For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRCની જેમ નાગાલેન્ડની સરકાર RIIN લાવશે, બેઠકમાં લીધો નિર્ણય

રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(એનઆરસી)ની જેમ રાજ્યનુ પોતાનુ સંસ્કરણ નાગાલેન્ડનુ સ્વદેશી અભિજાત વર્ગનુ રજિસ્ટર(આરઆઈઆઈએન) બનાવવા માટે નાગાલેન્ડ સરકારે નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોહિમાઃ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રર(એનઆરસી)ની જેમ રાજ્યનુ પોતાનુ સંસ્કરણ નાગાલેન્ડના સ્વદેશી અભિજાત વર્ગનુ રજિસ્ટર(આરઆઈઆઈએન) બનાવવા માટે નાગાલેન્ડ સરકારે શુક્રવારે એક સંયુક્ત સલાહકાર સમિતિની બેઠક કરી. કોહિમામાં મુખ્યમંત્રી આવાસીય પરિસરમાં આયોજિત આ બેઠકમાં 21 મોટા આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ નાગરિક સંગઠનોએ ભાગ લીધો.

nagaland

બેઠક બાદ સરકારના પ્રવકતા અને સલાહકાર મોહનલુમો કિકોને કહ્યુ કે મીટિંગ સકારાત્મક રહી. આરઆઈઆઈએનની રચના માટે એક સંયુક્ત સલાહકાર સમિતિની રચના કરવામાં આવશે. તેમણે આગળ કહ્યુ કે આરઆઈઆઈએન બનાવવાનો ઉદ્દેશ એ નાગરિકોની ઓળખ કરવાનો છે જે 1 ડિસેમ્બર, 1963ના રોજ નાગાલેન્ડના પૂર્ણ રાજ્ય બનતા પહેલાથી અહીં આવીને વસ્યા.

રાજ્ય સરકારે આગળ કહ્યુ કે આરઆઈઆઈએનનો ઉદ્દેશ અયોગ્ય વ્યક્તિને સ્વદેશી નિવાસી પ્રમાણપત્ર જારી કરવાથી રોકવાનો છે અને સ્વદેશી નિવાસીઓના રેકૉર્ડ બનાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ જે લોકોના નામ આરઆઈઆઈએનમાં ચડી જશે માત્ર તેમને જ સ્વદેશી નિવાસી પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નાગાલેન્ડ સરકારે જૂન 2019માં જ આરઆઈઆઈએન લાવવા માટે અધિસૂચના જાહેર કરી હતી જેમાં સરકારે કહ્યુ હતુ કે તે માન્ય નાગરિકોની ઓળખ માટે આરઆઈઆઈએન લાવશે.

ઓરિસ્સા CM પટનાયકે વેક્સીનને ઓપન માર્કેટમાં આપવાની કરી માંગઓરિસ્સા CM પટનાયકે વેક્સીનને ઓપન માર્કેટમાં આપવાની કરી માંગ

English summary
Like NRC, Nagaland government wil bring RIIN, decision taken in meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X