• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિગ્ગજોની ગેરહાજરીથી મોદી પર સૌની નજર, જાણો કોણે શું કહ્યું...

|

નવી દિલ્હી, 7 જૂન : ગોવામાં બીજેપીના કેન્દ્રીય હોદ્દેદારોની આજે બેઠક યોજાવાની છે, જેમાં આવતીકાલે એટલે કે શનિવારે શરૂ થઇ રહેલી પાર્ટીની કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો એજન્ડા નક્કી કરવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી આજે બેઠકમાં હાજરી નહીં આપે. કહેવાય છે કે આડવાણીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજે બેઠકમાં ઉપસ્થિત નહીં રહે, પરંતુ આવતીકાલે કાર્યકારિણી બેઠકમાં તેઓ હાજર રહી શકશે.

આડવાણી ઉપરાંત પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રવિ શંકર પ્રસાદ, જસવંત સિંહ અને શત્રૂઘ્ન સિન્હા પણ આ બેઠકમાં હાજર રહી શકવાના નથી. આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી મોદીની આવનારી લોકસભા ચૂંટણીમાં ભૂમિકા અંગે મોટો નિર્ણય લેવાશે. જોકે પાર્ટીના કેટલાંક નેતાઓ મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવા માગે છે તો કેટલાંક મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર.

સૂત્રોએ જણાવ્યું કે કેટલાક હોદ્દેદારો કાર્યકારિણીની બેઠક દરમિયાન મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવા માટે દબાવ નાખી શકે છે. પરંતુ આ મુદ્દા પર પાર્ટીની અંદર હજી સામાન્ય મંતવ્યનો અભાવ જોવા મળે છે. વરિષ્ટ ભાજપી નેતાઓની ગેરહાજરીને લઇને કોણે શું ટિપ્પણી કરી તેની એક નજર...રાજનાથ સિંહ, પ્રમુખ

આડવાણીજીની તબિયત નાદૂરસ્ત હોવાથી, હું પોતે તેમને આજની બેઠકમાં હાજર રહેવા ના કહી રહ્યો છું. તેઓ આવતીકાલે કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા ગોવા આવી પહોંચશે.

રાજનાથ સિંહ, પ્રમુખ

રાજનાથ સિંહ, પ્રમુખ

આડવાણીજીની તબિયત નાદૂરસ્ત હોવાથી, હું પોતે તેમને આજની બેઠકમાં હાજર રહેવા ના કહી રહ્યો છું. તેઓ આવતીકાલે કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા ગોવા આવી પહોંચશે.

વેંકૈયા નાઇડુ, બીજેપી

વેંકૈયા નાઇડુ, બીજેપી

દરેકની અંદર બંધુ વાંચવાની કોશિશ ના કરો. મે એમની(આડવાણી) સાથે જાતે વાત કરી છે. એ આવતીકાલે આવશે.

 જસવંત સિંહ, બીજેપી

જસવંત સિંહ, બીજેપી

હું આજે મળનાર હોદ્દેદારોની બેઠકમાં નથી જઇ રહ્યો. કારણ કે મારી તબિયત સારી ના હોવાથી હું હોસ્પિટલ જઇ રહ્યો છું.

ઉમા ભારતી, બીજેપી

ઉમા ભારતી, બીજેપી

હું નરેન્દ્ર મોદી વિશે કશું કહેવા નથી માંગતી. જો હું કંઇપણ કહીશ તો, તે મોટું રૂપ ધારણ કરી શકે છે. હા મારી પાસે મારુ મંતવ્ય છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે યોગ્ય પાથ નથી. હું તેને યોગ્ય સમયે જણાવીશ, પણ હા એ મારી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહ વચ્ચેની વાત રહેશે.

મનોહર પારિકર, બીજેપી

મનોહર પારિકર, બીજેપી

જો ભારતીય જનતા પાર્ટી લોકસભામાં જીત હાસલ કરવા માંગતી હોય તો, મોદીને ઉચ્ચ નેતા માટે આગળ કરવા જોઇએ.

યશવંત સિન્હા, બીજેપી

યશવંત સિન્હા, બીજેપી

લીડરશીપના મુદ્દાને ચર્ચવા માટે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીનું માળખું ખૂબ જ મોટું છે. બીજેપીએ પહેલા જ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે આ અંગનો નિર્ણય સંસદીય સમિતિમાં લેવાશે.

