For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદને પડકાર: કાશ્મીરમાં 70% અને ઝારખંડમાં 62% મતદાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 નવેમ્બર: આજે જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. અમે તમારા માટે લાવ્યા છીએ લાઇવ અપડેટ તમે સતતા પેજ રિફ્રેશ કરતાં રહો અને વનઇન્ડિયા સાથે જોડાયેલા રહો.

guwahati

3:20 PM: કાશ્મીરમાં મતદાન કેન્દ્રો પર મતદાન માટે ઉત્સાહિત મતદારો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ડોડામાં સૌથી વધુ મતદાન 41.90 ટકા નોંધાયું, જ્યારે સૌથી ઓછું મતદાન 10.47 ટકા લેહમાં નોંધવામાં આવ્યું.

3:10 PM: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ.

3:00 PM: જમ્મૂ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે થઇ રહેલા પ્રથમ ચરણના મતદાન હેઠળ બપોર સુધી લગભગ એક તૃતિયાંશ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો.

2:45 PM: ઝારખંડમાં પ્રથમ તબક્કા હેઠળ 81 માંથી 13 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થઇ રહ્યું છે, જે રાજ્યના છ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સ્થિત છે.

2:30 PM: ઝારખંડમાં નક્સલીઓના ચૂંટણી બહિષ્કાર વચ્ચે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ મંગળવારે બપોર સુધી 25 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

2:25 PM: કાશ્મીરના ડોડા જિલ્લામાં કોંગ્રેસ અને પીડીપીના સમર્થકો વચ્ચે મારઝૂડના સમાચાર.

1:55 PM: ચૂંટણી કમિશને 255 માઇક્રો નિરક્ષકો ઉપરાંત, 159 કેન્દ્રો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી.

1:40 PM: ગાંદેરબલ વિધાનસભાના મતદાન કેન્દ્ર પર 1,200 મતદારો પંજીકૃત મતદારોમાંથી 180એ પહેલાં બે કલાકમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

1:30 PM: લદ્દાખ ક્ષેત્રના કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોની સંખ્યા પુરૂષો કરતાં વધુ જોવા મળી.

1:15 PM: લદ્દાખ ક્ષેત્રના લેહ, કારગિલ, જાંસ્કર તથા નુબરા મતદાન ક્ષેત્રોમાં મુસ્લિમ તથા બૌદ્ધ મતદારો પોત-પોતાના પારંપારિક પોશાકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર પહોંચ્યા.

1:00 PM: ઘાટીના કંગન, ગાંદેરબલ, સોનાવરી અને ગુરેજન વિધાનસભા ક્ષેત્રના મતદાન કેન્દ્રો પર પુરૂષો તથા મહિલાઓની લાંબી લાઇનો જોવા મળી. ઠંડીના લીહ્દે આ વિસ્તારોમાં સવારે મતદાન પ્રક્રિયા ધીમી હતી.

12:45 PM: જમૂ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી હેઠળ પ્રથમ તબક્કાના મતદાનમાં મંગળવારે સામાન્ય તડકો નિકળ્યા બાદ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

12:30 PM: જમ્મૂ કાશ્મીરના સાથે જ ઝારખંડમાં પણ મતદાનમાં વધારો થયો છે.

12:00 PM: કાશ્મીરમાં 10 વાગ્યા સુધી મતદાની સ્થિતિ, બાંદીપુરામાં 24%, સોનાવરીમાં 16.7%, ગાંદરબલ 15.93%, નુબ્રામાં 9.5% અને લેહમાં 6.5% મતદાન નોંધવામાં આવ્યું છે.

11:55 AM: કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઠંડી બની મતદાનમાં વિધ્ન.

11:52 AM: બાંદોપોર બ્લાસ્ટ બાદ પણ કાશ્મીરમાં મતદાન શરૂ.

11:31 AM: જમ્મૂ કાશ્મીરના બાંદીપોરમાં મતદાન વચ્ચે જ બ્લાસ્ટના સમાચાર છે. સેનાએ હાલ જવાબદારી સંભાળી લીધી છે.

10:18 AM: કાશ્મીરના યુવાનોએ કહ્યું તે ફક્ત તેને જ વોટ આપશે જે રાજ્યની સાથે સાથે દેશને પણ આગળ વધારશે.

10:16 AM: કંગન વિધાનસભા સીટ માટે હરિગનિમેન મતદાન કેન્દ્ર પર પારંપારિક કાશ્મીરી પરિધાન પહેરેલા ઘણા યુવાનો મતદાન માટે લાઇનમાં.

