Vizag Gas Tragedy: એલજી પૉલિમરે માંગી માફી, પ્રભાવિતોની મદદ માટે બનાવી ટાસ્ટ ફોર્સ

આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના એલજી પૉલિમર પ્લાન્ટમાં થયેલ ગેસ લીક દૂર્ઘટનામાં કંપનીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ પ્રભાવિતોને દરેક સંભવ મદદનુ આશ્વાસન આપ્યુ છે.

આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના એલજી પૉલિમર પ્લાન્ટમાં થયેલ ગેસ લીક દૂર્ઘટનાથી કોહરામ મચેલો છે. આ દૂર્ઘટનામાં 12 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા જ્યારે 5 હજારથી વધુ લોકો આ ગેસની ચપેટમાં આવી ગયા છે. સરકાર અને એનજીટીએ કેસની તપાસ માટે સમિતિની રચના કરી દીધી છે. વળી, હવે આ બાબતે કંપનીનુ નિવેદન સામે આવ્યુ છે. કંપનીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ પ્રભાવિતોને દરેક સંભવ મદદનુ આશ્વાસન આપ્યુ છે.

vizag

કંપનીએ વ્યક્ત કર્યુ દુઃખ

ઘટના પર કંપનીએ દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે તે બધાને આશ્વસ્ત કરે છે કે ઘટનાથી પ્રભાવિત લોકો અને તેમના પરિવારની દરેક સંભવ મદદ કરવામાં આવશે. તેમણે આના માટે એક ટાસ્ક ફોર્સ બનાવી છે. તેમણે કહ્યુ કે અમારી ટીમ સરકાર સાથે દિવસ-રાત કામ કરી રહી છે જેથી નુકશાનના પ્રભાવની આકારણી કરી શકાય. નુકશાનની આકારણી બાદ કંપની એક પેકેજ જારી કરશે જેનાથી લોકોની મદદ કરી શકાય. વળી, સ્થાનિક લોકોની મદદ માટે તે એક દીર્ઘકાલીન પ્રોગ્રામ શરૂ કરશે. કેસની ગંભીરતાને જોતા પોલિસે કંપની સામે એફઆઈઆર નોંધી લીધી છે.

NGTએ લગાવ્યો દંડ

વળી, બીજી તરફ એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી પીઠે શુક્રવારે આ બાબતે જાણવાજોગ લઈને એલજી પૉલિમર્સ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી હતી. આ સાથે જ વાયઝેક ગેસ લીક કેસની તપાસ માટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. એનજીટીએ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના કારણે થયેલ નુકશાનની અવેજીમાં એલજી પૉલિમરને 50 કરોડ રૂપિયાની પ્રારંભિક રકમ વિશાખાપટ્ટમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X