For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિવ ઇન રિલેશન એ કોઇ પાપ કે ગૂનો નથી: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: દેશની સર્વોચ્ચ અદાલતે સંસદને જણાવ્યું છે કે લિવ ઇન રિલેશન અને તેના દ્વારા જન્મેલા બાળકો માટે સમાન કાનૂન વ્યવસ્થા હોવી જોઇએ. કારણ કે આ એક ગંભીર મુદ્દો છે.

કોર્ટે જણાવ્યું કે લિવ ઇન રિલેશનમાં રહેવું કોઇ અપરાધ કે કોઇ પાપ નથી. પરંતુ લિવઇન રિલેશનની પરિભાષાને યોગ્ય રીતે સમજવી પડશે. લગ્ન વગર કોઇની સાથે રહેવું.. એ કોઇનો વ્યક્તિગત નિર્ણય હોઇ શકે છે. તેમાં દખલઅંદાજી કરવાનનો કોઇ અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે.એસ. રાધાકૃષ્ણન અને પિનાકી ચંદ્ર ઘોષે લિવ ઇન રિલેશનના કેસ પર સુનાવણી કરી રહ્યા હતા. આ કેસમાં એક યુવક અને યુવતી લિવ ઇન રિલેશનમાં લાંબા સમયથી રહેતા હતા. યુવક પરણિત અને બે બાળકોનો પિતા હતો. તેમ છતા યુવતી તેની સાથે લિવ ઇન રિલેશનમાં હતી પરંતુ થોડાક જ દિવસો બાદ તેને લાગ્યુ કે તે યુવક તેની સાથે માત્ર રૂપિયા માટે રહી રહ્યો છે તો તેણે યુવક પર ભરણપોષણનો દાવો ઠોકી દીધો.

supreme court
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કે.એસ રાધાકૃષ્ણન અને પિનાકી ચંદ્ર ઘોષે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે પરણિત અને બાળકના પિતા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું અને બાદમાં ભરણપોષણનો દાવો માંડવો એ અયોગ્ય છે કારણ કે આનાથી તેની અસલ પત્ની અને તેના બાળકો પર ખોટી અસર પડે છે, અને આ તેમની સાથે અન્યાયની શ્રેણીમાં પણ આવે છે. કોઇપણ લિવ ઇન મહિલા પાર્ટનરને પત્નીનો દરજ્જો મળી શકે નહીં.

English summary
Live in relationship is neither a crime nor a sin, the Supreme Court has held while asking Parliament to frame law for protection of women in such relationship and children born out of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X