For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના જહાનાબાદમાં પોલીસ ટીમ પર પથરાવ, એસપી ઘાયલ

કેન્દ્ર સરકાર ઘ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સંશોધનના વિરોધમાં 35 સંગઠનો ઘ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર ઘ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સંશોધનના વિરોધમાં 35 સંગઠનો ઘ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધને કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બંધને ધ્યાનમાં રાખીને સૌથી વધુ સતર્કતા મધ્યપ્રદેશમાં રાખવામાં આવી રહી છે. અહીં 10 જિલ્લાઓમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. અહીં આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પેટ્રોલપંપ બંધ રહેશે. તેની સાથે સાથે ગ્વાલિયર, ચંબા સંભાલમાં શિક્ષણ સંસ્થા અને ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

bharat bandh

Newest First Oldest First
2:24 PM, 6 Sep

બિહારમાં એસસી/એસટી એક્ટ વિરુદ્ધ આંદોલન ખુબ જ હિંસક થઇ ગયું છે. બિહારના જહાનાબાદમાં પ્રદર્શનકારીઓ ઘ્વારા પોલીસ ટીમ પર પથરાવ કરવામાં આવ્યો છે, જેમાં એસપી ઘાયલ થયા છે.
1:57 PM, 6 Sep

એસસી/એસટી એક્સ વિરુદ્ધ મધ્યપ્રદેશના વિદિશામાં ભારે વિરોધ પ્રદર્શન, સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા. કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા.
1:55 PM, 6 Sep

રાજસ્થાનમાં એસસી/એસટી એક્સ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન તેઝ થયું. જયપુરમાં પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી.
12:00 PM, 6 Sep

એસટી/એસસી એક્ટના વિરોધમાં યુપીના આગ્રામાં ભારત બંધ, આગ્રામાં ભારત બંધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો.
11:59 AM, 6 Sep

મધ્યપ્રદેશના ભોપાલમાં ભારત બંધને કારણે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પેટ્રોલપંપ બંધ રાખવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસબળ હાજર. હજુ સુધી કોઈ પણ પ્રકારની હિંસાની ખબર નથી આવી.
11:57 AM, 6 Sep

એસસી/એસટી એક્ટના વિરુદ્ધ ભારત બંધને કારણે રાજસ્થાનના કોટામાં બજારો બંધ, રસ્તા પર ભારે સંખ્યામાં પોલીસ જવાનો હાજર
10:28 AM, 6 Sep

બિહારના મોકામામાં એસસી/એસટી એક્સ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકારીઓએ ટાયર અને ઝાડ સળગાવીને રસ્તો જામ કર્યો.
10:27 AM, 6 Sep

બિહાર: પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ રેલવે સ્ટેશન પર પહોંચ્યા પ્રદર્શનકારીઓ, એસસી/એસટી એક્ટ વિરુદ્ધ સુત્રોચાર કર્યા
10:03 AM, 6 Sep

એસસી-એસટી એક્ટના વિરોધમાં ભારત બંધને કારણે ભોપાલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા સુરક્ષાબળોની 35 કંપનીઓ અને 5 હજાર જવાનો હાજર.
10:02 AM, 6 Sep

એસસી-એસટી એક્ટના વિરોધમાં ભારત બંધને કારણે મધ્યપ્રદેશના 35 જિલ્લાઓમાં હાઇએલર્ટ, ઘણા જિલ્લામાં ધારા 144 લાગુ
10:01 AM, 6 Sep

એસસી-એસટી એક્ટના વિરોધમાં ભારત બંધ, ઉત્તરપ્રદેશના વારાણસીમાં પ્રદર્શનકારીઓ ઘ્વારા પૂતળા સળગાવવામાં આવ્યા. જગ્યા જગ્યા પર વિરોધ પ્રદર્શન.
10:00 AM, 6 Sep

એસસી-એસટી એક્ટના વિરોધમાં બિહારના આરામાં પ્રદર્શનકારીઓ ઘ્વારા ટ્રેન રોકવામાં આવી ભારત બંધને કારણે બજાર બંધ

English summary
Bharat Bandh Today Against SC/ST Amendment: here is live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X