રેલવે જમીન કૌભાંડમાં મીસા ભારતીના ઘરે લાલુ યાદવની પુછપરછ થઈ, વીડિયોગ્રાફી કરાઈ

CBIએ IRCTC કૌભાંડને લઈને બીજા રાઉન્ડની પૂછપરછમાં સોમવારે પટનામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કર્યા બાદ હવે તપાસ એજન્સીએ લાલુ યાદવની દિલ્હીમાં પૂછપરછ કરી છે. આ પૂછપરછ મીસા ભારતીના ઘરે થઈ હતી.

નવી દિલ્હી : હાલમાં જ સિંગાપોરથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને ભારત પરત ફરેલા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. હવે સીબીઆઈએ બીજા તબક્કાની પુછપરછ શરૂ કરી છે. નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં આજે લાલુ પ્રસાદ યાદવની મીસા ભારતીના ઘરે પુછપરછ કરાઈ હતી.

Lalu Yadav

સુત્રો દ્વારા સામે આવેલી માહિતી અનુસાર, સીબીઆઈ પાસે પ્રશ્નોની લાંબી યાદી હતી. સીબીઆઈએ આ પૂછપરછનો વીડિયો પણ બનાવ્યો છે. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત સીબીઆઈએ મીસા ભારતીની પણ પૂછપરછ કરી છે. એક દિવસ પહેલા સોમવારે સીબીઆઈએ લાલુની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની પટનામાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

CBIએ IRCTC કૌભાંડને લઈને બીજા રાઉન્ડની પૂછપરછમાં સોમવારે પટનામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કર્યા બાદ હવે તપાસ એજન્સીએ લાલુ યાદવની દિલ્હીમાં પૂછપરછ કરી છે. આ પૂછપરછ મીસા ભારતીના ઘરે થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈ દ્વારા પુછપરછનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. સીબીઆઈએ આરજેડી ચીફ પાસેથી લગભગ 32 સવાલોના જવાબ માંગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બીજા રાઉન્ડની પ્રથમ ઇનિંગમાં મીસા ભારતીથી પણ પૂછપરછ કરવામાં આવી.

સોમવારે સીબીઆઈ તપાસ બાદ રાબડી દેવીએ કહ્યું કે, અમારી પાસેથી કંઈ મળશે નહીં. સીબીઆઈની વારંવારની પૂછપરછ અંગે તેમણે કહ્યું કે, અહીંથી બધું ચાલતુ રહે છે. તેમણે કહ્યું કે અમારી જગ્યાએ અગાઉ પણ આ પ્રકારની તપાસ થઈ ચૂકી છે. આનાથી કશું થતું નથી. કશું પ્રાપ્ત થશે નહીં.

બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી અને રાબડેના પુત્ર તેજસ્વી યાદવે CBI તપાસને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ બધું અમારી જગ્યાએ દર બે મહિને થાય છે. કોઈ વાંધો નથી. આ 2024 સુધી ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X