
Live News: ઝારખંડમાં અંતિમ તબક્કામાં 71% મતદાન, 23 ડિસેમ્બરે પરિણામ
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: દેશના દરેક મહત્વના સમાચાર અહીં એક પેજ પર વાંચો. સૌથી ઝડપી અપડેટ તમને આ પેજ પર જોવા મળશે. ઘણા સમાચારો સંક્ષિપ્તમાં વાંચી શકો છો તો ઘણા સમાચાર વિસ્તારપૂર્વક. આજના અત્યાર સુધીના સૌથી મોટા સમાચારા જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડની ચૂંટણીના છે જ્યાં આજે પાંચમ અને અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે.
એટલા માટે અને તમારા માટે લાવ્યા છીએ દેશ-દુનિયાના તાજા સમાચારોની સાથે-સાથે મતદાનનું લાઇવ અપડેટ પણ, જેને વાંચવા માટે સતત પેજને રીફ્રેશ કરતાં રહો અને વનઇન્ડિયા સાથે જોડાયેલા રહો.
6:00 PM: ઇન્ડિયા ટીવી-સી વોટર અનુસાર જમ્મૂ કાશ્મીરની 87 સભ્યોવાળી વિધાનસભામાં પીડીપીને 32-38, ભાજપને 27-33, કોંગ્રેસને 4-10 અને નેશનલ કોંફ્રેંસને 8-14 સીટો મળી શકે છે.
5:20 PM: જેડીયૂના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં વિજળી આપૂર્તિ વધારવામાં તેમણે આકરી મહેનત કરી, તેનો ફાયદો નરેન્દ્ર મોદી ચતુરાઇથી ઉઠાવ્યો છે.
5:05 PM: ઇન્ડિયા ટૂડે અને સિસરો એક્ઝિટ પોલના અનુસાર ઝારખંડમાં ભાજપને 41-49 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 7-11 સીટો મળવાનું અનુમાન છે.
5:00 PM: ઝારખંડ વિધાનસભાના પાંચમા અને અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે. આ તબક્કામાં રાજ્યમાં 71 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
4:35 PM: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં ધર્માંતરણના મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ.
4:15 PM: દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભાગમભાગ મચી હતી. થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના ઘણા નેતા ભાજપમાં જોડાયા હતા અને હવે ભાજપના ઘણા નેતા અને કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
4:05 PM: જમ્મૂ-કાશ્મીરમાં ભાજપના નેતા પર હુમલા સંબંધમાં પોલીસે કોંગ્રેસ નેતા મનોહર લાલ શર્મા પર કેસ દાખલ કર્યો છે.
4:00 PM: ધર્મ પરિવર્તનના વિરૂદ્ધ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે જો કોઇ હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવતું નથી તો આપણે પણ બીજા લોકોનો ધર્મ બદલીશું નહી.
3:42 PM: પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફે આતંકવાદીઓની તસવીર સાથે 'ગો ટૂ હેલ' લખીને ટ્વિટ કર્યું. આ સાથે જ તેમણે લખ્યું કે પાકિસ્તાનમાં વધુ 8 આતંકવાદીઓને કોઇપણ સમયે ફાંસી આપવામાં આવી શકે છે.
3:05 PM: મુનવ્વર રાણાને મળ્યો સાહિત્ય સંમાન, કુમાર વિશ્વાસે પાઠવી શુભેચ્છા.
2:30 PM: સાહિત્ય અકાદમીએ ભારતીય ભાષાઓમાં 2014ના વાર્ષિક પુરસ્કારોની જાહેરાત કરી દિધી છે. હિન્દી માટે પુરસ્કાર વરિષ્ઠ કથાકાર, કવિ, નિબંધકાર અને ચિંતક ડૉક્ટર રમેશચંદ્ર શાહને આપવામાં આવશે.
2:18 PM: ઝારખંડના અંતિમ તબક્કાના મતદાનમાં બપોરે એક વાગ્યા સુધી 53 ટકાથી વધુ મતદાન થયું છે.
2:02 PM: ભાજપના નેતા વિજેન્દ્ર સિંહના વિરૂદ્ધ દાખલ એક માનહાનિ કેસમાં હાજર ન થતાં નિચલી કોર્ટ દ્વારા દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર લગાવવામાં આવેલા ત્રણ લાખ રૂપિયાના દંડના કેસમાં હાઇકોર્ટે તેમને રાહત આપવાની મનાઇ કરી દિધી.
1:35 PM: બપોરે 12 વાગ્યા સુધી જમ્મૂ કાશ્મીરમાં 29.8 ટકા મતદાન નોંધવામાં આવ્યું જ્યારે ઝારખંડમાં 34.9 ટકા મતદાન થયું છે.
1:25 PM: જમ્મૂ કાશ્મીરના નોર્થમાં બારામૂલાના સોપોરમાં એક સંદિગ્ધ આતંકવાદીએ સરપંચને ગોળી મારી હત્યા કરી દિધી.
