
જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: દેશના દરેક મોટા સમાચાર અહીં વાંચો. સૌથી ઝડપી અપડેટ તમને આ પેજ પર જોવા મળશે. ઘણા સમાચારો તમે સંક્ષિપ્તમાં પણ વાંચી શકો છો . આજના સૌથી મોટા સમાચાર જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડની ચૂંટણી છે જ્યાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે.
એટલા માટે અમે તમારા માટે લાવ્યા છીએ દેશ-દુનિયાના તાજા સમાચારોની સાથે-સાથે મતદાનનું લાવ અપડેટ, જેને વાંચવા માટે સતત પેજને રીફ્રેશ કરતા રહો અને વનઇન્ડિયા સાથે જોડાયેલા રહો.
9 ડિસેમ્બરના સમાચાર
06.00 PM: જમ્મૂ કાશ્મીરમાં 16 સીટો પર 58% મતદાન, ઝારખંડ 17 સીટો પર 17% મતદાન થયું.
05.30 PM: જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ
04:39 PM: પશ્વિમ બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓના વચ્ચે મુઠભેડમાં પાંચ લોકો ઘાયલ.
04:38 PM: જમ્મૂ-કાશ્મીરના પાટણ ચૂંટણી બૂથ પર સુરક્ષાકર્મીઓ પર અલગાવવાદીઓએ કર્યો પથ્થરમારો.
04:19 PM: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે સુનાવણી આવતીકાલ સુધી ટળી.
04:18 PM: થાઇલેંડે ઉબરને ટેક્સી સેવા રોકવાનો આદેશ આપ્યો.
03:54 PM: સુપ્રીમ કોર્ટે એન શ્રીનિવાસનની બધી સૂચનોને નકારી કાઢી.
03:53 PM: લખનઉ નજીક પિપરસંદ સ્ટેશન પાસે રેલવે લાઇન પર ચાલતાં સ્કુલ જઇ રહેલા 2 વિદ્યાર્થીઓ ટ્રેનની ચપેટમાં આવી જતાં મોત.
03:52 PM: કલકત્તામાં સીબીઆઇ ઓફિસ બહાર ભાજપ કાર્યકર્તાઓનું પ્રદર્શન, શારદા ગોટાળામાં મમતા બેનર્જીની ધરપકડની માંગ.
03:44 PM: જમ્મૂમાં બે વાગ્યા સુધી 50 ટકા મતદાન.
03:40 PM: ઝારખંડમાં બપોરે અઢી વાગ્યા સુધી 55% સુધી મતદાન અને જમ્મૂ કાશ્મીરમાં 27.03% મતદાન.
03:35 PM: બૉલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના પૈતૃક ગામને દત્તક લીધું છે.
03:15 PM: સ્પૉટ ફિક્સિંગ કેસમાં એન શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટની સમક્ષ પાંચ સૂચન રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે એન શ્રીનિવાસનને બીસીસીઆઇ કે પછી સીએસકે માંથી કોઇને પસંદ કરવાનું કહ્યું.
03:00 PM: ગૃહમંત્રી રાજનાથ સિંહે બધા રાજ્યોને વેબ બેસ્ડ કૈબ સર્વિસેઝ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું.
02:40 PM: દિલ્હી રેપ કેસની રાજનાથ સિંહે નિંદા કરી ગણાવી કાયરતાપૂર્ણ બાબત.
02:30 PM: ઓસ્ટ્રેલિયાના ઓપનર બેસ્ટમેન ડેવિડ વોર્નર (145)ની ઝડપી સદી બાદ કેપ્ટન માઇકલ ક્લાર્ક (રિયાયર્ડ હર્ટ 60) તથા સ્ટિવન સ્મિથ (અણનમ 72)ની અડધી સદીની ઇનિંગના લીધે ઓસ્ટ્રેલિયા ટીમે એડિલેડ ઓવલ મેદાન પર મંગળવારે ભારતની સાથે શરૂ થઇ કોમનવેલ્થ ટેસ્ટ સીરીઝના પ્રથમ મુકાબલામાં દિવસની રમત પુરી થવા સુધી પોતાની પ્રથમ ઇનિંગમાં છ વિકેટના નુકસાન પર 354 રન બનાવી લીધા છે.
02:05 PM: ઝારખંડમાં અત્યાર સુધી 30 ટકા અને જમ્મૂ-કાશ્મીરમાં 12 ટકા મતદાન
01:50 PM: દિલ્હીમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી.
01:30 PM: દિલ્હી કેબ રેપ કેસ મુદ્દે કેબ કંપની ઉબર વિરૂદ્ધ કેસ દાખલ.
01:20 PM: SCએ એન શ્રીનિવાસનને પૂછ્યું, IPLમાં 400 કરોડ રૂપિયાના રોકાણ પાછળ ક્રિકેટ પ્રત્યે પ્રેમ કે અંગત હિત.
01:15 PM: કેબ રેપ કેસમાં દિલ્હી પોલીસ 20 દિવસોમાં ચાર્જશીટ દાખલ કરશે.
01:00 PM: કાશ્મીરના બારમૂલા સ્થિત એક પોલિંગ બૂથ પર આતંકવાદીએ પેટ્રોલ બોમ્બ ફેંકીને મતદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો.
12:30 PM: સુપ્રીમ કોર્ટમાં શ્રીનિવાસને કહ્યું ગુરૂનાથ મયપ્પન વિરૂદ્ધ થનાર કોઇપણ પ્રકાર તપાસથી પોતાને દૂર રાખશે. સુપ્રીમ કોર્ટે બીસીઆઇ અને શ્રીનિવાસનને સીએસકેની સાથે ગુરૂનાથ મયપ્પન માટેના મંતવ્ય માટે 2:00 સુધીનો સમય આપ્યો.
