For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા કાનૂનઃ રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષી દળના નેતા, સોનિયાએ કહ્યું- આગ વધુ ફેલાવવાનો ડર છે

નાગરિકતા કાનૂનઃ રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષી દળના નેતા, સોનિયાએ કહ્યું- આગ વધુ ફેલાવવાનો ડર છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને મળી તેમને નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ અંગેની માહિતીથી અવગત કર્યા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે આ કાનૂન દેશના ભાગલા પાડનારો છે. એવામાં આ કાનૂન પાછો લેવો જોઈએ.

citizenship amendment act

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ કહ્યું કે પૂર્વોત્તરની જે સ્થિતિ બની ગઈ છે તે હવે દેશભરમાં દેખાઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પણ હાલાત ઠીક નથી. બહુ ગંભીર સ્થિતિ છે, અમને ડર છે કે આ આગ વધ ફેલાઈ શકે છે. પોલીસે પ્રદર્શન કરતા લોકો સાથે જેવા પ્રકારનો વર્તાવ કર્યો, તે પણ ઠીક નથી. જામિયામાં પોલીસે બાળકોને હોસ્ટેલથી ખેંચીં ખેંચીને માર્યા છે, સરકાર બધાનું મોઢું બંધ કરવા માંગી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યું કે આ કાનૂને દેશને સળગાવવાનું કામ કર્યું છે. દેશનો એકેય ભાગ એવો નથી જ્યાં પ્રદર્શન ના થઈ રહ્યાં હોય પરંતુ સરકારને આ અંગે કંઈ ચિંતા જ નથી. અમે આ તરફ રાષ્ટ્રપતિનું ધ્યાન દોર્યું છે.

કોંગ્રેસ સિવાય રાજદ, ટીએમસી, ડીએમકે, લેફ્ટ, સપા, અને બીજા વિપક્ષી દળોના નેતા આ પ્રતિનિધિ મંડળમાં સામેલ રહ્યા. સપા સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે જે દેશના દુશ્મ ઈચ્છે છે તેજ આ સરકાર પણ ઈચ્છી રહી છે. આ સરકાર દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. એવામાં રાષ્ટ્રપતિ કાનૂન પરત લેવા કહે.

ટીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે આ કાનૂન દેશને સળગાવી રહ્યો છે, અમે રાષ્ટ્રપતિ સમક્ષ આ તરફ ધ્યાન દોરવાની દરખાસ્ત કરી છે. આ કાનૂનને પગલે જેવી રીતે દેશમાં અવ્યવસ્થા ફેલાણી છે તે બધાની સામે જ છે પરંતુ સરકારે આંખ આડા કાન કરી રાખ્યા છે.

ગત અઠવાડિયા નાગરિકતા સંશોધન એક્ટ 2019 સદનમાં પાસ થયો છે. આ કાનૂનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ હિન્દુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના શરણાર્થીઓના નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. નાગરિકતા કાનૂનનો દેશના લગભગ દરેક ભાગમાં વિરોધ થઈ રહ્યો છે. આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં ગત એક અઠવાડિયાથી જનજીવન અસ્તવ્યસ્ત છે. તો દેશના અન્ય ભાગોમાં પણ પ્રદર્શન થયાં છે. દિલ્હી, બંગાળ સહિત અન્ય કેટલાય ભાગોમાં હિંસા પણ થઈ છે. જ્યારે દેશની મોટાભાગની વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ પણ આ કાનૂનનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.

નાગરિકતા સંશોધન એક્ટના વિરોધને લઇને ગૃહ મંત્રાલયે જારી કરી એડવાઇઝરીનાગરિકતા સંશોધન એક્ટના વિરોધને લઇને ગૃહ મંત્રાલયે જારી કરી એડવાઇઝરી

English summary
Leader of Opposition meets President over citizenship amendment act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X