Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નેતાઓને મેણાં મારીને મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે 64 વર્ષના થઇ ગયા છે. વડાપ્રધાન મનમોહન સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, જાણીતી ગાયિકા લતા મંગેશકર, બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત સહિત કેટલીક મશહૂર હસ્તીઓએ નરેન્દ્ર મોદીને જનદિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ નેતા નીતિશ કુમારે પણ નરેન્દ્ર મોદીનું નામ સુદ્ધાં લીધુ ન હતું.

પત્રકારોએ જ્યારે નીતિશ કુમારને નરેન્દ્ર મોદીના જન્મ દિવસ વિશે જાણકારી આપી તો તેમને જોઇ જવાબ આપ્યો નહી અને ચુપચાપ કારમાં બેસીને જતા રહ્યાં. કોંગ્રેસ નેતા રશિદ અલ્વીએ પણ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા તો પાઠવી પરંતુ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો.

વામપંથી નેતા અતુલ અંજાને કહ્યું હતું કે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જેડીયૂ નેતા કેસી ત્યાગીએ પણ નરેન્દ્ર મોદીને શુભેચ્છા તો પાઠવી પરંતુ તેમના વડાપ્રધાન ન બનવાની પ્રાર્થના કરી હતી. અતુલ ત્યાગીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું પરંતુ સાથે એ પણ પ્રાર્થના કરું છે કે તે ક્યારેય દેશના વડાપ્રધાન ન બને.

નરેન્દ્ર મોદીએ મેળવ્યા માતાના આર્શિવાદ

નરેન્દ્ર મોદીએ મેળવ્યા માતાના આર્શિવાદ

નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર સૌથી પહેલાં માં હીરાબાના આર્શિવાદ મેળવ્યા હતા. તે માતા આર્શિવાદ મેળવવા માટે નાના ભાઇ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા. હીરાબાએ નરેન્દ્ર મોદીને એક પુસ્તક ભેટમાં આપ્યું અને થોડા પૈસા પણ આપ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માતાના આર્શિવાદ સૌથી મોટા હોય છે. લોકોના આર્શિવાદ નિષ્ફળ નહી જાય. આર્શિવાદ અને શુભેચ્છાઓથી મને મારા કામમાં આગળ વધવાની તાકાત મળશે. હું બધાને તેમના પ્રેમ અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ આપું છું. 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા પૂજા થાય છે. આજે શ્રમ અને શ્રમિકોની ગરીમાનો દિવસ છે. 17 સપ્ટેમ્બરના રોજ સરદાર પટેલે હૈદ્વાબાદને આઝાદ કરાવ્યું હતું, હું તેમના પ્રત્યે સન્માન પ્રકટ કરું છું.

બર્થ ડે પર બન્યું મોદીના ફોટાવાળું ઝાડ

બર્થ ડે પર બન્યું મોદીના ફોટાવાળું ઝાડ

નરેન્દ્ર મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમના સમર્થકોએ ખાસ તૈયારીઓ કરી છે. જામનગરમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળા ખાસ ઝાડ બનાવવામાં આવ્યા છે. તેમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પ્રાર્થના કરવામાં આવી. નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભાજપ દિલ્હીમાં ચુંટણી અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ ચુંટણી અભિયાનની શરૂઆત કરશે. તાલકટોરા સ્ટેડિયમમાં એક રેલી રાખવામાં આવી હતી. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી, દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ વિજય ગોયલ સહિત ભાજપના કેટલાક અન્ય નેતા રેલીને સંબોધિત કરશે.

નરેન્દ્ર મોદી નહી છોડે મુખ્યમંત્રીનું પદ

નરેન્દ્ર મોદી નહી છોડે મુખ્યમંત્રીનું પદ

નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વિદ્યાર્થીઓના એક સમૂહને વાયદો કર્યો હતો કે તે 2017 સુધી ગુજરાતની સેવા કરશે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ સંઘ અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી પોતાનો વાયદો પૂરો કરે અને મુખ્યમંત્રીનું પદ નહી છોડે.

ઉપ મુખ્યમંત્રી નિમવાની કોઇ જરૂરિયાત નથી

ઉપ મુખ્યમંત્રી નિમવાની કોઇ જરૂરિયાત નથી

સંઘ અને ભાજપના અધ્યક્ષે નિર્ણય કર્યો છે કે નરેન્દ્ર મોદીને ઉપ મુખ્યમંત્રી નિમવાની કોઇ જરૂરિયાત નથી. જ્યાં સુધી ચુંટણી યોજાઇ જતી નથી ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ પોતાની જવાબદારીમાં કાપ મૂકવો ન જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘ અને ભાજપા અધ્યક્ષ ગુજરાતમાં બીજો પાવર સેન્ટર ઉભો કરવા માંગતા નથી કારણ કે તેનાથી નરેન્દ્ર મોદીની પોજિશન નબળી પડી શકે છે.

ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નહી રહે

ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નહી રહે

સંઘે નિર્ણય કર્યો છે કે નરેન્દ્ર મોદી ના તો ગુજરાત છોડશે અને ના તો તે પોતાના ડેપ્યુટી નિમશે. વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા બાદ આ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદી કાં તો મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અથવા ઉપ મુખ્યમંત્રી નિમશે જેથી ગુજરાતમાં સરકાર વ્યવસ્થિત ચાલી શકે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ચુંટણી અભિયાન સમિતિના પ્રમુખનું પદ છોડી દેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X