For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઈન સુનાવણી વખતે ટી શર્ટ પહેરી બેડ પર સૂતા જણાયા વકીલ, સુપ્રીમ કોર્ટે ઝાટક્યા

સુ્પ્રીમ કોર્ટમાં ડિજિટલ સુનાવણી દરમિયાન એક વકીલ ટી-શર્ટ પહેરેલા દેખાયા. જેના પર કોર્ટે તેમને ઝાટક્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે સરકારે બધી અદાલતોને માર્ચમાં જ બંધ કરી દીધી હતી. આ દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જરૂરી કેસોની સુનાવણી થાય છે. હવે સુ્પ્રીમ કોર્ટમાં ડિજિટલ સુનાવણી દરમિયાન એક વકીલ ટી-શર્ટ પહેરેલા દેખાયા. જેના પર કોર્ટે તેમને ઝાટક્યા છે. સાથે જ બધા વકીલોને પણ ભવિષ્યમાં આમ ન કરવાની સલાહ આપી છે.

SC

વાસ્તવમાં હરિયાણાના રેવાડીની એક પારિવારિક અરજી કોર્ટમાં પેન્ડીંગ છે. જેને બિહારના જહાનાબાદની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી પરસુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન એક વકીલ ટી શર્ટ પહેરીને બેડ પર સૂતા જણાયા. જેના પર કોર્ટે વાંધો દર્શાવ્યો. સાથે જ વકીલને શિષ્ટાચારનુ પાલન કરવાની સલાહ આપી. કોર્ટે કહ્યુ કે વર્તમાન સમયમાં આખી દુનિયા કોરોના મહામારીના કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. એવામાં કોર્ટને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરવી પડી રહી છે. આ દરમિયાન વકીલોનુ ટીશર્ટ પહેરીને કોર્ટમાં રજૂ થવુ યોગ્ય નથી.

કોર્ટે કહ્યુ કે બધા વકીલોએ ઑનલાઈન સુનાવણી દરમિયાન શિષ્ટાચારનુ પાલન કરવુ જોઈએ. સાથે જ વકીલોએ આવી તસવીર બતાવવાથી બચવુ જોઈએ. કોર્ટની ફટકાર બાદ વકીલે માફી માંગી, જેને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટે સ્વીકારી લીધી. આ રીતનો આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા રાજસ્થાનની હાઈકોર્ટમાં પણ આવી ઘટના બની ચૂકી છે. જ્યાં એક કેસની વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન વકીલ બનિયાન પહેરીને કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જેના પર ન્યાયાધીશે વાંધો દર્શાવ્યો હતો.

સોલવન્ટ પ્લાન્ટમાં લાગી આગ, ફાયર સેફ્ટી ન હોવાથી આખી ફેક્ટરી આગમાં લપેટાઈસોલવન્ટ પ્લાન્ટમાં લાગી આગ, ફાયર સેફ્ટી ન હોવાથી આખી ફેક્ટરી આગમાં લપેટાઈ

English summary
Lawyer appears in t-shirt during supreme court online hearing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X