Leak Video : હોટલના કર્મચારીને મોડેલ પૂજા મિશ્રાએ થપ્પડ મારી!
ડ્રામા ક્વીનના નામે ઓળખાતી જાણીતી મોડેલ પૂજા મિશ્રાનો એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સાફ સાફ જોવા મળે છે કે કેવી રીતે પૂજા મિશ્રા એક હોટલના કર્મચારી સાથે તૂ તૂ મેં મેં કરી રહી છે અને તેની સાથે લડી રહી છે.

જો કે આ ઝગડા કયા કારણો સર થયો હતો તે વાત તો સામે નથી આવી. પણ પૂજા મિશ્રાએ ઝગડતા ઝગડતા હોટેલના એક સ્ટાફને થપ્પડો પણ મારી હતી. વીડિયોમાં તમે જુઓ તો હોટલ કર્મચારીથી પૂજાએ ધક્કામુક્કી પણ કરી હતી.
વીડિયો જોઇને લાગી રહ્યું છે કે પૂજા મિશ્રા હોટલમાંથી નિકળવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે હોટલે ના કર્મચારીઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે બાદ પૂજાએ તેમની જોડે હાથાફાઇ કરી હતી. ત્યારે મોડેલ પૂજા મિશ્રાના આ હાઇ વોલ્ટેઝ ડ્રામાને જુઓ નીચેના આ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
