For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સૂત્રોનો દાવો - પોતાની સામે પુરાવા મળવા સુધી અજય મિશ્રા નહિ આપે રાજીનામુ

ભાજપ સૂત્રોએ સોમવારે કહ્યુ કે એક વાર પોલિસ તપાસ પૂરી થઈ જાય ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે અંતિમ નિર્ણય કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લખીમપુર ખીરી હિંસામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાની કથિત ભૂમિકા માટે વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષ સતત મોદી સરકાર પર અજય મિશ્રાના રાજીનામાનુ દબાણ કરી રહ્યુ છે. આ દરમિયાન ભાજપ સૂત્રોએ સોમવારે કહ્યુ કે એક વાર પોલિસ તપાસ પૂરી થઈ જાય ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે અંતિમ નિર્ણય કરશે.

ajay mishra

ઈન્ડિયન એક્સપ્રેસે ભાજપના ત્રણ સીનિયર નેતાઓના હવાલાથી જણાવ્યુ છે કે કેન્દ્રીય મંત્રીએ આ ઘટનામાં પોતાના દીકરાની સંડોવણીથી ઈનકાર કર્યો છે અને પોલિસને તેમની સામે કોઈ પુરાવા નથી મળ્યા. જો કોઈ પુરાવા હોય જે ઘટનામાં તેની સંડોવણી દર્શાવતા હોય, તો હાઈ કમાન્ડ નિર્ણય લેશે. ભાજપ માત્ર એટલા માટે દબાણમાં નહિ આવે કારણકે વિપક્ષી દળ તેમના રાજીનામાની માંગ કરી રહ્યુ છે.

સૂત્રોએ કહ્યુ કે ભાજપે એસેસમેન્ટ કર્યુ છે કે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તેમની ચૂંટણી સભાઓ પર કોઈ મોટો પ્રભાવ પાડવાની સંભાવના નથી. એક નેતાએ કહ્યુ કે પાર્ટીનો અંતિમ નિર્ણય તપાસની પ્રગતિના આધારે થશે. સૂત્રોએ કહ્યુ કે હાલમાં રાજીનામાની કોઈ સંભાવના નથી. ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક બેઠકમાં મિશ્રાએ કહ્યુ કે તે કે તેમનો દીકરો ઘટના સ્થળે નહોતા.

સૂત્રોએ સંકેત આપ્યા કે જો જરૂર પડશે તો તપાસના નિષ્કર્ષના આધારે નવેસરથી અવલોકન કરવામાં આવી શકે છે. મોતો અને આશિષ મિશ્રાની ધરપકડ પર રાજ્ય પોલિસની સુસ્ત પ્રતિક્રિયાએ ખેડૂતોને નારાજ કરી દીધા છે. પાર્ટી માટે, અલગ પડેલા ખેડૂતો કે બ્રાહ્મણે વચ્ચે કોઈ એક સાથે જવાનો વિકલ્પ છે. રાજ્યની વસ્તીના 11 ટકા હિસ્સો બ્રાહ્મણોનો છે.

આ દરમિયાન ભાજપના ઉત્તર પ્રદેશ એકમના વરિષ્ઠ નેતાઓએ આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવવા માટે સોમવારે રાજ્યના પ્રભારી રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરી. સૂત્રોએ કહ્યુ કે પાર્ટી પહેલા એ 100 મત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરશે જ્યાં તે ચૂંટણી હારી ગઈ છે અથવા તેને લાગે છે કે તે પોતાનો પ્રભાવ ગુમાવી રહીછે. સોમવારની બેઠકમાં નેતાઓએ આવનારા 100 દિવસ માટે ભાજપની પ્રચાર રણનીતિને અંતિમ રૂપ આપી દીધુ છે. પાર્ટી આ મત વિસ્તારોમાં 100 કાર્યક્રમ આયોજિત કરશે જેમાં બૂથ અને મંડળ સ્તરે બેઠકો શામેલ હશે.

આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય મંત્રી પરિષદ પાસે અજય મિશ્રાના રાજીનામાની માંગને લઈને સોમવારે મૌન ધરણા આપીને સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી દીધુ છે. માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ પણ મિશ્રાને સરકામાંથી હટાવવાની માંગ કરીને કહ્યુ કે મંત્રી તરીકે તેમના અડી રહેવાથી ન્યાય નહિ મળે. આશિષ મિશ્રાની શનિવારે સાંજે લખીમપુર ખીરી કાંડની તપાસ કરી રહેલ એસઆઈઆટીએ ધરપકડ કરી હતી.

English summary
Lakhimpur Kheri: Narendra Modi will take a final call on Ajay Mishra - BJP sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X