1:05 PM: બૉલીવુડના અભિનેતા આમિર ખાનની ફિલ્મ 'પીકે' રિલીજ થઇ ગઇ છે. ફિલ્મના પ્રથમ દિવસે 26.63 કરોડ રૂપિયા કમાણી કરી છે.
12:45 PM: દિલ્હીના બે રેલવે સ્ટેશનો- આનંદ વિહાર અને બિઝવાસનની સાથે 34 સ્ટેશનોને અત્યાધુનિક બનાવવાની તૈયારી ચાલી રહી છે.
12:30 PM: 11 વાગ્યા સુધી ઝારખંડમાં 35 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. હાડ થીજી જાય તેવી ઠંડી હોવાછતાં લોકો મતદાન માટે ઘરથી બહાર નિકળીને આવ્યા છે. જમ્મૂ કાશ્મીરમાં પણ મતદાનમાં ગતિ જોવા મળી રહી છે.
12:05 PM: બ્રિસબેન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સાથે 4 વિકેટે ભારતની હાર. આ હારની સાથે જ 4 મેચોની સીરીજ ભારત 0-2થી પાછળ છે. આ હારની સાથે જ એ નક્કી થઇ ગયું છે કે ભારત આ સીરીજ જીતી શકશે નહી.
11:55 AM: ઑલ ઇન્ડિયા બેંક ઇમ્પૉય એસોસિએશને જાહેરાત કરી છે કે આગામી મહિને દેશભરના બેંકકર્મી 5 દિવસની હડતાલ પર જશે. બેંકકર્મીઓની આ હડતાળ પગાર વધારાને લઇને છે.
11:30 AM: ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ધર્મ પરિવર્તન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ધર્મ પરિવર્તન વિરૂદ્ધ છે.
10:30 AM: પેશાવર હુમલાના માસ્ટરમાઇન્ડ મૌલાના ફજલુલ્લાહના મોતના સમાચાર, આધિકારીક પુષ્ટિ થઇ નથી
10:20 AM: અમેરિકાના રાષ્ટ્રપતિએ અમેરિકાના ડિફેંસ બજેટ પર હસ્તાક્ષર કર્યા. પાકિસ્તાન માટે એક બિલિયન ડોલરની મંજૂરી આપી.
10:00 AM: અમેરિકાના વિદેશ સચિવ જૉન કેરીએ ભારતમાં પ્રથમ ભારતીય-અમેરિકન રાજદૂત રાહુલ રિચર્ડ વર્માને શપથ ગ્રહણ કરાવ્યા. રિચર્ડ ટૂંક સમયમાં ભારત આવશે.
9:30 AM: રાજૌરીમાં મતદાન કરવા ગયેલા એક મતદારે કહ્યું જમ્મૂ કાશ્મીરના લોકો હિંસાથી કંટાળી ગયા છે અને હવે એક પરિવર્તન માટે તે મતદાન કરવા માટે બહાર આવી રહ્યાં છે.
9.00 AM: ભારતીય ક્રિકેટ ટીમના ટોચના બેસ્ટમેન ચેતેશ્વર પુજારાએ શનિવારે ગાબા ક્રિકેટ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમતાં પોતાની ટેસ્ટ કારર્કિદીમાં 2000 રન પુરા કર્યા.
8.30 AM: આજે જમ્મૂ જિલ્લાની 11 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં નગરોટા, ગાંધીનગર, જમ્મૂ પૂર્વ, જમ્મૂ પશ્વિમ, બિશ્નાહ, આરએસપુરા, સુચેતગઢ, મઢ, રાયપર, દોમાના, અખૂન અને છંબ વિધાનસભા સીટો સામેલ છે. આ ઉપરાંત કઠુઆ જિલ્લાની પાંચ સીટોમાં બની, બસોહલી, કઠુઆ, બિલાવર અને હીરાનગર છે તો બીજી તરફ રાજોરની ચાર સીટોમાં નૌશેરા, દરહાલ, રાજોરી અને કાલાકોટ વિધાનસભા સીટો સામેલ છે.
Jammu : People wait outside polling stations to cast their vote, 5th phase of Assembly polls underway pic.twitter.com/zoWUlfbdG5
— ANI (@ANI_news) December 20, 2014
8.00 AM: આકરી ઠંડી વચ્ચે પણ જમ્મૂમાં મતદાન શરૂ, મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7.30 AM: પોલિંગ બૂથની સામે મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, બૂથો પર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Dumka(Jharkhand): Voters queue up outside polling stations to cast their vote pic.twitter.com/TMf7yeEySq
— ANI (@ANI_news) December 20, 2014
7.20 AM: દુમકા જિલ્લાના જરમુંડી વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7.20 વાગ્યા સુધી મતદાન શરૂ થઇ શક્યું ન હતું. કર્મચારી પણ હજુસુધી ઇવીએમ સેટ કરી શક્યા ન હતા.
7.15 AM: ઝારખંડમાં પાંચમા તબક્કાનું મતદાન શરૂ.
7.00 AM: ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીર વિધાનસભા માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં જમ્મૂ-કાશ્મીરની 20 સીટો અને ઝારખંડની 16 સીટો પર મતદાન કરવામાં આવશે.