Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચરણ સેવાના નામે દાતી મહારાજે બળાત્કાર ગુજાર્યો, પીડિતાની ચિઠ્ઠીમાં થયો ખુલાસો

પહેલા બાબા આસારામ બાપુ, બાદમાં રામ રહીમ, બાદમાં બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિત અને હવે શનિધામના દાતી મહારાજ ઉર્ફ મદનલાલ રાજસ્થાની પર ગંભીર આરોપ લાગ્યો છે.

પહેલા બાબા આસારામ બાપુ, બાદમાં રામ રહીમ, બાદમાં બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિત અને હવે શનિધામના દાતી મહારાજ ઉર્ફ મદનલાલ રાજસ્થાની પર ગંભીર આરોપ લાગ્યો છે. મદનલાલ રાજસ્થાની પર રેપનો આરોપ લગાવતી ડરી ગયેલી પીડિતાએ પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરી છે. રેપ પીડિતા અને તેનો પરિવાર ભયના છાંયામાં જીવી રહ્યા છે અને સતત ધમકીઓ મળી રહી છે. પીડિતાએ દિલ્હી પોલીસને એક ચિઠ્ઠી લખી છે જેમાં એની સાથે શું શું થયું તે વિશે રૂવાંટાં ઉભાં થઈ જાય તેવી વાતો કહી છે. પીડિતાએ લખ્યું કે ચરણ સેવાના નામ પર એના શરીરને પીંખી નાખવામાં આવ્યું, એની સાથે રેપ અને કુકર્મ કરવામાં આવ્યું. એ રાતે શું શું થયું હતું તે અંગે પીડિતાએ ઉલ્લેખ કર્યો છે... આગળ જાણો પીડિતાએ શું લખ્યું.

ડરીને નથી જીવી શકતી

ડરીને નથી જીવી શકતી

ફરિયાદ બાદ મારું શું થશે તે નથી ખબર. કદાચ તમારી વચ્ચે હું ન રહું, પણ અન્યોની જીંદગી ખરાબ નહીં થાય. આજે તમને એ ઘટના અંગે ફરિયાદ કરવા જઈ રહ્યું છે જેનાથી બહુ ઘભરાયેલી છું અને પારિવારિક ખાતમાના ભયથી એ ઘટના કહેવાની હિંમત નહોતી કરી શકી. પણ હવે આમ મરી મરીને નથી જીવી શકતી. મારી જાન કેમ ન ચાલી જાય, જેની મને પૂરી આશંકા છે. છતાં મરતા પહેલાં આ સત્ય હું સૌની સામે લાવવા માગું છું.

કુકર્મ કર્યું

કુકર્મ કર્યું

દાતી મહારાજ મદનલાલ રાજસ્થાનીએ પોતાના સહયોગી શ્રદ્ધા ઉર્ફ નીતૂ, અશોક, અર્જુન, નીમા જોશીની સાથે મળી તેમણે 9 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત આશ્રમ શ્રી શનિ તીર્થમાં મારો રેપ કર્યો હતો, કુકર્મ કર્યું હતું. આ ત્યારે બન્યું જ્યારે ચરણ સેવાના નામે શ્રદ્ધા મને દાતી મહારાજ પાસે આશ્રમમાં લઈ ગઈ હતી.

ચરણ સેવાના નામે

ચરણ સેવાના નામે

એટલું જ નહીં રાજસ્થાન સ્થિત ગુરુકુળ, સોજત શહેર, જિલ્લા પાલીમાં પણ દાતી મહારાજે તારીખ 26, 27, 28 માર્ચ 2016ના રોજ મારા પર દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટનાને અંજામ આપવા માટે અનિલ અને શ્રદ્ધાએ દાતી મહારાજનો સાથ આપ્યો હતો. અનિલે પણ મારા પર રેપ કર્યો હતો. આ બધું મારી સાથે ચરણ સેવાના નામે કરવામા આવ્યું હતું.

રેપ બાદ કહ્યું

રેપ બાદ કહ્યું "તુમ્હારી સેવા પૂરી હુઈ"

શ્રદ્ધા ઉર્ફ નીતૂ હંમેશા કહેતી કે આનાથી તને મોક્ષ પ્રાપ્ત થશે. આ પણ સેવા જ છે. તું બાબાની છે અને બાબા તારા. તું કંઈ નવું કામ નથી કરી રહી, બધા કરતા જ આવ્યા છે. કાલે અમારો વારો હતો, આજે તારો વારો છે અને આવતી કાલે ખબર નહીં કોનો વારો હશે. બાબા સમુદ્ર છે અને આપણે બધા એની માછલીઓ. આને કરજો સમજીને ચૂકવી દો.

મારી જીંદગીની સૌથી ભયાનક રાત

મારી જીંદગીની સૌથી ભયાનક રાત

આ ત્રણ દિવસોમાં અનીલે પણ બળજરીપૂર્વક મારી સાથે રેપ, કુકર્મ કર્યું. આ ત્રણ રાત મારી જીંદગીની સૌથી ભયાનક રાત હતી. આ ત્રણ રાતોમાં કેટલીય વાર મારા પર રેપ કરવામાં આવ્યું. આ બધું કરતી વખતે મદનલાલ રાજસ્થાનીએ એક વાત કહી- "તુમ્હારી સેવા પૂરી હુઈ' આ ઘટના બાદ તો મારી વિચારવાની ઈચ્છાશક્તિ જ જાણે ખતમ થી ગઈ હતી. મરી મરીને જીવવા કરતાં તો સારું છે કે એક વાર લડીને મરું જેથી આવા નરાધમ રાક્ષસની સચ્ચાઈ સૌની સામે લાવી શકું. કેટલીય છોકરીઓ મારી જેમ લાચાર હશે.

બળાત્કારીને ફાંસી આપવામાં આવે

બળાત્કારીને ફાંસી આપવામાં આવે

ફરિયાદ બાદ મારું શું થશે તે ખબર નથી. કદાચ હું તમારી વચ્ચે નહીં રહું. માત્ર એ આશા સાથે આ પત્ર લખી રહી છું. કદાચ મને ન્યાય મળે અને અન્યોની જીંદગી બરબાદ થતાં બચી શકે. મદનલાલ રાજસ્થાનીને જીવવાનો અધિકાર નથી. મારી એક જ ઈચ્છા છે કે આ રાક્ષસને ફાંસી આપવામાં આવે. તમને વિનંતી કરું છું કે મારી ઓળખાણ ગુપ્ત રાખવામાં આવે.

મારા પરિવારને સુરક્ષા આપવામાં આવે

મારા પરિવારને સુરક્ષા આપવામાં આવે

વધુમાં લખ્યું કે મને અને મારા પરિવારને સુરક્ષા આપવામાં આવે, પરંતુ મને સુરક્ષા આપવામાં ન આવી તો એ નક્કી છે કે હું પણ નહીં રહું અને મારો પરિવાર પણ નહીં રહે. બધું ખતમ થઈ જશે. દાતી મદનલાલ રાજસ્થાની બહુ ખતરનાક છે. એટલે જ અત્યાર સુધી ચૂપ રહી. મને નહોતું લાગતું કે કોઈ મારો સાથ દેશે. પરંતુ હવે સહન નથી કરી શકતી માટે મમ્મી-પપ્પાને આ વિશે જણાવ્યું. એમણે વચન આપ્યો કે આખરી શ્વાસ સુધી મારો સાથ આપશે. મારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X