For Quick Alerts
For Daily Alerts
લશ્કરે કસાબને આપી સલામી, ભારતને ચેતાવણી
નવી દિલ્હી, 21 નવેમ્બરઃ આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હોવાના સમાચારથી પાકિસ્તાન ભલે ચુપ થઇને બેઠું હોય, પરંતુ તેની જ જમીનનો ઉપયોગ કરી રહેલા આતંકી સંગઠને કસાબને સલામી આપી છે અને ભારતને ચેતવણી આપી છે કે લશ્કર વધુ હુમલા કરશે.
પાકિસ્તાની તાલિબાનના પ્રવક્તા ઇંસાનુલ્લાહ એહસાને કહ્યું કે તાલિબાન કસાબને પોતાનો હિરો માને છે અને કસાબ બનવું તો લશ્કરના દરેક જવાનનું સ્વપ્ન છે. પ્રવક્તાએ કહ્યું કે, સમાચાર સાંભળીને તેમને ધક્કો પહોંચ્યો છે, પરંતુ સાથે જ ફક્ર પણ મહેસૂસ થયું.
ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે ટેલિફોનિક વાતચિતમાં લશ્કરના પ્રવક્તાએ કહ્યં કે કસાબને ફાંસી આપીને ભારત સરકાર એવુંના વિચારે કે તેમણે જંગ જીતી લીધી છે, હજુ 26/11 જેવા ઘણા હુમલા થવાના છે, તેના માટે ભાજપ તૈયાર રહે.
બીજી તરફ ભારત સરકાર સરહદ પર સુરક્ષા દળોને વધારે સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. સાથે જ દેશના આતંક વિરોધી દસ્તો અને જાસૂસી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. કેન્દ્રએ તમામ રાજ્યના ગૃહ સચિવોનો સીધો સંપર્ક કરી તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે.