For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ કિલ્લા હુમલો:લશ્કરના વોન્ટેડ આતંકી બિલાલ અહમદની ધરપકડ

દિલ્હી પોલીસ અને ગુજરાત એટીએસના જોઇન્ટ ઓપરેશનમાં આતંકીની ધરપકડ 17 વર્ષ પછી થઇ આતંકીની ધરપકડ આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હી પોલીસે બુધવારે સાંજે લશ્કરના વોન્ટેડ આતંકી બિલાલ અહમદ કાવાની એરપોર્ટથી ધરપકડ કરી હતી. બિલાલ અહમદ વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલ આતંકી હુમલામાં આરોપી હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે, બિલાલ અહમદને દિલ્હી એરપોર્ટથી સાંજે 6 વાગે પકડવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા એજન્સિઓ બિલાલ અહમદની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બર, 2000ના રોજ લાલ કિલ્લા પર હુમલો થયો હતો, જેમાં સેનાના 2 જવાન અને 1 નાગરિકનું મૃત્યુ થયું હતું. આ મામલે દિલ્હી પોલીસે તપાસ કરતાં ભાળ મળી હતી કે, હવાલા દ્વારા બિલાલ અહમદના ખાતામાં સાડા 29 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ જ પૈસાથી લાલ કિલ્લા પર હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

BILAL AHMED

મોહમ્મદ આરિફ નામના વ્યક્તિએ બિલાલ અહમદના ખાતામાં આ રકમ જમા કરાવી હતી, લાલા કિલ્લા હુમલામાં આ વ્યક્તિ પણ આરોપી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ પૈસા વડે જ હુમલા માટે હથિયાર ખરીદવામાં આવ્યા હતા. તપાસમાં બિલાલનું નામ સામે આવ્યા બાદ તે ગુમ થઇ ગયો હતો. ગુજરાત એટીએસના દાવા અનુસાર બિલાલ અહમદ હુમલા પછીથી કાશ્મીરમાં છુપાયેલો હતો. આ હુમલાના 17 વર્ષ પછી ગુજરાત એટીએસને જાણકારી મળી કે, બિલાલ અહમદ કાશ્મીરથી ફ્લાઇટ લઇ દિલ્હી આવનાર છે, જે પછી એટીએસ દ્વારા દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બંને ટીમોના જોઇન્ટ ઓપરેશન હેઠળ આખરે લાલ કિલ્લા પર હુમલાના 17 વર્ષ બાદ દિલ્હીથી બિલાલ અહમદની ધરપકડ કરવામાં આવી.

English summary
LeT terrorist, Bilal Ahmed Kawa arrested for alleged involvement in Red Fort terror attack in 2000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X