12:15 PM: ઝારખંડના ધનબાદમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી શરૂ.
11:45 AM: પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યું કે ઉબરે એ સ્વિકારી લીધું છે કે ડ્રાઇવરને રાખવામાં ઘણા પ્રકારની ભૂલો થઇ પરંતુ હવે આ મુદ્દે આગળ શું થશે. કિરણ બેદીએ સંયુક્ત ક્રિમિનલ ડેટા અને વેરિફિકેશન સિસ્ટમને બરાબર કરવા પર ભાર મૂક્યો.
11:30 AM: જમ્મૂ કાશ્મીરમાં સવારે નવ વાગ્યા સુધી મતદાનની સ્થિતિ, ઉરી-10.25%, રાફિયાબાદ 4.59%, સોપોર 2.39%, સંગ્રમા 3.44%, બારામૂલા 2.97%, ગુલમર્ગ 7.47%, ત્રાલ 5.41%, પંપોર 12.28%, પુલવામા 7.62% અને રાજપુરામાં 13%.
11:15 AM: ઝારખંડની 17 અને જમ્મૂ કાશ્મીરની 16 વિધાનસભા સીટો માટે મતદાન જોર-શોરથી ચાલુ છે. બંને જગ્યાઓ પર આકરી સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ બે કલાક દરમિયાન 13 ટકા મતદાન.
11:00 AM: બળાત્કારના મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પીએમને મળશે અને આ મુદ્દે તેમને જાણકારી પુરી પાડશે. ડોવાલે આ પહેલાં દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે મળીને તેમને આ મુદ્દા પર પુરી જાણકારી લીધી છે.
10:55 AM: આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ રાજ્યસભામાં દિલ્હીમાં થોડા દિવસો પહેલાં થયેલા કૈબ રેપ કેસ મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપશે.
10:40 AM: દેશના શેર બજારમાં મંગળવારે શરૂઆતી વેપારમાં તેજી જોવા મળી. સેંસેક્સ સવારે લગભગ 9.300 વાગે 36.33 અંકોના ઘટાડા સાથે 28,083.07 પર અને નિફ્ટી પણ લગભગ અત્યારે 12.45 અંકોના ઘટાડા સાથે 8,425.80 પર વેપાર કરતો જોવા મળ્યો. બીએસઇ સેંસેક્સ સવારે 14.82 અંકોની તેજી સાથે 28,134.22 પર ખુલ્યો.
10:30 AM: આજે સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સનું ભવિષ્ય. સુપ્રીમ કોર્ટમાં આજે ચેન્નઇની ટીમ પર સુનાવણી થવાની છે.
10:20 AM: ટાઇમ મેગેજીનના પર્સન ઑફ ધ યર પોલમાંથી બાહર થયા બાદ બીજેડીનું નિવેદન. કહ્યું આપણે ખુશ થવું જોઇએ આપણા પીએમને આટલી પ્રશંસા મળી.
10:00 AM: દિલ્હીમાં આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક. ભાજપના બધા નેતા ટાઇમ પર મીટિંગમાં પહોંચ્યા.
09:00 AM: જમ્મૂ કાશ્મીરની 16 વિધાનસભા સીટો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. બારામૂલ, બડગામ અને પુલવામામાં પણ વોટિંગ શરૂ પોલિંગ બૂથ પર જોરદાર ભીડ.
09:30 AM: શુક્રવારે આતંકી હુમલાના સાક્ષી બનેલા શ્રીનગર ઉરી સેક્ટરમાં મતદાન માટે લોકોની ભારે ભીડ જામી રહી છે. પોલિંગ બૂથ પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.
3rd phase of polling begins in J&K, voters line up outside a polling station in Uri pic.twitter.com/Te5Hc5BRcO
— ANI (@ANI_news) December 9, 2014
09:15 AM: દિલ્હી કેબ રેપ કેસ મુદ્દે આજે ઉબર કંપનીના મેનેજર સાથે પૂછપરછ થશે. તો બીજી તરફ દિલ્હી મહિલા આયોગે ભારતમાં કંપનીનું કામ સંભાળનાર સીઇઓને તેડુ મોકલવામાં આવ્યું છે.
09:00 AM: ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે જ આજે ઝારખંડના ધનબાદમાં નરેન્દ્ર મોદીની રેલી. સુરક્ષાની આકરી વ્યવસ્થા.
8:45 AM: પીએમ મોદીએ ટ્વિટ કર્યું અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
Best wishes to Congress President Smt. Sonia Gandhi on her birthday. May Almighty bless her with a long & healthy life.
— Narendra Modi (@narendramodi) December 9, 2014
08:30 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.
Urging all those voting today, in Phase 3 of the Assembly elections in J&K and Jharkhand, to turnout in record numbers & cast their vote.
— Narendra Modi (@narendramodi) December 9, 2014
08:15 AM: ઝારખંડમાં ક્યાંક ઓછી તો ક્યાંક મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચી ચુક્યા છે. ઠંડી પર લોકોના ઉત્સાહને ઓછી કરી શકતી નથી.
08:00 AM : કાશ્મીરમાં પણ મતદાન શરૂ
07:15 AM: ઝારખંડમાં આ તબક્કામાં 289 ઉમેદવાર મેદાનમાં છે. તેમાં 26 મહિલા ઉમેદવાર છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં કુલ 144 ઉમેદવાર મેદાનમાં છે.
07:00 AM: ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીર વિધાનસભા માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં જમ્મૂ-કાશ્મીરની 16 સીટો અને ઝારખંડની 17 સીટો પર મતદાન કરવામાં આવશે.