 ઍન્ટ્રી મળી હતી.



https://www.youtube.com/watch?v=92XlJBXArXE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Ladli Media Awards - Two BBC journalists receive three awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X