• search

News In Breif of July 30: સાઉથમ્પટન ટેસ્ટમાં ભારત 330માં ઓલઆઉટ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  30 July : ન્યુઝ ઇન બ્રિફ

  (16.15 PM) હવામાન વિભાગે આજથી 48 કલાક માટે ગુજરાતના માથે હજી ભારે વરસાદની આગાહી કરી છે. બુધવાર બપોરથી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

  (4.00 PM) સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતનું ફોલોઓન

  સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ 330 રનમાં સમેટાઇ ગઇ છે. જેના કારણે ભારતને ફોલઓન આવ્યું છે. ઇંગ્લેન્ડ તરફથી બનાવવામાં આવેલા પહેલી ઇનિંગના 569 રનનો પીછો કરતા 330 રનમાં પેવેલિયન ભેગુ થઇ ગયું હતુ. ભારતે ચોથા દિવસની રમત 328 રનથી શરૂ કરી હતી અને ભારતના સ્કોરમાં 2 રન જોડાતા જ ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ધોની 50 અને સમી 5 રન પર આઉટ થયા છે.

  (15.45 PM) અમદાવાદમાં પાણી ઓસર્યાં, ઉઘાડ નીકળ્યો, જનજજીવન સામાન્ય થવા લાગ્યું.


  india-third-test


  (15.30 PM)
  આજે સવારે શેર બજાર રેડ ઝોનમાં ટ્રેડ થયા બાદ બપોરે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું છે. BSE સેન્સેક્સ 82.10 પોઇન્ટ વધીને 26073.33ની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે NSE નિફ્ટી 46.20 પોઇન્ટ વધી 7794.90ની સપાટીએ બંધ રહ્યો છે.

  (15.15 PM) વાસણા બેરેજમાં સપાટી 128 મીટર, બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા. 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

  (15.15 PM) ભારતની સૌથી મોટી ઓનલાઇન રિટેલર કંપની ફ્લિપકાર્ટને સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ જીઆઇસીએ તપથી રૂપિયા એક અબજ એટલે કે અંદાજે રૂપિયા 6,000 કરોડનું ફંડ મળ્યું છે.

  સંસદની કેંટીનનું ખાઇને બિમાર પડ્યા જયા બચ્ચન અને રામગોપાલ યાદવ

  (15.0 0 PM): નવી દિલ્હી: રાજ્યસભામાં સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ અને તેમની જ પાર્ટીની સભ્ય જયા બચ્ચન ગત દિવસો સંસદની કેંટીનનું ભોજન કર્યા બાદ તબિયત ખરાબ થઇ હોવાનો મુદ્દો ઉઠ્યો, જેના પર વિભિન્ન પક્ષોના સભ્યોએ ઉંડી ચિંતા વ્યક્ત કરી તો સરકારે આ મુદ્દે કેન્ટીનના અધિકારી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન અપાવ્યું.

   ગડકરીના ઘરે જાસૂસીના સમાચાર પાયાવિહોણા: રાજનાથ સિંહ
  (14.45 PM): સરકારે આજે આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને નિરાધાર ગણાવ્યા કે રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીના ઘરે કોઇ જાસૂસી ઉપકરણો મળ્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતાં બંને સદનોમાં આપેલા નિવેદનમાં આ સમાચારોને ખોટા ગણાવ્યા કે ગડકરીના ઘરેથી જાસૂસી માટે કોઇ ઉપકરણ લગાવ્યા છે કે કોઇ ઉપકરણ મળ્યા છે.

  (14.10 PM) અમદાવાદના ચમનપુરામાં પીવાના પાણીની મુશ્કેલી, પાણી અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું, પેકેટ્સ મેળવવા માટે પડાપડી.

  પુણે: જમીન ધસી પડતાં આખુ ગામ દટાયું, 2ના મોત

  (13.45 PM): મહારાષ્ટ્રના પુણેની પાસે ભીમાશંકર જ્યોતિર્લિંગથી 30 કિલોમીટર દૂર જમીન ધસી પડતાં માલિન નામનું આખું ગામ દટાઇ ગયું છે. આ કાટમાળમાં લગભગ 40 ઘરો દટાયા હોવાની આશંકા છે. આ અકસ્માત સવારે છ વાગ્યાની આસપાસ સર્જાયો હતો.

  દટાયેલા ઘરોના કાટમાળમાં 100-150 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધી બે લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે. ગામ દૂર પહાડી વિસ્તારમાં હોવાથી પોલીસ અને વહિવટીતંત્રને ઘટનાસ્થળ પર પહોંચવામાં સમસ્યા આવી રહી છે પરંતુ હવે સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

  (13.15 PM) મહેસાણાના કડીમાં આભ ફાટ્યું. મંગળવારે રાત્રે 1 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો.

  (12.45 PM) વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટની ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી, અનેક ફ્લાઇટ રદ થતાં મુસાફરોની મુશ્કેલી વધી.

