મન કી બાતઃ 'સરકારનાં 3 વર્ષના લેખાજોખા, આલોચના બદલ આભાર'

Written By:
Subscribe to Oneindia News

પીએમ નરેન્દ્ર મોદી આજે 32મી વાર 11 વાગે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી આજે તે પહેલી વાર આ મન કી બાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ દિલ્હીના આર કે પુરમ વિસ્તાર ગરીબોની સાથે બેસીને રેડિયો પર પીએમ મોદીની મન કી બાત સાંભળશે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાતમાં શું કહ્યું જાણો અહીં વિગતવાર....

narendra modi
 • રિયાસીની મહિલાઓએ મશાલ યાત્રા કરી ઘરે ઘરે જઇને લોકો અને માં-બહેનોને આ અંગે જાગૃત કરી હતી. હું આ તમામને અભિનંદન પાઠવું છું.
 • જમ્મુ કાશ્મીરના રિયાસી બ્લોકને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ત્યાંના તમામ નાગરિકો અને પ્રશાસનને આભાર.
 • હું ગર્વથી કહી શકું છું કે મુંબઇમાં ગંદી રીતે નજર આવતા વર્સોવા બીચ પરથી હજારો ટન કચરો નીકાળવામાં આવ્યો છે. અને આજે વર્સોવા બીચ સાફ અને સુંદર બની ગયો છે. આ વર્સોવા બીચને સાફ કરવાની જવાબદારી અફરોજ શાહે સંભાળી છે.
 • આપણે બધાએ દરેક શેરીમાં પ્રકૃતિ પ્રતિ પ્રેમ કરતા આગળ વધવાનું છે.
 • મન કી બાત કાર્યક્રમે મને ભારતના તમામ પરિવારનો એક સદસ્ય બનાવી લીધો છે.
 • અબુધાબીને કલાકાર અકબર સાહેબનો આભાર પીએમ મોદીએ મન કી બાતમાં માન્યો હતો. તેમણે #Mannkibaat વિષયો પર એક પણ રૂપિયો લીધા વગર પોતાનો પ્રેમ બતાવવા માટે સ્કેચ તૈયાર કર્યો છે.
 • એક જાગૃત અને ચૈતન્ય રાષ્ટ્ર માટે મંથન બહુ જ જરૂરી છે.
 • ગત 15 મહિનાથી સતત છાપા, ટીવી ચેનલોમાં વર્તમાન સરકારના ત્રણ વર્ષના લેખાજોખા અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જે તે તમામ લોકોનો આભાર માનું છું જે ઊંડાણપૂર્વક આલોચના કરી મહત્વપૂર્ણ ફિડબેક આપી રહ્યા છે.
 • વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશના 4 હજાર નગરોમાં સોલિડ અને લિક્વિડ વેસ્ટને કલેક્ટ કરવા માટે અલગ અલગ રંગની કચરાપેટીઓ આપવામાં આવશે.
 • ત્રીજા #InternationalYoga Day પર એક પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે યોગ કરે તેનો ફોટો NarendraModiApp કે MyGov પર અપલોડ કરો.
 • સરકારે રાજ્ય સરકારના સહયોગથી જનપ્રતિનિધિઓની મદદથી કચરા પ્રબંધન માટે એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.
 • યોગ દ્વારા આપણે સમગ્ર વિશ્વને એક સુત્રમાં જોડી ચૂક્યા છીએ. જેમ યોગ શરીર, મન, બુદ્ધિ અને આત્માને જોડે છે. તેમ જ યોગ વિશ્વને જોડી રહ્યું છે.
 • આપણે ત્યાં કહેવામાં આવે છે કે માતા ભૂમિ: પુત્રો અહમ પૃથિવ્યા: એટલે કે જે શુદ્ધતા છે તે આપણી પૃથ્વીના કારણે છે.
 • વેદોમાં પૃથ્વી અને પર્યાવરણને શક્તિનું મૂળ માનવામાં આવ્યું છે.
 • 5 જૂનને પ્રકૃતિ સાથે જોડી વૈશ્વિક અભિયાનને આપણે સ્વયંભૂ અભિયાન બનાવવું જોઇએ.
 • જો તમને સમય મળે તો ક્યારેક આઝાદીની જંગના તીર્થ સમાન ક્ષેત્ર સેલ્યુલર જેલ જરૂર જાવ : પીએમ મોદી
 • હું ખૂબ જ ખુશ છું કે આપણી યુવા પેઢી દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામો મામલે રૂચિ લઇ રહી છે.
 • અહીં તમામ પ્રકારની વિચારધારા, તમામ પ્રકારની પૂજા અને પરંપરા છે. અને તમામ લોકો એક સાથે રહે તેવી પ્રણાલી સાધ્ય કરી છે.
 • તેમણે કહ્યું કે સવા સો કરોડ દેશવાસીઓ માટે તે ગર્વની વાત છે કે દુનિયાના તમામ સંપ્રદાય ભારતમાં છે.
 • રમઝાન પર શુભેચ્છા: પીએમ મોદીએ આજે તેમના કાર્યક્રમ મન કી બાતની શરૂઆતમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થવા પર તમામ મુસ્લિમ ભાઇઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી. અને કહ્યું હતું કે આ પવિત્ર મહિનામાં દેશમાં શાંતિ અને સદ્દભાવના વધે.
English summary
Prime Minister Narendra Modi will address the nation in the 32nd episode of the monthly programme Mann Ki Baat at 11 am on Sunday.
Please Wait while comments are loading...