For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo: મહિલા પોલીસ અધિકારીએ વરિષ્ઠ IPS પર લગાવ્યો ગંભીર આરોપ

મહિલા પોલીસ અધિકારીએ વરિષ્ઠ IPS પર લગાવ્યો ગંભીર આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મી ટૂ અભિયાન અંતર્ગત મહિલાઓ કાર્યસ્થળ પર એમની સાથે થયેલ યૌન શોષણ વિશે ખુલીને વાત કરી રહી છે. અત્યાર સુધી એક્ટ્રેસ, ડિરેક્ટર્સ અને પત્રકારોએ આવા આરોપો લગાવ્યા હતા જ્યારે હવે મહિલા પોલીસ અધિકારીએ એક વરિષ્ઠ અધિકારી પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. મી ટૂ અભિયાન અંતર્ગત કોઈ પોલીસ અધિકારી પર દેશમાં પહેલો યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. જાણકારી મુજબ મજૂલી એડિશનલ કમિશ્નર ઑફ પોલીસ લીના ડોલેએ એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (લૉ એન્ડ ઓર્ડર) મુકેશ અગ્રવાલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

ન્યાય માટે ઈંતેજાર

ન્યાય માટે ઈંતેજાર

મહિલા પોલીસ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે એમને હજુ સુધી આ મામલે ન્યાય મળ્યો નથી. એટલું જ નહિ મહિલા પોલીસ અધિકારીનું કહેવું છે કે આ કારણે એમના પતિએ કેટલાક મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડીએસપી તરીકે જ્યારે તેઓ સેવા આપી રહ્યાં હતાં ત્યારે અગ્રવાલ આઈજીના પદ પર તહેનાત હતા. પરંતુ હવે અગ્રવાલ કેટલાય મહત્વના પદો પર તહેનાત રહી ચૂક્યા છે.

રજા પર સાથે જવા કહ્યું

રજા પર સાથે જવા કહ્યું

મુકેશ અગ્રવાલ પર મહિલા પોલીસ અધિકારીએ આરોપ લગાવ્યો કે એમણે મને રજા પર જોડે જવા કહ્યું હતું. અધિકારીએ મારા સારા કામ બદલ મને એમની સાથે રજા પર લઈ જવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ હું મારા બોસ સાથે રજા માણવા જવા માગતી નહોતી એટલે મેં જવાની ના પાડી દીધી. પરંતુ તે પછી ઘણું બધું થયું, મારા પતિએ આપઘાત કરી લીધો. જ્યારે મેં મુકેશ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તો તેના 6 મહિના બાદ મારા પતિએ આપઘાત કરી લીધો હતો.

તપાસ પર ઉઠાવ્યા સવાલ

તપાસ પર ઉઠાવ્યા સવાલ

સૂત્રોનું માનીએ તો લીનાની ફરિયાદ બાદ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા આસામના એડિશનલ ચીફ સેક્રેટરી કરી રહી હતી, પરંતુ તપાસ યોગ્ય દિશામાં કરવામાં ન આવી. લીનાનું કહેવું છે કે તપાસ કમિટીના ગઠન બાદ જ એમિલી એમની પાસે આવી હતી અને એમને કહ્યું હતું કે એમના પતિએ એમની ફરિયાદના કારણે આપઘાત નહોતો કર્યો. પરંતુ મેં આના પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા ન આપી. ખુદ આરોપી પોલીસ અધિકારીએ માન્યું કે તે મને રજા પર લઈ જવા માગતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે આ અંગે હું મારા પતિને પણ વાત ન કરું.

‘બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ ‘બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ

English summary
Lady IPS officer alleges she was sexualy harassed by her senior officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X