For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનો LG ને પત્ર, કહ્યું-દિલ્હીની ચૂંટાયેલી સરકારને લોકો માટે કામ કરવા દો

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને લોકો માટે કામ કરવા દો, સંવિધાન મજબૂત કરવાનું કામ કરો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે સતત વિવાદો ચાલી રહ્યા છે ત્યારે હવે ફરીથી બંને એકબીજા સામે ટકરાયા છે. હવે અરવિંદ કેજરીવાલે એલજીને પત્ર લખીને સરકારને કામ કરવા દેવા કહ્યું છે.

aam adami party

પત્ર લખીને કેજરીવાલે પ્રહારો કર્યા છે અને ઉપરાજ્યપાલ પર નિશાન સાધતા 10 મનોનીત કરાયેલા પાર્ષદો મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. અહીં પત્રમાં કેજરીવાલે પ્રોટમ સ્પીકરની નિયુક્તિને લઈને પણ સવાલ ઉભા કર્યા છે અને ઉપરાજ્યપાલ બીજેપી માટે કામ કરતા હોવાના આરોપ લગાવ્યા.

દિલ્હીના મેયરની ચૂંટણી મુદ્દે કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને લોકો માટે કામ કરવા દો, સંવિધાન મજબૂત કરવાનું કામ કરો.
કેજરીવાલે કહ્યું કે સિનિયર પાર્ષદને પ્રોટમ સ્પીકર બનાવાય છે, જ્યારે ઉપરાજ્યપાલે બીજેપીના પાર્ષદને પ્રોટમ સ્પીકર બનાવ્યા.

અહીં તમને જણાવી દઈએ કે, લેફ્ટનન્ટ ગવર્નરે ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પહેલા AAPએ મુકેશ ગોયલના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આમ આદમી પાર્ટીએ સત્યાના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રોટમ સ્પીકરે સભ્યોને શપથ લેવડાવવાની શરૂઆત કરતા જ સત્તાધારી આમ આદમી પાર્ટીના સભ્યોએ વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને મામલો લડાઈ સુધી પહોંચી ગયો હતો.ૉ

હવે પત્રમાં કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર પર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટાયેલી સરકાર પ્રોટેમ સ્પીકરને ગૃહમાં મોકલવાનું કામ કરે છે, પરંતુ તેમને લેફ્ટનન્ટ ગવર્નરે પોતે પસંદ કર્યા છે. કેજરીવાલે કહ્યું કે, હજ કમિટીના અધ્યક્ષ ચૂંટાયેલી સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ અહીં પણ લેફ્ટનન્ટ ગવર્નરે સરકારને બાયપાસ કરવાનું કામ કર્યું છે.

English summary
Kejriwal's letter to LG, says-Let Delhi's elected government work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X