For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 3માં સરકારે આપી ઑનલાઈન ડિલીવરીને મંજૂરી, મંગાવી શકશો સામાન

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ કંપનીઓને બિનજરૂરી પ્રોડક્ટ્સની પણ ડિલીવરી કરી શકશે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટને જોતા કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉનનો સમય વધારીને 17 મે સુધી કરી દીધો છે. આ સાથે જ કોરોના વાયરસ સંક્રમણના ફેલાવને રોકવા માટે હવે દેશભરમાં વિવિધ ક્ષેત્રોને ચાર ઝોન (ગ્રીન, રેડ, ઓરેન્જ અને કન્ટેનમેન્ટ ઝોન)માં વહેંચવામાં આવ્યા છે. લૉકડાઉનનો આ ત્રીજો તબક્કો 4 મેથી શરૂ થઈ રહ્યો છે. આ સાથે જ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં અમુક ઢીલ પણ આપવામાં આવી છે. આ લૉકડાઉનની સારી વાત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ કંપનીઓને બિનજરૂરી પ્રોડક્ટ્સની પણ ડિલીવરી કરી શકશે.

સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર

સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર

દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 37 હજારને પાર જઈ ચૂકી છે. વળી, મહામારીથી અત્યાર સુધી 1200થી વધુ લોકોના જીવ જઈ ચૂક્યા છે. કોવિડ-19ના વધતા દર્દીઓ સાથે જ લૉકડાઉનને પણ બે સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યુ છે. આ લૉકડાઉનમાં રેડ, કન્ટેનમેન્ટ ઝોનને છોડીને ગ્રીન અને ઓરેન્જ જિલ્લાઓને છૂટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ ગ્રીનઅને ઓરેન્જ ઝોનમાં જરૂરી સામાનોની ઑનલાઈન ડિલીવરીને મંજૂરી આપવામાં આવી છે.

ઑનલાઈન ડિલીવરીને મળી મંજૂરી

ઑનલાઈન ડિલીવરીને મળી મંજૂરી

નવા દિશાનિર્દેશો અનુસાર 4મે થી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં રહેતા લોકો હવે સ્માર્ટફોન, લેપટૉપ અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનને ઘરે બેઠા મંગાવી શકે છે. પેટીએમ મૉલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસે જણાવ્યુ કે ગરમીની સિઝન આવી ગઈ છે. માટે લોકો એસી, કૂલર અને ફ્રિઝ તેમજ ગરમીના કપડાની પ્રોડક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લૉકડાઉનના કારણે લોકો વર્ક ફ્રોમ હોમ અને અભ્યાસ કરી રહ્યા છે જેના માટે તેમને લેપટૉપ, મોબાઈલ ફોન,, કમ્પ્યુટર હાર્ડવેરન જરૂર પણ પડી શકે છે.

રેડ અને કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ ચાલુ

રેડ અને કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ ચાલુ

અત્યાર સુધી ઈ-કૉમર્સને માત લૉકડાઉન સમય દરમિયાન જરૂરી વસ્તુઓ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કેન્દ્રના નવા દિશાનિર્દેશો બાદ લોકો બિનજરૂરી વસ્તુઓ ઑર્ડર કરી શકશે. જો કે આ છૂટ માત્ર ગ્રીન અને ઓરેન્જ ઝોનવળા વિસ્તારોને જ આપવામાં આવી છે. રેડ અને કન્ટેનમેન્ટ ઝોનમાં બધા પ્રતિબંધ પહેલાની જેમ જ લાગુ રહેશે.

શું છે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન

શું છે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન

સરકારે કોરોના વાયરસના કેસોની સંખ્યાના આધારે જિલ્લાઓને ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે કે જે રેડ, ઓરેન્જ અને ગ્રીન તેમજ કન્ટેનમેન્ટ ઝોન છે. રેડ ઝોન(કોરોના વાયરસના ઘણા કેસ), ઓરન્જ ઝોન (કોરોના વાયરસના અમુક કેસ), ગ્રીન ઝોન(છેલ્લા 21 દિવસોમાં એક પણ કોરોના વાયરસનો કેસ નહિ) અને કન્ટેનમેન્ટ ઝોન(સીલ્ડ ઝોન કે હૉટસ્પૉટ જ્યાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં પ્લાઝમા થેરેપીનો પ્રયોગ નિષ્ફળ, કોરોના દર્દીનુ લીલાવતી હોસ્પિટલમાં મોતઆ પણ વાંચોઃ મુંબઈમાં પ્લાઝમા થેરેપીનો પ્રયોગ નિષ્ફળ, કોરોના દર્દીનુ લીલાવતી હોસ્પિટલમાં મોત

English summary
lOCKDOWN-3 government approved online delivery, will be able to order goods from Flipkart-Amazon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X