For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાઈરસથી લડવા માટે માત્ર લૉકડાઉન કાફી નથીઃ WHO

કોરોનાવાઈરસથી લડવા માટે માત્ર લૉકડાઉન કાફી નથીઃ WHO

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના કારણે દેશના કેટલાય રાજ્યોમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. હાલ દુનિયાના કેટલાય દેશ પણ લૉકડાઉનની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે 14000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે સંક્રમિત લોકોનો આંકડો 3 લાખને પાર પહોંચી ચૂક્યો છે. લૉકડાઉનની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન સામે આવ્યું છે.

લૉકડાઉન કાફી નથી

લૉકડાઉન કાફી નથી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માઈક રયાને કહ્યું કે નોબલ કોરોનાવાઈરસના પ્રસારને રોકવા માટે લૉકડાઉન પર્યાપ્ત નહિ હોય. માઈક રયાને એક સાક્ષાત્કારમાં કહ્યું કે, 'આપણે હકિકતમાં એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે, જેઓ બીમાર છે અને વાયરસથી સંક્રમિત છે. તેમને શોધી અને દેખરેખમાં રાખી આ વાયરસના પ્રસારને રોકી શકાય છે.'

3300થી વધુ લોકોના મોત

3300થી વધુ લોકોના મોત

તેમણે કહ્યું કે લૉકડાઉન ખત્મ થયા બાદ મોટી સંખ્યામાં લોકો બહાર આવશે, ત્યારે આ બીમારીનો ખતરો વધુ વધી જશે. જણાવી દઈએ કે કોરોનાવાઈરસના કારણે ઈટલીમાં 5000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ચીનમાં 3300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 100 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આની ાથે જ અમેરિકામા ંકોરોનાવાઈરસથી મરનારાઓની સંખ્યા 389 થઈ ગઈ છે.

કોરોનાવાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે

કોરોનાવાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે

ભારતમાં પણ કોરોનાવાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે, જેને જોતા રાજધાની દિલ્હીમાં 31 માર્ચ સુધી લૉડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. જ્યારે બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને અન્ય કેટલાય રાજ્યોમાં પણ લૉકડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉથત્ર પ્દેશના 16 જિલ્લામાં લૉકડાઉનનું એળાન કરવામા આવ્યું છે. દેશમાં કોરોનાવાઈરસના કારમે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 396 પર પહોંચી ગઈ છે.

Coronavirusના કારણે સોમવારે સંસદના બજેટનું સમાપન થવાની સંભાવનાCoronavirusના કારણે સોમવારે સંસદના બજેટનું સમાપન થવાની સંભાવના

English summary
lockdown is not enough to fight covid 19 says who
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X