સ્મૃતિ ઇરાણી, બીજેપી

સ્મૃતિ ઇરાણી, બીજેપી

હું પ્રાર્થના કરું છું કે એલ.કે આડવાણીનું સ્વાસ્થ્ય સારું થઇ જાય. મને સમાજાર એવા પણ મળ્યા છે કે આવતીકાલે આડવાણીજી ગોવા આવી રહ્યા છે. અમે બધા જાણીએ છીએ કે પાર્ટીના કાર્યકરો શું ઇચ્છે છે, પરંતુ આપણે સૌએ રાહ જોવી પડશે કે સંસદીય સમિતિ શું નિર્ણય કરે છે.

પ્રકાશ જાવડેકર, બીજેપી

પ્રકાશ જાવડેકર, બીજેપી

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અમારી પાર્ટી ડેમોક્રેટીક પાર્ટી છે માટે દરેકની પાસે પોતાના વિચારો રાખવાની આઝાદી છે. પરંતુ અમે જાણીએ છીએ કે તે કેવી રીતે કરવું, ક્યારે કરવું, અને કોણ તેને કરવા માટે યોગ્ય છે. તો અમે યોગ્ય સમયે પાર્લીયામેન્ટરી બોર્ડનો સંપર્ક કરીશું.

બલબીર પુંજ, બીજેપી

બલબીર પુંજ, બીજેપી

નરેન્દ્ર મોદી એ અમારા રાષ્ટ્રીય નેતા છે અને તેઓ ગુજરાતના લોકલાડીલા નેતા છે. બીજેપીના નેતાઓ પણ તેમને પ્રેરણાસ્રોત ગણે છે. આ બેઠક બાદ તેઓને ચોક્કસ પાર્ટીમાં એક મોટી ભૂમિકા ભજવવાનું કાર્ય સોંપવામાં આવશે.

નરેશ અગ્રવાલ, સપા નેતા

નરેશ અગ્રવાલ, સપા નેતા

મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામથી અટવાઇ ગઇ હશે, બીજેપીએ આ અંગે હજી સુધી આ મુદ્દાને ક્લિયર કર્યો નથી. બીજેપી માત્ર પીએમ પદ માટે જ કેર કરે છે. તેઓને માત્ર તેમની જ પડી છે તેમને રાષ્ટ્રની કોઇ ચિંત નથી.

રાશિદ અલ્વી

રાશિદ અલ્વી

ગોવામાં આજે ભાજપી હોદ્દેદારોની બેઠકમાં આડવાણી હાજરી નહીં આપવા પર કોંગ્રેસી નેતા રાશિદ અલ્વીએ ટોણો મારતા કહ્યું કે મોદીના નામથી ભાજપાના નેતા જ બીમાર થઇ ગયા છે તો, બિચારી દેશની જનતાનો શું હાલ થશે એ વિચારવા લાયક વાત છે.

જગદમ્બિકા, કોંગ્રેસ

જગદમ્બિકા, કોંગ્રેસ

ભાજપ બે ભાગમાં વહેચાઇ ગયું છે, એક સાથે આટલા બાધ નેતાઓ કેવી રીતે બિમાર થઇ ગયા. એક મોદીના ભાગમાં અને એક અડવાણીના ભાગમાં.

કમલ ફારુકી, સપા નેતા

કમલ ફારુકી, સપા નેતા

ભાજપ પાસે મોદી સિવાય પણ અન્ય દિગ્ગજન નેતાઓ છે, પરંતુ તેઓ મોદી કે જે કટ્ટરવાદી હિન્દુત્વવાદીનો ચહેરો છે, તેમની આ છબીનો ઉપયોગ કરીને વધુ હિન્દુ મતો મેળવાની ઇચ્છા ધરાવે છે, પંરતુ લાંબા ગાળે તેમને તેનાથી કોઇ ફાયદો નહી થાય.

રેણુકા ચોધરી, કોંગ્રેસ

રેણુકા ચોધરી, કોંગ્રેસ

બીજેપીના નેતાઓને 'નમોનાઇટીસ' થઇ ગયું છે.

વેંકૈયા નાઇડુ, બીજેપી

દરેકની અંદર બંધુ વાંચવાની કોશિશ ના કરો. મે એમની(આડવાણી) સાથે જાતે વાત કરી છે. એ આવતીકાલે આવશે.

જસવંત સિંહ, બીજેપી

હું આજે મળનાર હોદ્દેદારોની બેઠકમાં નથી જઇ રહ્યો. કારણ કે મારી તબિયત સારી ના હોવાથી હું હોસ્પિટલ જઇ રહ્યો છું.

ઉમા ભારતી, બીજેપી

હું નરેન્દ્ર મોદી વિશે કશું કહેવા નથી માંગતી. જો હું કંઇપણ કહીશ તો, તે મોટું રૂપ ધારણ કરી શકે છે. હા મારી પાસે મારુ મંતવ્ય છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે યોગ્ય પાથ નથી. હું તેને યોગ્ય સમયે જણાવીશ, પણ હા એ મારી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહ વચ્ચેની વાત રહેશે.

