For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ પોપ્યુલેશન ડે: સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં દિલ્હી અને મુંબઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જુલાઇ: આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે વિશ્વની સૌથી વધુ વસ્તીવાળા શહેરોની યાદી તૈયારી કરી છે. તમને જણાવી દઇએ કે દિલ્હીએ વિશ્વની સૌથી વધુ વસ્તીવાળા શહેરોની યાદીમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. જી, હાં ટોક્યો બાદ વિશ્વમાં દિલ્હી એવું શહેર છે, જ્યાં વસ્તી સૌથી વધુ છે. 1999થી અત્યારે 2014 સુધીમાં દિલ્હીની વસ્તી લગભગ બમણી થઇને 25 મિલિયન સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ આ યાદીમાં મુંબઇ છઠ્ઠા નંબરે આવે છે.

તો આવો નજર કરીએ વિશ્વની વસ્તી સાથે જોડાયેલી જાણકારીઓ પર

ટોક્યો 38 મિલિયન

ટોક્યો 38 મિલિયન

38 મિલિયન વસ્તીની સાથે ટોક્યો વર્લ્ડમાં સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. રિપોર્ટ અનુસાર 2030 સુધી પ્રથમ નંબરે યથાવત રહેશે.

દિલ્હી

દિલ્હી

દિલ્હી-25 મિલિયન 1999થી અત્યાર સુધીમાં દિલ્હીની વસ્તી લગભગ બમણી થઇ ગઇ છે. અને તેની સાથી દિલ્હી વર્લ્ડની સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાં બીજા ક્રમે છે.

શંઘાઇ

શંઘાઇ

શંઘાઇ-23 મિલિયન શંઘાઇ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. અહીંની કુલ જનસંખ્યા 23 મિલિયન છે.

મેક્સિકો

મેક્સિકો

મેક્સિકો સિટી સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટના અનુસાર મેક્સિકો સિટીની વસ્તી લગભગ 21 મિલિયન છે.

સાઓ પોઉલો છે પાંચમું

સાઓ પોઉલો છે પાંચમું

સાઓ પોઉલો વર્લ્ડનું સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. જ્યાં 21 મિલિયનની આસપાસ લોકો રહે છે.

લગભગ 21 મિલિયન છે વસ્તી

લગભગ 21 મિલિયન છે વસ્તી

આપણી સપનાની નગરી મુંબઇ આ યાદીમાં છઠ્ઠા નંબરે છે. અહીં લગભગ 21 મિલિયન લોકો રહે છે.

કલકત્તા, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ

કલકત્તા, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ

કલકત્તા, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ 2030 સુધી વર્લ્ડના સૌથી વધુ વસ્તીવાળા ટોપ 30 શહેરોમાં સામેલ થશે.

ભારતના સાત શહેરે બનશે મેગાસિટી

ભારતના સાત શહેરે બનશે મેગાસિટી

તો બીજી તરફ 5 થી 10 મિલિયનની વસ્તીવાળા ભારતના ચાર શહેરો અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઇ અને હૈદરાબાદને 2030 સુધી મેગાસિટી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર 2030 સુધી ભારતના સાત શહેરોને મેગાસિટી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.

2050 સુધી 814 મિલિયન થશે વસ્તી

2050 સુધી 814 મિલિયન થશે વસ્તી

ભારતની હાલની વસ્તી 410 મિલિયન છે. જો કે 2050 સુધી 814 મિલિયન સુધી જવાની આશા છે.

45 ટકા વસ્તી છે ભારત અને ચીનમાં

45 ટકા વસ્તી છે ભારત અને ચીનમાં

વર્લ્ડ પોપ્યુલેશનની 45 ટકા વસ્તી ફક્ત ભારત અને ચીનમાં રહે છે.

English summary
UN presented the list of most populated cities of the world, in which delhi made second in the list. Whereas Mumbai is sixth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X