For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે LICના કર્મચારી રહેશે હડતાળ પર, જાણો શું છે માંગ અને કેમ કરી રહ્યા છે સ્ટ્રાઈક

ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના કર્મચારીઓએ આજે એટલે કે ગુરુવારે(18 માર્ચ) દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના કર્મચારીઓએ આજે એટલે કે ગુરુવારે(18 માર્ચ) દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે. એલઆઈસીના કર્મચારી ગુરુવારે હડતાળ પર રહેશે. લાઈફ ઈન્સ્યોરન્સ કૉર્પોરેશનની આ હડતાળ એક દિવસની થવાની છે. એલઆઈસીના કર્મચારીઓની આ હડતાળ એલઆઈસીના ડિસઈનવેસ્ટમેન્ટ સાથે જોડાયેલ સરકારના પ્રસ્તાવના વિરોધમાં છે. ઑલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ એમ્પ્લૉઈઝ એસોસિએશન(એઆઈઆઈઈએ)એ કહ્યુ કે તેમણે કેન્દ્રના ત્રણ પ્રસ્તાવના વિરોધમાં ઉદ્યોગમાં અન્ય ટ્રેડ યુનિયનો સાથે હડતાળનુ આહ્વાન કર્યુ છે કારણકે તે વીમા ઉદ્યોગ, દેશની અર્થવ્યવસ્થા અને લોકોના હિતમાં નથી.

lic

છેવટે કેમ LICના કર્મચારી કરી રહ્યા છે હડતાળ?

બજેટ 2021-22માં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે એ વાતની ઘોષણા કરી હતી કે એલઆઈસીની પ્રારંભિક સાર્વજનિક રજૂઆત(આઈપીઓ) લાવવામાં આવશે. આ સાથે જ સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો(પીએસયુ) અને નાણાકીય સંસ્થાઓમાં વેચાણથી 1,75 લાખ કરોડ રોકાણ ટાર્ગેટ કરવામાં આવશે. સરકારની માલિકીવાળા ભારતીય જીવન વીમા નિગમ(એલઆઈસી)ની શરૂઆત 1956માં થઈ હતી. આમાં લગભગ 114,000 કર્મચારી કાર્યરત છે. આમાં પૉલિસી ધારકની સંખ્યા 29 કરોડથી વધુ છે.

શું છે LICના કર્મચારીઓની માંગ?

એલઆઈસીના કર્મચારી અને અધિકારી 18 માર્ચે હડતાળમાં ભાગ લેશે. આ વાતની માહિતી એઆઈઆઈઈએના મહાસચિવ શ્રીકાંત મિશ્રાએ આપી છે. એઆઈઆઈઈએના મહાસચિવ શ્રીકાંત મિશ્રાએ કહ્યુ, 'પ્રસ્તાવિત વિનિવેશ એલઆઈસીના ખાનગીકરણની દિશામાં પહેલુ પગલુ છે. આઈપીઓ 'આના નિર્માણના બહુ ઉદ્દેશો'નુ ઉલ્લંઘન હશે.' એલઆઈસીના કર્મચારીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર એલઆઈસીનો આઈપીઓ ન લાવે. આ ઉપરાંત પીએસયુ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્માં ભાગાદારી ન બચે.

PM મોદી આજે પ. બંગાળ અને આસામમાં ચૂંટણી રેલીઓને કરશે સંબોધિતPM મોદી આજે પ. બંગાળ અને આસામમાં ચૂંટણી રેલીઓને કરશે સંબોધિત

English summary
LIC strike: LIC employees strike today, Know reason and demand of LIC strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X