  (12.35 PM) મધુવન ડેમમાં 10 દરવાજા ખોલાયા. સાંજે 5 વાગે 2 લાખ ક્યુસેક પાણી છોડાય તેવી શક્યતા. વાપી, દમણ અને દાદરાનગર હવેલીને સીધી અસર.

  (12.25 PM) ગુજરાતના વલસાડમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  (12.15 PM) અમદાવાદ જિલ્લામાં વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. ધોળકા ધંધુકાના 40 ગામોમાં એલર્ટ. દાદરા નગર હવેલીમાં 48 કલાકની ચેતવણી.

  (10.30 AM) L&T શેરોમાં તેજી

  L&T કંપનીના વિનિવેશ અને કેટલોક હિસ્સો વેચવાને કારણે થયેલી આવકમાં બમણો વધારો થતા કંપનીની શેર્સમાં 6 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.

  10:30 AM: ખીણમાં પડી રોડવેઝ બસ, 21ના મોત

  શિમલા: હિમાચલ પ્રદેશની પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. રોડવેઝની બસ ખીણમાં પડી ગઇ છે. શિમલા જિલ્લામાં એક બસ ઉંડી ખીણમાં પડી જતાં તેમાં સવાર લગભગ 21 લોકોના મોત નિપજ્યાં છે તથા અન્ય ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી છે. એક અન્ય રોડ અકસ્માતમાં 48 લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

  roadaccident

  (9.37 AM) કાનપુરઃ જ્યોતિ મર્ડર કેસઃ પતિએ સ્વીકાર્યો ગુનો
  કાનપુર જ્યોતિ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જ્યોતિના પતિ પિયૂષ હત્યાનો આરોપ સ્વીકારી લીધો છે,આ સાથે જ એ પણ જાણવા મળ્યું છેકે, પિયૂષે ડ્રાઇવરની મદદથી પોતાની પત્ની જ્યોતિની હત્યા કરાવી હતી. પોલીસ સૂત્રો અનુસાર પિયૂષના પોતાની ઘરની નજીક રહેતી એક યુવતી સાથે સંબંધો હતા.

  (9.20 AM) મુંબઇ શેરબજારની ફ્લેટ શરૂઆત
  આજે સવારે મુંબઇ શેરબજારની ફ્લેટ શરૂઆત થઇ હતી. માર્કેટ શરૂ થયાની થોડી મીનિટોમાં BSE સેન્સેક્સ 4.41 પોઈન્ટ વધીને 25995.64 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.40 પોઈન્ટ વધીને 7,749.10 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

  jyoti-murder

  (8.30 AM) ભારતીય કુશ્તિબાજોએ લગાવી સુવર્ણ પદકની હેટ્રિક
  ભારતીય કુશ્તિબાજોએ સુશીલ કુમારની આગેવાની હેઠળ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તિ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ પદક જીત્યા છે. જ્યારે શૂટિંગમાં અંતિમ દિવસે ભારતના ખાતામાં પાંચ પદક આવ્યા છે. આ સાથે જ ભારતના કૂલ પદક 35 છે, જેમાં 10 સુવર્ણ, 15 રજત અને 10 કાંસ્ય છે. જે થકી ભારત પદક તાલિકામાં પાંચમા સ્થાને આવી ગયું છે.


  (8.15 AM) ભારત સામે ફોલઓનનો ખતરો

  ઇંગ્લેન્ડ વિરુદ્ધ રોજ બોઉસ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ભારતે આઠ વિકેટ ગુમાવીને 323 રન બનાવી લીધા છે. ભારત પહેલી ઇનિંગના આધારે હજુ પણ 246 રન પાછળ છે અને ફોલઓન ટાળવા માટે ભારતને 46 રનોની જરૂર છે. મહેન્દ્ર સિંહ ધોની 50 જ્યારે મહોમ્મદ સમી 4 રન સાથે મેદાનમાં છે.

  (8.00 AM) RSS સાથે જોડાયેલા સંગઠનોએ કર્યો જીએમ પાકોનો વિરોધ
  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા બે સંગઠનોએ પર્યાવરણ મંત્રી પ્રકાશ ઝાવડેકર સાથે મુલાકાત બાદ દાવો કર્યો છેકે, જૈવ પ્રાદ્યોગિકી નિયામક એજન્સી, જીઇએસી દ્વારા સ્વીકૃત કેટલાક અનુવાંશિક રીતે સંશોધિત(જીએમ) પાકોના ખેતરોમાં પરીક્ષણ પર રોક લગાવી દીધી છે, જ્યારે બીજી તરફ સરકારે કહ્યું છેકે, આ અંગે હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓએ પર્યાવરણ મંત્રી પ્રકાશ ઝાવડેકર સાથે મુલાકાત કરીને ઘઉં, રિંગણા અને કપાસની કેટલીક જીએમ પ્રજાતિઓના ખેત પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

  English summary
  Wrestlers Sushil, Amit, Vinesh win gold, India bag 8 medals on Day 6

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more