For Quick Alerts
For Daily Alerts
મોદીની સાથે ભોપાલમાં રેલી કરી શકે છે અડવાણી!
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: બીજેપી તરફથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કર્યા બાદ દેશનીમાં ગરમાવો આવ્યો છે. એક બાજું બીજેપીની અંદર ઉથલ-પાથલ વધી ગઇ છે, જ્યારે બીજી પાર્ટીઓ પણ મોદીની કાટમાં કમર કસી રહી છે.
રાજકીય ગલિયારામાંથી મળી રહેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી નારાજ ગણાવવામાં આવી રહેલા અડવાણી 25 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીની સાથે ભોપાલમાં રેલીનું આયોજન કરી શકે છે. પાર્ટી પ્રવક્તા રવિશંકર પ્રસાદે પોતે આ અંગેના સંકેત આપ્યા છે.
સાથે સાથે બીજેપીમાં તાજપોશી થયા બાદ આજે રવિવારે નરેન્દ્ર મોદી હરિયાણાના રેવાડીમાં પોતાની પહેલી રેલીનું આયોજન કરવા જઇ રહ્યા છે. રેલી માટે જબરદસ્ત તૈયારી થઇ ચૂકી છે, અને નરેન્દ્ર મોદી રેવાડી પહોંચી પણ ગયા છે. આની દરેકની મીટ મોદી તરફ મંડાઇ છે કે પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ મોદી પોતાના ભાષણમાં શું કહે છે.