મનોહર પારિકર, બીજેપી

જો ભારતીય જનતા પાર્ટી લોકસભામાં જીત હાસલ કરવા માંગતી હોય તો, મોદીને ઉચ્ચ નેતા માટે આગળ કરવા જોઇએ.

યશવંત સિન્હા, બીજેપી

લીડરશીપના મુદ્દાને ચર્ચવા માટે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીનું માળખું ખૂબ જ મોટું છે. બીજેપીએ પહેલા જ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે આ અંગનો નિર્ણય સંસદીય સમિતિમાં લેવાશે.

સ્મૃતિ ઇરાણી, બીજેપી

હું પ્રાર્થના કરું છું કે એલ.કે આડવાણીનું સ્વાસ્થ્ય સારું થઇ જાય. મને સમાજાર એવા પણ મળ્યા છે કે આવતીકાલે આડવાણીજી ગોવા આવી રહ્યા છે. અમે બધા જાણીએ છીએ કે પાર્ટીના કાર્યકરો શું ઇચ્છે છે, પરંતુ આપણે સૌએ રાહ જોવી પડશે કે સંસદીય સમિતિ શું નિર્ણય કરે છે.

પ્રકાશ જાવડેકર, બીજેપી

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અમારી પાર્ટી ડેમોક્રેટીક પાર્ટી છે માટે દરેકની પાસે પોતાના વિચારો રાખવાની આઝાદી છે. પરંતુ અમે જાણીએ છીએ કે તે કેવી રીતે કરવું, ક્યારે કરવું, અને કોણ તેને કરવા માટે યોગ્ય છે. તો અમે યોગ્ય સમયે પાર્લીયામેન્ટરી બોર્ડનો સંપર્ક કરીશું.

બલબીર પુંજ, બીજેપી

નરેન્દ્ર મોદી એ અમારા રાષ્ટ્રીય નેતા છે અને તેઓ ગુજરાતના લોકલાડીલા નેતા છે. બીજેપીના નેતાઓ પણ તેમને પ્રેરણાસ્રોત ગણે છે. આ બેઠક બાદ તેઓને ચોક્કસ પાર્ટીમાં એક મોટી ભૂમિકા ભજવવાનું કાર્ય સોંપવામાં આવશે.

નરેશ અગ્રવાલ, સપા નેતા

મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામથી અટવાઇ ગઇ હશે, બીજેપીએ આ અંગે હજી સુધી આ મુદ્દાને ક્લિયર કર્યો નથી. બીજેપી માત્ર પીએમ પદ માટે જ કેર કરે છે. તેઓને માત્ર તેમની જ પડી છે તેમને રાષ્ટ્રની કોઇ ચિંત નથી.

રાશિદ અલ્વી :

ગોવામાં આજે ભાજપી હોદ્દેદારોની બેઠકમાં આડવાણી હાજરી નહીં આપવા પર કોંગ્રેસી નેતા રાશિદ અલ્વીએ ટોણો મારતા કહ્યું કે મોદીના નામથી

ભાજપાના નેતા જ બીમાર થઇ ગયા છે તો, બિચારી દેશની જનતાનો શું હાલ થશે એ વિચારવા લાયક વાત છે.

નેતા જગદમ્બિકા કોંગ્રેસ :

ભાજપ બે ભાગમાં વહેચાઇ ગયું છે, એક સાથે આટલા બાધ નેતાઓ કેવી રીતે બિમાર થઇ ગયા. એક મોદીના ભાગમાં અને એક અડવાણીના ભાગમાં.

કમલ ફારુકી, સપા નેતા :

ભાજપ પાસે મોદી સિવાય પણ અન્ય દિગ્ગજન નેતાઓ છે, પરંતુ તેઓ મોદી કે જે કટ્ટરવાદી હિન્દુત્વવાદીનો ચહેરો છે, તેમની આ છબીનો ઉપયોગ કરીને વધુ હિન્દુ મતો મેળવાની ઇચ્છા ધરાવે છે, પંરતુ લાંબા ગાળે તેમને તેનાથી કોઇ ફાયદો નહી થાય.

રેણુકા ચોધરી, કોંગ્રેસ

બીજેપીના નેતાઓને 'નમોનાઇટીસ' થઇ ગયું છે.

English summary
At the BJP's National Executive meeting in Goa over the weekend, party leaders are expected to decide whether Gujarat Chief Minister Narendra Modi should be elevated as the BJP's election chief. Several senior leaders, led by LK Advani, are reportedly opposed to the move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more