For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અમેરિકનોના અસાધારણ યોગદાન દર્શાવતી #DiasporaDiplomacy સીરિઝનો આરંભ

ચેન્નઈના અમેરિકી કૉન્સ્યુલેટ જનરલ ભારતીય અમેરિકી એરોસ્પેસ એન્જિનિયર ડૉ. સ્વાતિ મોહન સાથે બુધવાર 28 જુલાઈએ સાંજે સાત વાગે એક વર્ચ્યુઅલ વાતચીત કરીને એક #DiasporaDiplomacy સીરિઝ શરૂ કરશે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈના અમેરિકી કૉન્સ્યુલેટ જનરલ ભારતીય અમેરિકી એરોસ્પેસ એન્જિનિયર ડૉ. સ્વાતિ મોહન સાથે બુધવાર 28 જુલાઈએ સાંજે 7 વાગે એક વર્ચ્યુઅલ વાતચીત કરીને એક #DiasporaDiplomacy સીરિઝ શરૂ કરશે. ડૉ. સ્વાતિ મોહન નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)ખાતે માર્ગદર્શન, નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરીંગ ગ્રુપ સુપરવાઈઝર છે. તેમણે નાસા માર્સ 2020 મિશન માટે માર્ગદર્શન, નેવિગેશન અને નિયંત્રણ સંચાલન કર્યુ હતુ. #DiasporaDiplomacy સીરિઝના માધ્યમથી ચેન્નઈના અમેરિકી કૉન્સ્યુલેટ જનરલ પ્રમુખ ભારતીય અમેરિકીઓને તેમની આખી જર્ની અને અમેરિકા-ભારતના સંબંધોને આગળ વધારવામાં તેમની ભૂમિકા વિશે વાત કરવા માટે રજૂ કરશે.

US-INDIA

આ સીરિઝ અમેરિકી વેપાર, શિક્ષણ, ઈનોવેશન, આરોગ્ય અને વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય અમેરિકી સમુદાયના અસાધારણ યોગદાનને પણ પ્રકાશમાં લાવશે. ચેન્નઈના અમેરિકી કૉન્સ્યુલ જનરલ જૂડીથ રવિન આ સીરિઝને લૉન્ચ કરશે. તેમણે જણાવ્યુ કે, 'ચાર મિલિનયથી વધુ અમેરિકીઓના મૂળ ભારતમાં છે. આ ડાયાસ્પોરા અમેરિકા અને ભારત વચ્ચે રાજકીય, આર્થિક અને સામાજિક સંબંધો વધારવા અને મજબૂત કરવા માટેનુ શક્તિશાળી એન્જિન છે.' ડૉ. સ્વાતિ મોહન કાર્યક્રમ દરમિયાન ભારતના સંયુક્ત રાષ્ટ્ર સ્પેસ4વુમન નેટવર્ક મેન્ટર દીપાના ગાંધી અને અન્ય વિદ્યાર્થીઓ, પત્રકારો અને અંતરિક્ષ ઉત્સાહી લોકો સાથે વાતચીત કરશે. તેઓ મંગળ રોવર મિશન, તેમના ભારતીય અમેરિકન મૂળ, તેમનુ યુએસ ઉચ્ચ શિક્ષણ અને તેમની STEM(વિજ્ઞાન, ટેકનોલૉજી, એન્જિનિયરીંગ અને ગણિત)માં મહિલાઓની ભૂમિકા પર તેમના દ્રષ્ટિકોણ વિશે ચર્ચા કરશે.

તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે https://statedept.zoomgov.com/webinar/register/WN_Zh6CxJU7QyugRH3gJ9FlEg આ લિંક પર જઈ રજિસ્ટ્રેશન કરી શકો છો. આ કાર્યક્રમને યુએસ કૉન્સ્યુલેટ જનરલ, ચેન્નઈના ફેસબુક પેજ https://www.facebook.com/chennai.usconsulate/ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. દર્શકોને કાર્યક્રમ દરમિયાન કમેન્ટ બૉક્સમાં પોતાના પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પસંદ કરેલ પ્રશ્નોના ઉત્તર ડૉ. સ્વાતિ મોહન દ્વારા આપવામાં આવશે. #DiasporaDiplomacy સીરિઝનો બીજો કાર્યક્રમ 18 ઓગસ્ટના રોજ ગ્રેમી-નોમિનેટેડ ભારતીય અમેરિકન સિંગર પ્રિયા દર્શીની દ્વારા એક વર્ચ્યુઅલ મ્યૂઝિક કૉન્સર્ટ કાર્યક્રમ હશે. 19 ઓગસ્ટના રોજ પ્રિયા અને તેમની ટીમ ઉભરતા મ્યૂઝિશિયન માટે વર્ચ્યુઅલ વર્કશૉપનુ આયોજન કરશે.

સુંદર પિચાઈ, સુનીતા વિલિયમ્સ, વિવેક મૂર્તિની જેમ સ્પેલિંગ બી જીતવાથી લઈને, અમેરિકાની અમુક મોટી કંપનીઓ ચલાવવા સુધી, ફેડરલ ગવર્મેન્ટમાં ટેબલ પર એક અવાજ રાખવા સુધી ભારતીય અમેરિકનો અમેરિકામાં યોગદાન કરે છે. તેમની સફળતાનુ રહસ્ય શું છે? #DiasporaDiplomacy સીરિઝ વાતચીતના માધ્યમથી અમેરિકાના બહુસાંસ્કૃતિક તાણાંવાણાંમાં ભારતીય અમેરિકનોની ઓળખ, સિદ્ધિઓ વિશે જણાવશે અને તેની ઉજવણી કરશે. વિવિધ ક્ષેત્રોમાંથી ભારતીય અમેરિકન અચીવર્સને વ્યક્તિગત અને સામૂહિક સિદ્ધાંતો દ્વારા અમેરિકાના વચનને પ્રકાશિત કરતી તેમની મુસાફરી વિશે વાત કરવા માટે અતિથિ વક્તા તરીકે બોલાવવામાં આવશે. વેપાર, શિક્ષણ, રાજકારણ, અંતરિક્ષ, કલા અને સિવિલ સોસાયટીમાં ભારતીય અમેરિકન સમુદાયના અસાધારણ યોગદાનને પ્રકાશમાં લાવવા યુએસ ઈન્ડિયા મિશનમાં શામેલ થાવ.

English summary
Launch of #DiasporaDiplomacy Series highlighting the extraordinary contributions of Indian Americans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X