લાલુના દીકરાના લગ્નમાં મહેમાનો નો ઉપદ્રવ, ખાવા પર તૂટી પડ્યા

બિહાર પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના લગ્ન શનિવારે પટનાની વેટરનીર કોલેજમાં થયા

બિહાર પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના લગ્ન શનિવારે પટનાની વેટરનીર કોલેજમાં થયા. પરંતુ આ લગ્ન દરમિયાન બે ઘટના ઘટી જેને કારણે પ્રસંગ ફીકો પડી ગયો. લગ્ન દરમિયાન તેજ પ્રતાપ અને ઐશ્વર્યા ની જયમાલા માટે જે મંચ લગાવવામાં આવ્યો હતો તેનો એક હિસ્સો તૂટી ગયો. જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોને ઇજા પણ પહોંચી હતી.

ઘણા લોકો જમવાનું લૂંટતા નજરે પડ્યા

ઘણા લોકો જમવાનું લૂંટતા નજરે પડ્યા

એટલું જ નહીં પરંતુ કેટલીક એવી તસવીરો પણ સામે આવી જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા. ઘણા બારાતીઓ ઘ્વારા જમવાની વસ્તુઓ લૂંટવામાં આવી. વેટરનીર કોલેજ મેદાનમાં જમવા માટે ભાગદોડ મચી ગયી. ઘણા લોકો ખોરાક લૂંટતા નજરે પડ્યા.

અનિયંત્રિત ભીડે જમવાનો સમાન લૂંટ્યો

અનિયંત્રિત ભીડે જમવાનો સમાન લૂંટ્યો

પટનાની વેટરનીર કોલેજ મેદાનમાં વીઆઈપી અને મીડિયા માટે એક અલગ પંડાલ બનાવવામાં આવ્યો હતો. અનિયંત્રિત ભીડે વચ્ચે બનેલો આ ઘેરો તોડી નાખ્યો અને ખાવાનો સમાન લૂંટવા લાગ્યા. આ બધું જ જયમાલા કાર્યક્રમ પછી થોડા જ સમયમાં થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ બધા રાજદ સમર્થક હતા. આ આખી ઘટના પછી સોશ્યિલ મીડિયા પર તેનો ખુબ જ મજાક બનાવવામાં આવી રહ્યો છે.

સુરક્ષાકર્મી અમરેશ કુમાર સિંહ ઘાયલ થયા

આ પહેલા લગ્નનો મંચ તૂટવાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે દુલ્હા અને દુલ્હન થી નજીકથી જોવા માટે લોકો મંચ પર ચઢી આવ્યા. મંચ તૂટવાને કારણે પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના સુરક્ષાકર્મી અમરેશ કુમાર સિંહ ઘાયલ થયા. જેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X