10:15 AM: કાશ્મીરમાં મતદાનને લઇને યુવાઓનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

9:55 AM: ઝારખંડમાં નવ વાગ્યા સુધી 12.06% મતદાન. પલામૂમાં 16% અને ચતરામાં 11.05% સુધી મતદાન.

9:20 AM: સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ સુરક્ષાનું નિરિક્ષણ લેવા માટે કાશ્મીર જશે.

9:15 AM: જમ્મૂના ડોડામાં ભારે સંખ્યામાં મહિલા મતદારો પોલિંગ બૂથની બહાર હાજર.

9:00 AM: ગુમલામાં મતદારોએ કહ્યું, 'પહેલાં મતદાન પછી જલપાન'.

8:55 AM: ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગુમલામાં ભારે સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા.

8:40 AM: ઝારખંડના લાતેહારમાં પોલિંગ બૂથ પર ભારે સંખ્યામાં સુરક્ષાકર્મી તૈનાત.

8:32 AM: મતદારોનું માનવું છે કે સમજી વિચારીને પોતાના મતદાનનો ઉપયોગ કરવો પડશે.

8:30 AM: ભારે ઠંડી હોવાછતાં પણ જમ્મૂ-કાશ્મીરમાં વોટ આપવા માટે ઘરની બહાર નિકળી રહ્યાં છે મતદારો.

8:25 AM: કાશ્મીરમાં હુર્રિયતના ગિલાની ગ્રુપના વિધાનસભા ચૂંટણીનો બહિકાર કરવાની જાહેરાત કરી.

8:15 AM: જમ્મૂ કાશ્મીરમાં મતદાન દરમિયાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કાશ્મીરના યુવાનોને અપીલ કરી કે તે પોતાનો વોટ જરૂર આપે.

8: 00 AM: જમ્મૂ કાશ્મીરમાં મતદાન શરૂ થઇ ગયું છે.

7:50 AM: કાશ્મીરના ડોડામાં સુરક્ષા બંધોબસ્ત વચ્ચે મતદારો વોટ આપવા પહોંચ્યા.

7:20 AM: ઝારખંડના પલામૂમાં ચાર જગ્યાએ લૈંડમાઇન મળી આવ્યા. બે લૈંડમાઇન પોલિંગ બૂથ પર મળ્યા.

7:00 AM: ઝારખંડમાં વોટિંગ શરૂ. ગુમલામાં પોલિંગ બૂથના બહાર ભારે સંખ્યામાં મતદારો વોટ આપવા પહોંચ્યા.

તમને જણાવી દઇએ કે આજે જ્યાં જમ્મૂ તથા કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 10 લાખથી વધુ મતદારો 123 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરશે. તો બીજી તરફ ઝરખંડના પ્રથમ તબક્કામાં ત્રીસ લાખથી વધુ મતદારો 199 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરશે.

ચૂંટણી કમિશન દ્વારા બંને રાજ્યોમાં મતદાન માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડની 81 માંથી 13 સીટો પર આજે મતદાન કરવામાં આવશે તો બીજી તરફ પ્રથમ તબક્કામાં કાશ્મીર ઘાટીના બે જિલ્લા- બાંદીપુરા અને ગંદેરબલ, લદ્દાખ ક્ષેત્રના બે જિલ્લા- કારગિલ અને લેહ અને જમ્મૂ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓ- રામબન, ડોડા અને કિશ્તવાડમાં મતદાન થશે.

કાશ્મીરના મતદાનમાં 5,49,696 પુરૂષ અને 5,00,539 મહિલા મતદારો સહિત 10,50,250 મતદારો 15 વિધાનસભા સીટો માટે 1,787 મતદાન કેન્દ્રો પર મતદાન કરશે. તો બીજી તરફ ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 3,939 કેન્દ્રો પર કુલ 32,59,536 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઝારખંડમાં કુલ 1,6,12 મતદાન કેન્દ્રોને આદર્શ મતદાન કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 263 મતદાન કેન્દ્રો પરથી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત લગભગ 1,752 મતદાન કેન્દ્રોને અતિ સંવેદનશીલ તથા 1,104ને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

ઝારખંડમાં સાત વાગે મતદાન શરૂ થશે, જે સાંજે ત્રણ વાગ્યા સુધી ચાલશે. જ્યારે કાશ્મીરમાં મતદાન પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર સુધી ચાલશે. તમને જણાવી દઇએ કે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) તથા બહુજન સમાજ પાર્ટી (બસપા) 12-12 સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ સાત તથા તેનું ગઠબંધન ભાગીદાર રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) છ સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે.

English summary
The stage is set for the first of the five-phased Assembly elections in Jammu and Kashmir and the mineral-rich state Jharkhand.Here are the Live updates of polling from various districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X