For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 મે બાદ પણ ચાલુ રહી શકે છે લૉકડાઉન પરંતુ વધુ છૂટ સાથેઃ સૂત્ર

કોરોના વાયરસનુ સંક્રમણ રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનને 17મે બાદ પણ લંબાવવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનુ સંક્રમણ રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનને 17મે બાદ પણ લંબાવવામાં આવી શકે છે. જો કે જે ક્ષેત્રોમાં કોરોના વાયરસના સંક્રમણની સમસ્યા વધુ ગંભીર નથી, ત્યાં લૉકડાઉન હેઠળ અમુક છૂટ આપવામાં આવી શકે છે. સોમવારે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગેની માહિતી આપી છે. દેશમાં હાલમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17 મે સુધી લાગુ છે.

15 મે સુધી રાજ્યોને સૂચનો મોકલવા માટે કહ્યુ

15 મે સુધી રાજ્યોને સૂચનો મોકલવા માટે કહ્યુ

એનડીટીવીના સમાચાર મુજબ જે રાજ્ય કે જિલ્લા રેડ ઝોનમાં શામેલ છે ત્યાં રાત્રિ કર્ફ્યુ અને સાર્વજનિક પરિવહનમાં પ્રતિબંધ ચાલુ રહી શકે છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા રાજ્યોને વર્તમાન નિયમોમાં ફેરફાર માટે 15 મે સુધી પોત પોતાના સૂચનો મોકલવા માટે કહ્યુ છે. બેઠક બાદ પ્રધાનમંત્રી તરફથી જારી એક નિેવેદનમાં કહેવામાં આવ્યુ છે, મારુ મજબૂતી સાથે માનવુછે કે લૉકડાઉનના પહેલા તબક્કા દરમિયાન જે ઉપાય અપનાવવામાં આવ્યા, બીજા તબક્કામાં તેની જરૂર નથી અને એ જ રીતે ત્રીજા તબક્કામાં જે ઉપાય અપનાવવામાં આવ્યા તેની હવે ચોથા તબક્કામાં જરૂર નથી.

'કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવે'

'કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવે'

સરકાર સાથે જોડાયેલા સૂત્રોનુ કહેવુ છે કે ઘણા રાજ્યોએ લૉકડાઉન લંબાવવા માટે કહ્યુ છે પરંતુ જે વિસ્તાર સૌથી વધુ સંકટમાં છે, લૉકડાઉનને માત્ર ત્યાં સુધી જ સીમિત રાખવાની વાત પણ કહી છે. આસાથે જ રાજ્યોને અનુરોધ કર્યો છે કે રેડ ઝોનને એક આખા જિલ્લા માટે માત્ર કન્ટેનમેન્ટ ઝોન તરીકે બદલવામાં આવે. છઠ્ઠા સપ્તાહમાં જારી લૉકડાઉન વચ્ચે ઘણા રાજ્યોએ સૂચન આપ્યા કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવે.

અમારી પાસે બેવડો પડકાર - પીએમ મોદી

અમારી પાસે બેવડો પડકાર - પીએમ મોદી

મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'હવે આપણી પાસે ભારતમાં સૌથી ગંભીર રીતે પ્રભાવિત વિસ્તારોના રિપોર્ટ સહિત કોરોના વાયરસ મહામારીના ભૌગોલિક પ્રસારથી સંબંધિત ઘણા સ્પષ્ટ સંકેત છે. આ ઉપરાંત છેલ્લા અમુક અઠવાડિયમાં,અધિકારીઓએ એક જિલ્લા સ્તર સુધી આ મહામારીને લડવાની પ્રક્રિયાને પણ સમજી છે. એટલા માટે હવે અમે કોરોના વાયરસ સામે આ લડાઈમાં પોતાની રણનીતિ પર વધુ આગળ વધવા અંગે વિચારી શકીએ છીએ જેવુ કે હોવુ જોઈએ. અમારી પાસે એક બેવડો પડકાર છે - બિમારી ફેલાવાના દરને ઘટાડવા અને બધા દિશા-નિર્દેશોનુ પાલન કરતા ધીમે ધીમે ગતિવિધિઓ વધારવી. હવે આપણે આ બંને લક્ષ્ય મેળવવાની દિશામાં કામ કરવુ પડશે.'

નથી અટકતી કોરોના સંક્રમણની ગતિ

નથી અટકતી કોરોના સંક્રમણની ગતિ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેસ રોજ વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 70,756 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3604 અને કેસ સામે આવ્યા છે અને 87 મોત થયા છે. કુલ પૉઝિટીવ કેસોમાં 46,008 સક્રિય કેસ, 22454 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2293 મોત શામેલ છે.

આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3604 નવા કેસ, 87ના મોત અને કુલ સંક્રમિત 70 હજારથી વધુઆ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3604 નવા કેસ, 87ના મોત અને કુલ સંક્રમિત 70 હજારથી વધુ

English summary
Lockdown May Continue After May 17, But With Some Relaxation: Sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X