For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધી પરિવારના ના હોય તેવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા નેતાઓની યાદી

ગાંધી પરિવારના ના હોય તેવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા નેતાઓની યાદી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કોંગ્રેસ પર અવાર નવાર પરિવાર વાદનો આરોપ લાગતો રહે છે, ખાસ કરીને ભાજપના નેતાઓના ભાષણમાં તમે સાંભળી શકો કે માત્ર ગાંધી પરિવારના લોકો જ કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે, જો તમે પણ આવું વિચારતા હોવ તો તદ્દન ખોટા છો. કોંગ્રેસમાં એવા કેટલાય નેતા અધ્યક્ષ બની ચૂક્યા છે જેઓ ગાંધી પરિવારમાં નથી આવતા.

જણાવી દઈએ કે સોનિયા ગાંધીનો કામચલાઉ અધ્યક્ષ તરીકે કાર્યકાળ પૂરો થયા બાદ હવે કોંગ્રેસે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવાની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ પરિવારથી બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત કહી આ મુદ્દાને વધુ દિલચસ્પ બનાવી દીધો છે.

કોંગ્રેસ પાછલા એક વર્ષથી અધ્યક્ષની તલાશમાં

કોંગ્રેસ પાછલા એક વર્ષથી અધ્યક્ષની તલાશમાં

આને કોંગ્રેસની ખરાબ દશા અને દિશા માનશું કે કોંગ્રેસ પાર્ટી પાછલા એક વર્ષથી કોંગ્રેસ અધ્યક્ષની તલાશ કરી રહી છે પરંતુ નાકામ રહી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરે રાહુલ ગાંધીને બીજીવાર અધ્યક્ષ પદ સોંપવાની વાત કરી ચૂક્યા છે, રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ નિરાશ થઈ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જે બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યાં હતાં, પરંતુ હજી સુધી કોંગ્રેસને એવો ચહેરો નથી મળી શક્યો, જેમના માથે તાજ પહેરાવી શકાય.

ગાંધી પરિવારથી બહારના વ્યક્તિને પસંદ કરોઃ પ્રિયંકા ગાંધી

ગાંધી પરિવારથી બહારના વ્યક્તિને પસંદ કરોઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાંધી પરિવારના ના હોય તેવા વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત કરી મામલાને વધુ દિલચસ્પ બનાવી દીધો છે, જેના પર પાછલી લોકસભા ચૂંટણી બાદ લાંબા સમય સુધી પાર્ટીમાં ઘમાસાણ મચી ગયું હતું અને કોઈ સર્વસામાન્ય નેતા ના મળ્યો તો હારીને સોનિયા ગાંધીને આ જવાબદારી સોંપવી પડી હતી, પરંતુ હવે તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે. શશિ થરૂરે પણ કહ્યું કે સોનિયા ગાંધી અનિશ્ચિત સમય સુધી કામચલાઉ અધ્યક્ષ બનીને ના રહી શકે.

ગાંધી પરિવાર પ્રત્યે નિષ્ઠાવાન હશે તેવા નેતાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે

ગાંધી પરિવાર પ્રત્યે નિષ્ઠાવાન હશે તેવા નેતાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવાશે

માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાં નવા અધ્યક્ષની તલાશ શરૂ થઈ ગઈ છે અને ગાંધી પરિવાર બહારના ઘરઢા અને યુવા નેતાઓમાં રસ્સાકસી જોવા મળશે. કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ ચૂંટાશે, આ મહત્વપૂર્ણ સવાલ છે કેમ કે ગાંધી પરિવાર પ્રત્યે નિષ્ઠાવાન હશે તેજ નવા અધ્યક્ષ તરીકે ચૂંટાશે. સંપૂર્ણપણે ગાંધી પરિવાર સાથે નિષ્ઠાવાન હશે તેવા નેતાને જ આ જવાબદારી સોંપવામાં આવશે. જેમાં પહેલું નામ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું લેવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના કુલ 18 અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમાંથી 13 ગાંધી પરિવારના નથી

