For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Breif of July 24: મોડલે વરિષ્ઠ IPS અધિકારી પર લગાવ્યો બળાત્કારનો આરોપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

22 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને રાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો... તેલંગણાણા મેડક જિલ્લામાં ગુરૂવારે સવારે એક મોટો અકસ્માત થયો. રેલવે ક્રોસિંગ પર સ્કુલ બસ અને ટ્રેનની ટક્કરમાં 8 સ્કુલના બાળકોના મોતન નિપજ્યાં છે. માનવ રહિત રેલવે ક્રોસિંગ પર થયેલા આ અકસ્માતમાં 16 બાળકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ મગજના તાવથી અત્યાર સુધીમાં પશ્વિમ બંગાળમાં 105ના મોત નિપજ્યાં છે.

દિલ્હી, રાજસ્થાન અને હાપૂડમાં સામૂહિક બળાત્કાર

દિલ્હી, રાજસ્થાન અને હાપૂડમાં સામૂહિક બળાત્કાર

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં દ્વારકા સેક્ટરમાં 23માં રહેતી 22 વર્ષીય એક યુવતી સાથે ચાલુ કારે બંદૂકની અણીએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી દિધી છે અને પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દિધી છે. તો બીજી તરફ રાજસ્થાનના બૂંદી ગામમાં બિમાર માંની દવા લઇને ઘરે પરત ફરી રહેલી 15 વર્ષીય કિશોરી સાથે ગામના જ બે બદમાશો સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આરોપી પીડિતાને બેભાન અવસ્થા મુકીને ભાગી ગયા હતા. આ ઘટના રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડોલી પોલીસમથક વિસ્તારની છે.

મુંબઇ: મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. મુંબઇના ધારાવી વિસ્તારમાં ગુરૂવારે એક સામૂહિક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે મુંબઇ શહેર મહિલાઓની સુરક્ષા માટે અન્ય શહેરોની અપેક્ષા સુરક્ષિત ગણવામાં આવે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંબઇના એક કોલ સેંટરમાં કામ કરનાર 40 વર્ષીય મહિલાને કેટલાક લોકોએ ચાલુ કારમાં ગેંગરેપ ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ કરી રહી છે.

જ્યારે એક અન્ય સામૂહિક બળાત્કારની ઘટનામાં લુંટારાઓએ જિલ્લાના નારાયણપુર ગામમાં 12 લુંટારાઓએ મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો, તેના પરિવાર સાથે મારપીટ કરી અને ઘરમાંથી રોકડ રકમ તથા અન્ય કિંમત સામાન ચોરી કરી હતી.

મોડલે વરિષ્ઠ IPS અધિકારી પર લગાવ્યો બળાત્કારનો આરોપ

મોડલે વરિષ્ઠ IPS અધિકારી પર લગાવ્યો બળાત્કારનો આરોપ

મુંબઇ: એમ મોડલે મુંબઇન વરિષ્ઠ પોલીસ અધિકારી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર મોડલની ફરિયાદ પર ડીઆઇજી સુનીલ પારસકર વિરૂદ્ધ માલવાની પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોતાની ફરિયાદમાં મોડલે આરોપ લગાવ્યો હતો કે પારસકરે તેમની સાથે મલાડ સ્થિત એક થ્રી સ્ટાર હોટલમાં બળાત્કાર ગુજાર્યો. પોલીસ અધિકારીએ કેસમાં કંઇપણ બતાવવાની મનાઇ કરી છે. જ્યારે મુંબઇ પોલીસના પોલીસ કમિશ્નરે આરોપોની ત્વરિત તપાસનો આદેશ આપ્યો છે.

હરિયાણામાં 'આપ' નહી લડે ચૂંટણી, નિર્ણયથી યોગેન્દ્ર યાદવ નિરાશ

હરિયાણામાં 'આપ' નહી લડે ચૂંટણી, નિર્ણયથી યોગેન્દ્ર યાદવ નિરાશ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે તે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડશે નહી. આપે બેઠક બાદ આ નિર્ણય કર્યો છે કે તે આ વખતે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડશે નહી, પાર્ટીના આ નિર્ણયથી આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદ ખુશ નથી.

બિહાર વિધાન પરિષદમાં ગાળા-ગાળી, મારામારી

બિહાર વિધાન પરિષદમાં ગાળા-ગાળી, મારામારી

12:30 PM: બિહાર વિધાન પરિષદમાં જેડીયૂ-ભાજપના સભ્યો વચ્ચે ગાળા-ગાળી અને હાથાપાઇ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સુશીલ મોદીના પ્રશ્ન પર હંગામો શરૂ થયો હતો. વિધાન પરિષદને 2:30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

પંજાબમાં રોડ અકસ્માત: 9 બાળકોને ઇજા, ડ્રાઇવરનું મોત

પંજાબમાં રોડ અકસ્માત: 9 બાળકોને ઇજા, ડ્રાઇવરનું મોત

12:00 PM: આજે સવારે પંજાબના અમૃતસર-પઠાણકોટ રોડ પર સ્કુલના બાળકોથી ભરેલી રિક્ષા અને બસ વચ્ચે ટક્કર થઇ હતી. આ ટક્કરમાં 9 બાળકોની ગંભીર પહોંચી છે. જ્યારે કહેવામાં આવે છે કે ઓટો ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

