For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના હેડક્વાર્ટર પર બુલડોઝર ચલાવી દો, આખા દેશમાં દંગા અટકી જશે-AAP

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ પર હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે સમુદાયોએ એકબીજા પર ઉગ્ર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 એપ્રિલ : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ પર હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે સમુદાયોએ એકબીજા પર ઉગ્ર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પછી ભાજપ શાસિત ઉત્તરીય મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું અને જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ પર તેને રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ આ ઘટના પર ભાજપ પર કટાક્ષ કર્યો છે.

AAP

AAP એ એક પોસ્ટર બહાર પાડ્યું છે, જેના પર લખવામાં આવ્યું છે કે દેશને રમખાણોમાં ધકેલી દેનાર ભાજપ, જુદા જુદા રાજ્યો રમખાણોની આગમાં સળગી રહ્યા છે, દરેક જગ્યાએ રમખાણોનો સીધો સંબંધ ભાજપ સાથે છે. રમખાણો રોકવાનો એક જ રસ્તો છે, દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પર બુલડોઝર ચલાવો. આ પછી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "શું ભાજપ મુખ્યાલય પર બુલડોઝર ચાલવું જોઈએ"?

આ સાથે જ AAP એ ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું. અન્ય એક ટ્વિટમાં પાર્ટીએ લખ્યું કે, 2020માં દિલ્હીને સળગાવનારા અમિત શાહ અને 2022માં પણ સળગાવનારા એજ.દિલ્હીને સળગાવનાર એક જ વ્યક્તિ છે, તેના કારણે અમિત શાહના ઘર પર બુલડોઝર ચલાવવું જોઈએ. આ સાથે AAP ટ્વિટર પર #BulldozeBJPHQ નામથી અભિયાન ચલાવી રહી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે દેશભરમાં રમખાણો થઈ રહ્યા છે. બધે ગુંડાગીરી થઈ રહી છે. આ બધા રમખાણો ભાજપ કરાવી રહી છે. અમે બાંહેધરી આપીએ છીએ કે, બીજેપી હેડક્વાર્ટર પર બુલડોઝર ચલાવો, આખા દેશમાં રમખાણો અટકશે. તેમણે વધુમાં કહ્યું કે જે દિવસે અમિત શાહના ઘર પર બુલડોઝર જશે તે દિવસે આ દેશમાં રમખાણો બંધ થઈ જશે. ભાજપે તોફાનો કરાવવા માટે દેશભરમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને વસાવ્યા છે. ભાજપ યાદી આપો, કોણ ક્યાં સ્થાયી થયું? બીજેપી હવે પછીના તોફાનો ક્યાં કરાવવા જઈ રહી છે તે ખબર પડશે.

English summary
Let bulldozers run on BJP headquarters, riots will stop across country: AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X