કોંગ્રેસના કુલ 18 અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમાંથી 13 ગાંધી પરિવારના નથી

સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે 100 વર્ષથી જૂની કોંગ્રેસ પાર્ટીના ઈતિહાસમાં અત્યાર સુધી કેટલા બાહરી નેતા કોંગ્રેસ અધ્યક્ષના પદે બિરાજમાન થયા. આઝાદ ભારત બાદ કોંગ્રેસમાં અત્યાર સુધી કુલ 18 અધ્યક્ષ થયા. જેમાં જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયાગાંધી અને રાહુલ ગાંધી સુધી બધા ગાંધી પરિવારથી અધ્યક્ષ બન્યા હતા, જ્યારે 13 અધ્યક્ષ એવા પણ છે જેમનો ગાંધી પરિવાર સાથે કોઈ નાતો નથી.

1955થી લઈ 1978 સુધી કોંગ્રેસની કમાન બિન ગાંધી નેતા પાસે રહી

1955થી લઈ 1978 સુધી કોંગ્રેસની કમાન બિન ગાંધી નેતા પાસે રહી

વર્ષ 1951થી 54 દરમિયાન નેહરુ વડાપ્રધાન પદન સાથે જ પાર્ટી અધ્યક્ષના પદે પણ બિરાજમાન હતા. માત્ર 1959ને છોડી 1955થી 1978 સુધી કોંગ્રેસની કમાન ગાંધી પરિવાર બહારના વ્યક્તિ પાસે રહી. આ દરમિયાન કોંગ્રેસની જ સત્તા રહી. ઈન્દિરા ગાંધીએ 1967 અને 1971ની લોકસભા ચૂંટણીમાં બિન ગાંધી અધ્યક્ષના કાર્યકાળમાં સતત બે બહુમત વાળી સરકાર પણ બનાવી. તો આવો જાણીએ 1947 બાદથી ક્યારે ક્યારે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના નહોતા.

જેબી કૃપલાણી

જેબી કૃપલાણી

વ્ષ 1947માં અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ જેબી કૃપલાણી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. બિન ગાંધી પરિવારના કોંગ્રેસી નેતા જેબી કૃપલાનીને કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી મેરઠમાં કોંગ્રેસના અધિવેશનમાં મળી હતી. કૃપલાણીને મહાત્મા ગાંધીને વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવતા હતા.

પટ્ટાભિ સીતારમૈયા

પટ્ટાભિ સીતારમૈયા

વર્ષ 1948થી 1949 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કમાન પટ્ટાભિ સીતારમૈયા પાસે રહી. કોંગ્રેસ અધ્યક્ષ પટ્ટાભિ સીતારમૈયાએ જ જયપુર કોન્ફ્રેન્સની અધ્યક્ષતા કરી હતી.

પુરુષોત્તમ દાસ ટંડન

પુરુષોત્તમ દાસ ટંડન

વર્ષ 1950માં પુરુષોત્તમ દાસ ટંડન કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. તેમણે નાસિક અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. હિન્દીને સત્તાવાર ભાષા આપવાની માંગ કરનાર પુરુષોત્તમ દાસ ટંડન જ હતા.

યૂએન ઢેબર

યૂએન ઢેબર

વર્ષ 1955થી 1959 વચ્ચે યૂએન ઢેબર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અમૃતસર, ઈન્દોર, ગુવાહાટી અને નાગપુરના અધિવેશનોની અધ્યક્ષતા કરી. યૂએન ઢેબર બાદ વર્ષ 1959માં ઈન્દિરા ગાંધી અધ્યક્ષ તરીકે ચૂંટાયાં.

નીલમ સંજીવ રેડ્ડી

નીલમ સંજીવ રેડ્ડી

વર્ષ 1960થી 1963 દરમિયાન નીલમ સંજીવ રેડ્ડી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસના અધ્યક્ષ રહ્યા હતા. તેમણે બેંગ્લોર, ભાવનગર અને પટનાના અધિવેશનની અધ્યક્ષતા કરી. જો કે બાદમાં નીલમ સંજીવ રેડ્ડી દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.