સ્કુલ બસની ટ્રેન સાથે ટક્કર, 25 બાળકોના મોત

સ્કુલ બસની ટ્રેન સાથે ટક્કર, 25 બાળકોના મોત

હૈદરાબાદ: તેલંગણાણા મેડક જિલ્લામાં ગુરૂવારે સવારે એક મોટો અકસ્માત થયો. રેલવે ક્રોસિંગ પર સ્કુલ બસ અને ટ્રેનની ટક્કરમાં 25 સ્કુલના બાળકોના મોતન નિપજ્યાં છે. માનવ રહિત રેલવે ક્રોસિંગ પર થયેલા આ અકસ્માતમાં 16 બાળકોને ઇજા પહોંચી છે.

અકસ્માત મેડક જિલ્લાના કામારેડ્ડીથી 50 કિલોમીટર દૂર થયો. સાક્ષીઓના અનુસાર બસમાં 40-50 બાળકો સવાર હતા. સવારે 9:20 મિનિટે બાળકોને સ્કુલ લઇ જઇ બસ જેવી ક્રોસિંગ પર પહોંચી નાંદેડ-હૈદરાબાદ પેસેન્જર ટ્રેન સાથે ટકરાઇ ગઇ.

'PM મોદી ભગવાન છે જે આપણને ક્યારેક જ દર્શન આપશે'

'PM મોદી ભગવાન છે જે આપણને ક્યારેક જ દર્શન આપશે'

નવી દિલ્હી: લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ ટિપ્પણી કરી બધા સભ્યોને હસવા પર મજબૂર કરી દિધા કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન છે કે તેમણે ફક્ત ક્યારેક-ક્યારેક જ આપણને દર્શન આપવા જોઇએ? મલ્લિકાર્જુન ખડગેએ આ ટિપ્પણી તે સમયે કરી જ્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમની તે ટિપ્પણી પર કટાક્ષ કર્યો કે વડાપ્રધાન અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત સદનમાં પોતાનો ચહેરો બતાવવો જોઇએ.

ઉત્તર ભારતમાં ભારે વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર

ઉત્તર ભારતમાં ભારે વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર

નવી દિલ્હી: ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ચોમાસું વરસાદના લીધે બુધવારે તાપમાન ઘણું નીચે આવી ગયું જ્યારે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ નદીઓ સપાટી વટાવી ચૂકી છે. કેન્દ્રિય જળ આયોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં શારદા અને ઘાઘરા નદીઓ કેટલાક સ્થળો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મુરાદાબાદ અને શાહજહાંના ડાબડીમાં રામગંગા તથા ફતેહગઢમાં ગંગા ખતરાના નિશાનથી આસપાસ વહી રહી છે.

મોદીના જાપાન પ્રવાસની તારીખ પર કામ ચાલુ: વિદેશ મંત્રાલય

મોદીના જાપાન પ્રવાસની તારીખ પર કામ ચાલુ: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસની તારીખને અંતિમ રૂપ આપવા માટે ભારત જાપાનની સાથે સંપર્કમાં છે. આ પહેલાં સંસદના બજેટ સત્રના લીધે તેમનો પ્રવાસ મુલત્વી રાખવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે 'બંને પક્ષ વડાપ્રધાનમંત્રી જાપનના પ્રવાસના કાર્યક્રમ પર કામ કરી રહ્યાં છે.' દ્રિપક્ષીય સંબંધોને રણનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક આધારને મજબૂત બનાવવા માટે વડાપ્રધાનમંત્રી જુલાઇની શરૂઆતમાં જ જાપાન જવાની સંભાવના હતી, પરંતુ બજેટ સત્રના લીધે પ્રવાસ ટાળી દેવામાં આવ્યો હતો.

મગજના તાવથી પ.બંગાળમાં 105ના મોત

મગજના તાવથી પ.બંગાળમાં 105ના મોત

કલકત્તા: મગજના તાવના લીધે વધુ ત્રણ લોકોના મોતની સાથે પશ્વિમ બંગાળના સાત જિલ્લામાં મરનારા લોકોની સંખ્યા વધીને બુધવારે 105 થઇ ગઇ છે. પશ્વિમ બંગાળના સ્વાસ્થ્ય સેવા નિર્દેશક બિશ્વ રંજન સત્પથીએ જણાવ્યું હતું કે 'મંગળવાર બાદથી ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ હોસ્પિટલ (એનબીએમસીએચ)માં વધુ ત્રણ લોકો મૃત્યું પામ્યા હોવાના સમાચાર આવ્યા છે.' જાન્યુઆરી બાદથી રાજ્યમાં 370થી વધુ લોકોના આ બિમારીની ચપેટ આવ્યા હોવાની જાણ થઇ છે. સત્પથીએ કહ્યું હતું કે 'મંગળવારથી 41 નવા કેસ સામે આવ્યા છે.

English summary
More than 10 students were killed when a train rammed into a school bus at an unmanned level crossing near Masaipet village of Medak district, about 60 kilometers from here on Thursday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X