For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખાડા પરિષદે સીએમ યોગીને પૂછ્યા સવાલ- દારૂની દુકાન ખુલી શકે તો મંદિર કેમ નહિ

અખાડા પરિષદે સીએમ યોગીને પૂછ્યા સવાલ- દારૂની દુકાન ખુલી શકે તો મંદિર કેમ નહિ

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ લૉકડાઉન 3.0માં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ હવે મંદિરોને પણ શ્રદ્ધાળુઓ માટે ખોલી મૂકવાની માંગ ઉઠવા લાગી છે. જ્યારે બીજી તરફ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનનાથને સવાલ કર્યા. તેમણે કહ્યું કે જ્યારે દારૂની દુકાનો ખુલી શકે છે તો શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરાવાજા બંધ કેમ રખાયા છે? તેમણે યોગી સરકાર સમક્ષ સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખી મંદિરના કપાટ ખોલવાની મંજૂરી આપી દેવા માંગણી કરી.

ધર્માચાર્યોની આ માંગ

ધર્માચાર્યોની આ માંગ

હરિદ્વારના ધર્માચાર્યો અને કાશી વિદ્વત પરિષદ બાદ હવે સાધુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે પણ લૉકડાઉનમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખોલવાની માંગ કરી છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે મંદિર ખોલવાની માંગને લઈ અખાડા પરિષદના મહામંત્રી અને પંચ દશનામા જૂન અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરી સાથે વાતચીત બાદ દેશના પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પત્ર પણ લખશે.

મંદિરના પૂજારીઓને વેતન આપવામાં સમસ્યા

મંદિરના પૂજારીઓને વેતન આપવામાં સમસ્યા

મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે કોરોનાને લઈ પાછલા દોઢ મહિનાથી લૉકડાઉન છે અને લગભગ 2 મહિનાથી મંદિરના કપાટ બંધ છે. એવામાં મંદિરોમાં પૂજારીઓ અને અન્ય કર્મચારીઓને વેતન આપવાની માંગમા પણ કઠણાઈ આવી રહી ચે. જ્યારે રાજસ્વ માટે સરકાર દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી શકે છે, તો તેને બીજી દુકાનો અને મંદિરો ખોલવાની પણ અનુમતિ આપવી જોઈએ, જેનાથી લોકોની રોજી રોટી પણ ચાલતી રહે.

સખ્તાઈથી પ્રોટોકોલનું પાલન કરાવશે

સખ્તાઈથી પ્રોટોકોલનું પાલન કરાવશે

મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે જો સરકાર મંદિર ખોલવાની મંજૂરી આપે છે તો કોરોનાના સંક્રમણથી બચાવ માટે મંદિર મેનેજમેન્ટ બધા નિયમો અને પ્રોટોકોલનું પણ પાલન કરશે. તેમણે કહ્યું કે મંદિર ખુલવાથી લોકો જો મંદિરમાં દર્શન કરવા જશે તો પોતાના આરાધ્યથી કોરોનાને ખતમ કરવાની પ્રાર્થના પણ કરશે. તેમણે કહ્યું કે સનાતન પરમ્પરામાં લોકોને એવો વિશ્વાસ છે કે આરાધના કરશે તો કષ્ટ દૂર થશે. પરંતુ મંદિર બંધ હોવાથી લોકો પોતાના આરાધ્યથી પ્રાર્થના પણ નથી કરી શકતા.

Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છેLockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

English summary
liquor shops can open in lockdown so why temples are closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X