For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેહમાં પત્રકારોને લાંચ, ભાજપ નેતાઓ પર એફઆઈઆર ફાઈલ કરાવવાની તૈયારી

જમ્મુ કાશ્મીરમાં ભાજપ નેતાઓ પર આરોપ લાગ્યો હતો કે તેમણે પાર્ટી પક્ષમાં રિપોર્ટ લખવા માટે લેહમાં મીડિયાકર્મીઓને નોટોથી ભરેલા કવર આપ્યા હતા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ભાજપ નેતાઓ પર આરોપ લાગ્યો હતો કે તેમણે પાર્ટી પક્ષમાં રિપોર્ટ લખવા માટે લેહમાં મીડિયાકર્મીઓને નોટોથી ભરેલા કવર આપ્યા હતા. આ આરોપો બાદ ફેક્ટ ફાઈંડિંગ કમિટીને પ્રારંભિક તપાસમાં લાંચ આપવાના આરોપ સાચા જણાતા ભાજપ નેતાઓની મુશ્કેલી વધી શકે છે. ચૂંટણી અધિકારી આ કેસમાં એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહ્યા છે.

avani lavasa

લેહની ડેપ્યુટી ઈલેક્શન ઓફિસર અવની લવાસાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યુ, 'અમે મંગળવારે પોલિસ દ્વારા કોર્ટનો સંપર્ક કર્યો. અમે લોકો આ કેસમાં એફઆઈઆર નોંધવાના નિર્દેશની રાહ જોઈ રહ્યા છે. આ કેસમાં કોર્ટમાંથી હજુ કોઈ આદેશ આવ્યો નથી.' ડેપ્યુટી ઈલેક્શન ઓફિસરે જણાવ્યુ કે ભાજપ નેતાઓ સામે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ આવી છે પરંતુ આ દંડનીય ગુનાની સીમામાં આવે છે.

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં લદ્દાખ સીટ પર મતદાન થયુ હતુ. અવની લવાસાના જણાવ્યા મુજબ પોલિસને નિર્દેશ આપવામાં આવ્યા છે કે એફઆઈઆર નોંધે અથવા ફરિયાદ કરે. ચૂંટણી અધિકારીએ જણાવ્યુ કે પોલિસે આ કેસમાં કોર્ટમાં ગયા હતા. આ કેસમાં એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ ફરિયાદો આવી છે. એક અમારા તરફથી બાકીની બે ફરિયાદો લેહ પ્રેસ ક્લબની તરફથી નોંધવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે લેહ પ્રેસ ક્લબે ચૂંટણી અધિકારી અને એસએચઓ પાસે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના, એમએલસી વિક્રમ રંધાવા સહિત ઘણા નેતાઓ પર મીડિયાકર્મીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો હતો. જો કે રવિન્દ્ર રૈનાએ આ આરોપને ફગાવી દીધા છે. તેમનુ કહેવુ છે કે જે કવર આપવામાં આવ્યા હતા તેમાં પત્રકારોને આમંત્રિત કરવા માટે ઈનવિટેશન કાર્ડ હતા. તેમના જણાવ્યા મુજબ 2000 કાર્ડ છપાવવામાં આવ્યા છે. આમાંથી અમુક મીડિયાકર્મીઓને પણ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયાઆ પણ વાંચોઃ દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા

English summary
leh press club accuses bjp to bribe journalists, poll officer for FIR against leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X