• search

News In Brief: ઐતિહાસિક સિટી પેલેસમાં લાગી આગ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 24 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

  jaipur

  6.15 pm: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને આગ્રહ કર્યો છે કે તીસ્તા જળ કરાર જલદી કરવામાં આવે.

  6.00 pm: પાકિસ્તાનમાં 400 પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ.

  5.45pm: કુપવાડા મુઠભેડમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા

  5.00pm: મહારાષ્ટ્રના રાજ્યપાલ કે શંકરનારાયણનને પોતાના પદેથી આપ્યું રાજીનામું, હવે તેમની જગ્યાએ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી વધારાનો ભાર સંભાળશે.

  4.00pm: ટીચરની માર અને કપડાં ઉતરાવવાની સજાથી ગભરાયેલી વિદ્યાર્થીએ ફાંસી લગાવી કરી આત્મહત્યા.

  3.00pm: 'લવ જેહાદ'ને લઇને માહોલ ગરમ, ભાજપ પાસ કરી શકે છે પ્રસ્તાવ

  2.00pm: ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી મહારાષ્ટ્રના રાજ્યપાલનું કામ સંભાળશે. રાષ્ટ્રપતિએ જાહેર કરી અધિસૂચના.

  1.00pm: કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ, કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાની પેટ્રોલિંગ ટુકડી પર હુમલામાં એક જવાન શહીદ.

  12.00pm: જયપુરના સિટી પેલેસની અંદર સ્થિત સંગ્રહાલયમાં આજે આગ લાગી હતી. આગની તીવ્રતા ઓછી હતી અને ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી.

  11.30am: લીબિયામાં ઇસ્લામિક ચરમપંથી સંગઠનોએ શનિવારે આરોપ લગાવ્યો કે ત્રિપોલીમાં તેમના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઇ હુમલાની પાછળ સંયુક્ત અરબ અમીરાત અને મિસ્રનો હાથ છે.

  11.00am: ઇઝરાઇલ તરફથી ગાઝા પર શનિવારે કરવામાં આવેલ હુમલામાં દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં એક છ માળની ઇમારત અને એખ કોમર્સિયલ સેંટર ધ્વસ્ત થઇ ગયા.

  10.30am: ભારતીય મૂળના બે બ્રિટશ નાગરિકોને લંડનના એક માર્ગ પર એક વ્યક્તિને ચાકૂ મારીને હત્યા કરવા માટે શનિવારે આરોપિત કર્યા છે.

  10.20am: નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિયમિત દાક્તરી તપાસ માટે એઇમ્સમાં ગયા. 63 વર્ષીય મોદી સવારે સાત વાગે દેશની ટોચની મેડિકલ સંસ્થા પહોંચ્યા જ્યાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

  સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિયમિત દાક્તરી તપાસ હતી જે દર ત્રણ મહિનામાં કરવામાં આવે છે. વડાપ્રધાનની સાથે તપાસના સમયે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર હતા. સમાચાર છે કે નરેન્દ્ર મોદી રૂટીન તપાસ માટે એઇમ્સ પહોંચ્યા હતા.

  10.00am: ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસના પ્રવાસ પર જમ્મૂ પહોંચશે, આ વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી છે.

  9.45am: આગામી અઠવાડિયે થઇ શકે છે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડમાં યોજાશે ચૂંટણી.

  9.30am: મધ્ય ચિલીમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ: યૂએસજીએસ

  9.15am: જમ્મૂના આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા 25 ચોકીઓ પર ફાયરિંગ, હાર્ટ એટેકથી એમ મહિલાનું મોત

  9.00am: પૂર્વ CAG વિનોદ રાયનો સનસનીખેજ દાવો, CWG અને કોલસા ગોટાળાના આરોપીઓના નામ હટાવવા માટે UPA સરકારના સમયે દબાણ નાખવામાં આવ્યું હતું.

  8.45am: યુપીના મુરાદાબાદમાં છેડતીની ઘટના બાદ બે સમુદાયો વચ્ચે તણાવ, ભીડે પોલીસ મથક બહાર કર્યો હંગામો, વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત

  8.30am: રાંચીની મહિલા નિશાનેબાજી તારા શાહદેવે લગાવ્યો પોતાના પતિ પર ધર્મ પરિવર્તનના પ્રયત્નનો આરોપ.

  8.15am: સી-સેટને લઇને ભારે હંગામા બાદ આજે દેશભરમાં યૂપીએસસી પ્રારંભિક પરીક્ષા

  8.00am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષક દિવસના અવસર પર 5 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના બાળકોને મળશે, પીએમ વીડિયો વિડિઓ કૉન્ફ્રેંસિંગના માધ્યમથી સ્કૂલના બાળકો સાથે વાત કરશે.

  English summary
  Latest News in brief of 24 August.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more