For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સિંગ: સરકાર લાવશે નવો કાયદો, દરેક રમત આવરી લેવાશે

|
Google Oneindia Gujarati News

kapil sibal
નવી દિલ્હી, 25 મે : કેન્દ્રીય સૂચના અને ટેકનોલોજી મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે ક્રિકેટમાં ફિક્સિંગ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર નવો કાયદો લાવવા જિ રહી છે. આ કાયાદા હેઠળ ક્રિકેટ સહિત બધી રમત આવરી લેવામાં આવશે. સિબ્બલ પાસે કાનૂન મંત્રાલયનો વધારાનો કાર્યભાર છે.

એક પત્રકાર સમ્મેલનમાં કપિલે જણાવ્યું કે કડક કાનૂનથી જ ફિક્સિંગ પર પ્રતિબંધ લગાવી શકાશે. તેમણે જણાવ્યું કે ફિક્સિંગ પર પ્રતિબંધ માટે એટર્ની જનરલે પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. એટર્ની જનરલે આઇપીસીમાં ફેરફારના સ્થાને નવો કાયદો બનાવવાની માંગ કરી છે. સિબ્બલે કહ્યું કે કડક કાનૂન માટે વિપક્ષ પણ સરકાર સાથે છે જે સારી બાબત છે. તેમણે જણાવ્યું કે નવો કાયદો ખેલાડી કોર્પોરેટ અને બુકીઝ બધાની પર લાગુ પડશે.

સિબ્બલે કહ્યું કે સરકાર કરોડો રમતપ્રેમિયોની ભાવનાને ઠેસ નહી પહોંચવા દે. આ નવો કાયકો ક્રિકેટ સહિત અન્ય રમતો પર પણ લાગુ પડશે અને સાથે તેમણે કહ્યું કે તેઓ હાલમાં બીસીસીઆઇ પર કોઇ ટિપ્પણી નહી કરે.

ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગ મામલામાં બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનીવાસનના જમાઇ મયપ્પનની ધરપકડ બાદ સિબ્બલનું આ નિવેદન આવ્યું છે. એજ મામલામાં શ્રીનીવાસન પર રાજીનામાનું દબાણ વધતું જઇ રહ્યું છે.

English summary
The union government will soon bring stand-alone legislation to deal with malpractices in sports, Law Minister Kapil Sibal said Saturday. "We have decided to enact stand-alone legislation to deal with unfair practices in sports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X