કલમ 377ની સમીક્ષા કરશે સુપ્રીમ કોર્ટ, સરકારને આપી નોટિસ

Written By:
Subscribe to Oneindia News

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે, તેઓ કલમ 377ની બંધારણીય માન્યતા અંગે પુનર્વિચાર અને તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે એલજીબીટી વર્ગના 5 સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજી પ્રતિક્રિયા માંગવા અંગે કેન્દ્રને નોટિસ આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને પોતાના પ્રાકૃતિક યૌન વરિયતાઓને કારણે પોલીસથી ડરવું પડે છે. સોમવારે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી.વ્હાઇ.ચંદ્રચૂડની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2013ના નિર્ણયથી કલમ 377ની માન્યતા યથાવત રાખવામાં આવી છે - જે કહે છે કે સમાન લિંગના વયસ્કો વચ્ચે શારીરિક સંબંધ એક અપરાધ છે.

India

ઉલ્લેકનીય છે કે, ઓગસ્ટમાં સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યો હતો કે, ગોપનીયતાનો અધિકાર એ મૌલિક અધિકાર છે, સંબંધ માટે સાથી પસંદ કરવાનો અધિકાર મૌલિક અધિકારનો ભાગ છે. જે પછી એલજીબીટી સમુદાય માટે કામ કરતા કાર્યકર્તા અને વકીલોએ યૌન અલ્પસંખ્યકોના અધિકારો માટે એક મજબૂત મામલો ઘડ્યો. ન્યાયાધીશોની બેન્ચ નવતેજ સિંહ જોહર દ્વારા દાખલ કરવામાં આવેલ એક નવી અરજી પર સુનવણી કરી રહી હતી, જેમાં કલમ 377ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ કલમ હેઠળ વયસ્કો પર કેસ ચલાવવાની પણ જોગવાઇ છે. અરજીકર્તા તરફથી ઉપસ્થિત વરિષ્ઠ અધિવક્તા અરવિંદ દાતરે કહ્યું કે, આ પ્રકારના અપ્રાકૃતિક સંબંધો ધરાવતા બે વયસ્કોને તમે જેલમાં ન નાંખી શકો.

English summary
LGBT Case: Supreme court said it would reconsider and examine the Constitutional validity of section 377

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.