For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપડાએ આતંક મચાવી 13 લોકો પર કર્યો હુમલો, જુઓ લાઈવ Video

દીપડાના આતંકનો એક વીડિયો આસામના જોરહાટથી વાયરલ થઈ રહ્યો છે. અહીં જુઓ વીડિયો.

|
Google Oneindia Gujarati News

આસામના જોરહાટથી એક રુંવાડા ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીપડાએ ત્રણ વન કર્મચારીઓ સહિત 13 લોકોને ઘાયલ કરી દીધા. બધાને સ્થાનિક હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલમાં બધા લોકો જોખમથી બહાર છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા દીપડાના વીડિયોમાં તે કાંટાળા તારની વાડ પરથી કૂદીને કારમાં ઘૂસી ગયો હતો.

leopord

આતંક મચાવ્યા બાદ દીપડો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના એક વ્યક્તિએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આ 21 સેકન્ડના વાયરલ વીડિયોમાં દીપડાને કેમ્પસમાં ફરતો જોઈ શકાય છે. આ દરમિયાન દીપડો કાંટાળા તારની વાડ કૂદીને રોડ પર પહોંચ્યો હતો અને ત્યાં પાર્ક કરેલા વાહન સાથે અથડાઈ ગયો હતો.

એ સારુ હતુ કે ગાડીના કાચ બંધ કરી દેવામાં આવ્યા હતા. દીપડો ગમે તેમ કરીને પોતાની જાતને સંભાળીને ત્યાંથી ભાગી જાય છે. ત્યાં હાજર બીજી કારમાં બેઠેલા વ્યક્તિએ પોતાના ફોનમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 22 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 200 લાઈક્સ મળી ચૂક્યા છે. આ ઉપરાંત, આ ક્લિપ જોયા પછી વપરાશકર્તાઓ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઘટના અંગે માહિતી આપતા જોરહાટ એસપી મોહન લાલ મીણાએ જણાવ્યુ કે દીપડાના હુમલામાં ત્રણ વનકર્મીઓ સહિત 13 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલ લોકો ખતરાથી બહાર છે. તેમણે જણાવ્યુ કે આ ઘટના સોમવારે બની હતી. આ દરમિયાન દીપડાએ ઉછળકૂદ મચાવીને ચાલતી વાન પર ઝપટ મારી હતી.

English summary
Leopard attack in Jorhat, Assam, 13 persons including three forest staff were injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X