કે કામરાજ

કે કામરાજ

વર્ષ 1964થી 1967 દરમિયાન ભારતીય રાજનીતિમાં કિંગમેકર કહેવાતા કે કામરાજ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. તેમણે ભુવનેશ્વર, દુર્ગાપુર અને જયપુરના અધિવેશનની અધ્યક્ષતા કરી. કામરાજે પંડિત જવાહરલાલ નેહરુના નિધન બાદ લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

એસ. નિજલિંગપ્પા

એસ. નિજલિંગપ્પા

વર્ષ 1968થી 1969 દરમિયાન એસ નિંજલિંગપ્પા કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. નિજલિંગપ્પાએ સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો હતો.

બાબૂ જગજીવન રામ

બાબૂ જગજીવન રામ

વર્ષ 1970થી 1971 દરમિયાન બાબૂ જગજીવન રામ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા. અગાઉ 1946માં બનેલ નેહરૂની કામચલાઉ સરકારમાં તેઓ સૌથી યુવાન મંત્રી રહી ચૂક્યા હતા. તેમની દીકરા મીરા કુમાર એક દશક સુધી લોકસભા અધ્યક્ષ પદ પર વિરાજમાન રહી હતી.

શંકર દયાળ શર્મા

શંકર દયાળ શર્મા

વર્ષ 1972થી 1974 વચ્ચે શંકર દયાળ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. નીલમ સંજીવ રેડ્ડી બાદ શંકર દયાળ શર્મા બીજા અધ્યક્ષ રહ્યા, જેમને બાદમાં રાષ્ટ્રપતિ બનવાનો મોકો મળ્યો હતો.

દેવકાંત બરુઆ

દેવકાંત બરુઆ

વર્ષ 1975થી 1977 દરમિયાન દેવકાંત બરુઆ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. આ ભારત પર થોંપેલો ઈમરજન્સીનો સમય હતો. દેવકાંત બરુઆએ જ ઈન્દિરા ઈઝ ઈન્ડિયા અને ઈન્ડિયા ઈઝ ઈન્દિરાનો ચર્ચિત નારો આપ્યો હતો.

બ્રહ્માનંદ રેડ્ડી

બ્રહ્માનંદ રેડ્ડી

વર્ષ 1977થી 1978 વચ્ચે બ્રહ્માનંદ રેડ્ડી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. જે બાદ જ કોંગ્રેસનું વિભાજન થઈ ગયું. ઈન્દિરા ગાંધી કોંગ્રેસની અધ્યક્ષ બની અને વર્ષ 1984માં હત્યા થઈ ત્યાં સુધી ઈન્દિરા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહ્યાં. ઈન્દિરા ગાંધીના મોત બાદ 1985થી 1991 સુધી રાજીવ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.

નરસિમ્હા રાવ

નરસિમ્હા રાવ

વર્ષ 1992થી 1996 દરમિયાન રાજીવ ગાંધીની હત્યા બાદ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ કોંગ્રેસના અધ્યક્ષ બની ચૂક્યા છે. પીવી નરસિમ્હા રાવના પ્રધાનમંત્રિત્વના કાળમાં જ દેશમાં ઉદારીકરણનો પાયો મંડાયો હતો.

સીતારામ કેસરી

સીતારામ કેસરી

વર્ષ 1996થી 1998 દરમિયાન સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. સીતારામ કેસરી વિવાદોમાં પણ ઘેરાયા હતા. જે બાદથી એટલે કે વર્ષ 1998થી 2017 સુધી સૌથી લાંબા સમય સુધી સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રહ્યાં. તેમના બાદ થોડા સમય માટે રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

ગાંધી પરિવાર સિવાયનો કોંગ્રેસ અધ્યક્ષ મને પણ સ્વિકાર: પ્રિયંકા ગાંધીગાંધી પરિવાર સિવાયનો કોંગ્રેસ અધ્યક્ષ મને પણ સ્વિકાર: પ્રિયંકા ગાંધી

English summary
List of non-Gandhi Congress leaders who have been Congress presidents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X