બેટી બચાવો અભિયાનઃ કપીલ-સુનિધીએ લોન્ચ કર્યુ સોંગ
દેશભરમાં બેટી બચાવો અભિયાનને મહત્વ આપવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં ગુજરાત અને મધ્યપ્રદેશ બેટી બચાવો અભિયાનમાં સફળ નીવડ્યા છે, ત્યારે કેન્દ્ર દ્વારા પણ ખાસ પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ વખતે તેમાં બોલિવુડનો પર સથવારો તેમને મળ્યો છે. જેનો તાજો પુરાવો બેટીયાં કરીને જે સોંગ લોન્ચ કરવામાં આવ્યું તે છે. આ સોંગમાં બોલિવુડના ટોચના મ્યૂઝીક ડિરેક્ટર્સ, અભિનેતા, અભિનત્રીઓ, ગાયકોનો જમાવાડો છે.
જો કે, સેવ ધ ગર્લ ચાઇલ્ડના મેસેજ સાથે તૈયાર કરવામાં આવેલા આ બેટીયાં સોંગની અન્ય એક ખાસ વાત હોય તો તે એ છે કે આ ગીતમાં કેન્દ્રીય મંત્રી કપિલ સિબલ પણ જોવા મળવાના છે. જેનું લોન્ચિંગ આજે તેમની અને અન્ય બોલિવુડ સાથે જોડાયેલી હસ્તીઓની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ તકે કપિલ સિબલની સાથે જાણીતી ગાયિકા સુનિધી ચૌહાણ પણ હાજર રહ્યાં હતા. તો ચાલો લોન્ચિંગ વેળાની તસવીરો સાથે જાણીએ આ સોંગ સાથે જોડાયેલી કેટલીક બાબતો.

સિબલ સાથે 20 બોલિવુડ સેલિબ્રિટી
બેટી બચાવો અભિયાન માટે તૈયાર કરવામાં આવેલા આ સોંગમાં કેન્દ્રિય મંત્રી કપિલ સિબલની સાથે 20 બોલિવુડ સેલિબ્રિટીઓ જોવા મળશે, જે દેશને સેવ ગર્લ ચાઇલ્ડનો સંદેશો દેશભરમાં વહેતો કરશે.

કોણ કોણ છે આ સોંગમાં
બેટી બચાવો અભિયાનમાં કપિલ સબિલ સાથે આ સોંગમાં અજય દેવગણ, હેમા માલિની, સોનાક્ષી સિન્હા, શિલ્પા શેટ્ટી, સુશ્મિતા સેન, નાગાઅર્જુના, રાકેશ મહેરા, જ્હોન અબ્રાહમ, શંકર અહેસાન લોય, સુનિધી ચૌહાણ સહિતની હસ્તીઓ જોડાઇ છે.

સિબલે લખ્યું છે સોંગ
મ્યૂઝીક ડિરેક્ટર નિખિલ કામથે જણાવ્યા પ્રમાણે બેટી બચાવો અભિયાન માટે તૈયાર કરાયેલા ગીતને લખવામાં રાજકારણી કપિલ સિબલે પણ મદદ કરી છે. જ્યારે તેઓ આ ગીત અંગે શીખી રહ્યાં હતા ત્યારે તેઓએ આ ગીતનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમણે આ ગીત માટેની કેટલીક લાઇન લખી હતી.

કપિલ સિબલ લખેલી લાઇન
કેન્દ્રિય મંત્રી કપિલ સિબલે કંઇક આ લાઇન લખી છે, ' લડકે કી તરહ લડકી મુઠ્ઠી બંધ કર કે પૈદા હોતી હે, લડકે કી તરહ લડકી મા કી કોક મે પલતી હે, મા કી કોક મેં કિસ્મત ઉસકી ક્યુ મિટાઇ જાતી હે.'

નથી લેવાઇ ફી
નોંધનીય છે કે સમાજમાં સંદેશો ફેલાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા મ્યુઝીક વીડિયો માટે કોઇ ચાર્જ લેવામાં આવ્યો નથી. આ વીડિયોને રાજીવ વાલિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે.

હળવી પળો
બેટી બચાવો અભિયાન પરના સોંગના લોન્ચિંગ વખતે કપિલ સિબલ અને સુનિધી ચૌહાણે હળવી પળો માણી હતી.

સોંગનું લોન્ચિંગ
બેટિયાં સોંગના લોન્ચિંગ વખતે ઉપસ્થિત રહેલા કપિલ સિબલ, પોમિલા સિબલ અને સુનિધી ચૌહાણ સહિતની સેલિબ્રિટી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
